ફોલો કરો આ ટિપ્સ, શિયાળામાં નહિં સૂકી પડી જાય તમારા પતિની સ્કિન

આ શિયાળામાં પુરષો ત્વચાનું ધ્યાન આ રીતે રાખો

શિયાળો આવતાં જ ચામડીની વીવિધ સમસ્યાઓ ઉભી થઈ જતી હોય છે. તે પછી સ્ત્રી હોય કે પુરુષ હોય.

આપણે સ્ત્રીની ત્વચા સંભાળની તો વારંવાર વાત કરીએ છે પણ પુરુષની ત્વચાને પણ તેટલી જ સંભાળની જરૂર પડે છે.

શિયાળાનો ઠંડો રુક્ષ પવન પુરુષોની ત્વચાને પણ નુકસાન પહોંચાડે છે પણ જો તેઓ પણ પોતાની ત્વચાની થોડીક સંભાળ લઈ લે તો તેમનો શિયાળો પણ ખુશ્નુમાં બની જશે.

image source

તમારી ત્વચાને પણ તેટલા જ પોષણની અને સંભાળની જરૂર છે. જો કે તેના માટે તમારે વધારે કોઈ જ તકલીફ લેવી નહીં પડે.

માત્ર નીચે જણાવેલા ઉપાયો અજમાવો અને શિયાળામાં માત્ર આકર્ષક જેકેટ પહેરીને નહીં પણ સ્વસ્થ સુંદર ત્વચાથી પણ આકર્ષક દેખાઓ.

તમારા હોઠની પણ સંભાળ લો

image source

શિયાળાની સૌથી પહેલી અસર તમારા હોઠ પર થાય છે. તે શિયાળો બેસે તે પહેલાં જ ડ્રાઇ રહેવા લાગે છે અને ઘણીવાર ડ્રાઈનેસ એટલી વધી જાય છે કે હોઠ ફાટવા લાગે છે અને તેમાંથી લોહી પણ નીકળવા લાગે છે.

તેના માટે તમારે તમારા હોઠ પર નિયમિત જરૂર પડે ત્યારે લીપ બામ લગાવતા રહેવું. જ્યારે જ્યારે તમને તમારા હોઠ રુક્ષ લાગે ત્યારે ત્યારે તમારે લીપ બામ લગાવવું. આ સિવાય તમે તમારા હોઠને અવારનવાર સ્ક્રબ પણ કરી શકો છો.

મૃત ત્વચાના કોષોને નિયમિત દૂર કરો

image source

જો તમે ઇચ્છતા હોવ કે તમારી ત્વચા સ્વસ્થ રહે તો તમારા માટે જરૂરી છે કે તમે તમારી ત્વચાને એક્સફોલિએટ કરો એટલે કે શરીર કે ચહેરા પરની મૃત ત્વચાના કોષોને નિયમિત રીતે દૂર કરો.

તેમ કરવાથી તમારી ત્વચામાં પુરાયેલી ગંદકી પણ દૂર થઈ જશે. આ ઉપરાંત એક્સફોલિયેટથી પુરુષોના ચહેરા પર જે ઇનગ્રોન હેરની સમસ્યા રહે છે તે પણ દૂર થાય છે.

image source

પણ તમારે તમારી ત્વચાને વધારે પડતી એક્સફોલિયેટ નથી કરવાની. તમે અઠવાડિયામાં માત્ર બે જ વાર આ કરી શકો છો.

ત્વચાને સંપુર્ણ રીતે મોઇશ્ચરાઇઝ્ડ રાખો

શિયાળામાં તો તમારે તમારી ત્વચાને સંપુર્ણ રીતે મોઇશ્ચરાઇઝ્ડ રાખવી જોઈએ. તમારો મુખ્ય ઉદ્દેશ તે જ હોવો જોઈએ.

image source

માટે ક્યારેય નાહ્યા બાદ તમારી ત્વચાને મોઇશ્ચરાઇઝર લગાવ્યા વગર ન રાખવી. ત્વચાને મોઇશ્ચરાઇઝરથી કવર કરવાથી તેને સતત મોઇશ્ચરાઇઝેશન મળતું રહેશે અને તમારી રુક્ષ ત્વચા પણ સ્મુધ બનશે.

