તમારા ઘરમાં અને ઓફિસમાં આ રીતે લગાવી દો અરીસો, નહિં તો થશે બહુ મોટી ઉપાધિ

ઘરમાં ગુડ લક લાવવા માટે વાસ્તુ અનુસાર આ રીતે લગાવો ઘરમાં અરીસા

image source

દરેક વ્યક્તિના ઘરમાં એક કરતાં વધારે અરીસા રાખવામાં આવે છે. કારણ કે અરીસા વ્યક્તિની સુંદરતા દેખાડતું સાધન છે. બહાર જવા માટે તૈયાર થયા બાદ અરીસામાં લોકો વારંવાર પોતાની જાતને જોતા હોય છે. જો કે શરીરની સુંદરતા જોવાનું આ માધ્યમ ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ લાવવાનું માધ્યમ પણ બની શકે છે.

image source

આજકાલ માર્કેટમાં વિવિધ પ્રકારની ડિઝાઈન અને આકારના અરીસા મળે છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે આ અરીસા ઘરમાં સકારાત્મક અને નકારાત્મક ઊર્જા લાવતા હોય છે. જો તમે નવું ઘર બનાવતા હોય તે શોરુમ કે અન્ય સ્થાન પર અરીસા લગાવવાના હોય તો તેની પસંદગી કરતી વખતે વિશેષ સાવધાની રાખવી.

image source

જાણીને નવાઈ લાગશે પરંતુ અરીસા માત્ર વસ્તુને જોવામાં મદદ નથી કરતાં પરંતુ તેના આકાર, સાઈઝ અને દિશાના કારણે તે વ્યક્તિના જીવનને પણ પ્રભાવિત કરે છે. વાસ્તુ શાસ્ત્રના નિષ્ણાંતો જણાવે છે કે અરીસાને ઘરમાં તેમજ ઓફિસમાં રાખવામાં આવે ત્યારે આ ટીપ્સને ફોલો કરવી જરૂરી છે.

કારણ કે સામાન્ય ગણાતો અરીસો પણ મોટી સમસ્યાને આમંત્રણ આપી દેતો હોય છે.

image source

1. ઘરની દક્ષિણ દિશામાં પૂર્વ તરફની દિવાલ પર મોટો ગોળ અરીસો લગાવવાથી જીવનમાંથી ધનની તંગી, રોકાણ કરેલા નાણા અટકી જવા અને દુર્ઘટના જેવા અશુભ પ્રભાવ ઉત્પન્ન કરે છે.

આ દિશામાં અરીસો દક્ષિણ દિશાની દિવાલ પર હોય તો અચાનક નોકરી છૂટી જવી, સમાજમાં અપયશ મળવો જેવા પ્રભાવ ઉત્પન્ન થાય છે.

image source

2. એવું માનવામાં આવે છે કે ઉત્તર દિશામાં અરીસો લગાવવાથી ધન આકર્ષિત થાય છે. પરંતુ વાસ્તવિકતા એવી છે કે આ દિશામાં લગાવેલો અરીસો ધન નહીં પણ વ્યક્તિમાં ધનનું લાલચ વધારે છે. આવા ઘરમાં રહેતા લોકોને ધનની ખામી હંમેશા ખટકતી રહે છે.

3. ઘરની ઉત્તર દિશા કપાતી હોય તો તે દિશામાં લગાવેલો અરીસો ધન પ્રાપ્ત કરાવી શકે છે.

image source

4. વાસ્તુ શાસ્ત્રમાં એમ પણ કહેવાય છે કે બેડની સામે અરીસો ન લગાવવો જોઈએ. આમ કરવાથી દાંપત્યજીવન, સ્વાસ્થ્ય પર ખરાબ અસર થાય છે. જો કે આ વાત સત્ય નથી.

અરીસો ત્યાર જ નુકસાન કરે છે જ્યારે તે દક્ષિણ-પશ્ચિમ દિશામાં લગાવેલો હોય. તેનાથી ધનહાનિ પણ થાય છે. બેડની સામે અરીસો હોય તેનાથી કોઈ ફરક પડતો નથી.

image source

5. વાસ્તુ અને અંક જ્યોતિષની વાત કરીએ તો જે વ્યક્તિના મુલાંક 1,6, 9 હોય તેણે દક્ષિણ દિશામાં, 2,3,4,7 મૂલાંક હોય તો દક્ષિણ-પશ્ચિમ દિશામાં કોઈપણ અરીસો ન રાખવો.

6. ઘરમાં પશ્ચિમ દિશામાં ગોળ, ઉત્તર પૂર્વમાં અંડાકાર અને દક્ષિણ દિશામાં ત્રિકોણ અરીસો રાખવો જોઈએ.

image source

7. ઘરમાં ખોટી દિશામાં રાખેલા અરીસા અશુભ પ્રભાવ ઉત્પન્ન કરતા હોય તો તેના પર ક્રીમ કે અન્ય આછા રંગનો પડદો રાખી દેવો.

અરીસા સંબંધીત આ ટીપ્સ ફોલો કરવાથી ઘરમાં ધન, સંપત્તિ અને સમૃદ્ધિ વધશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