મોઇશ્ચરાઇઝર લગાવ્યા ઉપરાંત તમારે તમારી જાતને સતત હાઇડ્રેટ પણ રાખવી જોઈએ.

તમે તમારા પગને પણ થોડા પંપાળી શકો છો

image source

તમારા હોઠની જેમ તમારા પગને પણ સંભાળની જરૂર છે. શિયાળામાં ક્રેક્ડ હીલ્સની સમસ્યા માત્ર સ્ત્રીઓને જ નહીં પણ પુરુષોને પણ રહેતી હોય છે.

અને જ્યારે આ સમસ્યાને અવગણવામાં આવે ત્યારે સ્થિતિ વધારે કથળે છે.

image source

શિયાળા દરમિયાન આપણા પગ મોજા તેમજ બૂટથી ઢંકાયેલા હોવાથી તેમને શ્વાસ લેવાનો મોકો નથી મળતો અને તેના કારણે જ પગની એડી પર ક્રેક પડે છે અને તે રુક્ષ બને છે.

પગની સંભાળ લેવા માટે તમારે થોડો સમય હુંફાળા પાણીમાં પગ મુકવા જોઈએ. ત્યાર બાદ તેના પર થોડું મોઇશ્ચરાઇઝર લગાવી લેવું.

સવાર પડતાં જ તમારા પગ સોફ્ટ થઈ જશે.

બોડી લોશન

image source

શિયાળા દરમિયાન માત્ર તમારા ચહેરાને જ મોઇશ્ચરાઇઝેશનની જરૂર નથી હોતી પણ તમારા સંપુર્ણ શરીરને તેની જરૂર હોય છે.

માટે તમારે તમારા શરીરને પણ બોડી લોશન દ્વારા મોઇશ્ચરાઇઝ કરવું જોઈએ. તમારા ચહેરાના મોઇશ્ચરાઇઝર કરતાં શરીર માટે આવતું બોડી લોશન થોડું જાડું હોય છે અને તે જ તમારા શરીરની ત્વચાને ડ્રાઈ થતાં રોકે છે.
શું તમને ડાઢી વધારવી ખુબ પસંદ છે તો આ રીતે ડાઢીના વાળની કરો કેર

આજે ઘણા પુરુષોને ડાઢી વધારવાનો શોખ છે. પણ શિયાળા દરમિયાન દાઢીના વાળ ખુબ જ ડ્રાઈ થઈ જતા હોય છે.

image source

અને તેમાં ડેન્ડ્રફ પણ થવા લાગે છે અને તેની નીચેની ત્વચા તો જાણે સાવ જ અવગણાઈ જાય છે. પણ તમારા દાઢીના વાળની કેર કરવા માટે તમારે બીયર્ડ ઓઇલનો ઉપયોગ કરવો જોઈએ.

તે તમારી દાઢી તેમજ દાઢી નીચેની ત્વચાને સોફ્ટ અને મોઇશ્ચરાઇઝ્ડ રાખશે.

ગરણ પાણીથી નહીં પણ હુંફાળા પાણીથી નાહવાનું રાખો

image source

શિયાળા દરમિયાન આપણને તાપણી પાસે તેમજ હીટર પાસે બેસવું ગમે છે અને નાહવાની વાત આવે કે તરત જ મોતિયા મરી જાય છે અને જ્યારે નાહવા જઈએ છે ત્યારે ગરમ પાણીથી જ નાહીએ છે.

પણ તેની જગ્યાએ તમારે હુંફાળુ પાણી વાપરવું જોઈએ. કારણ કે ગરમ પાણી તમારા શરીરની ત્વચામાંથી મોઇશ્ચર ખેંચી લેશે અને તમારી ત્વચા ઓર વધારે ડ્રાઈ બની જાય છે.

જેન્ટલ ક્લિન્ઝર અપનાવો

image source

શિયાળા દરમિયાન બને ત્યાં સુધી નોર્મલ સાબુનો ઉપોયગ ન કરવો જોઈએ.

સાબુમાં રહેલું ઉચ્ચ પીએચ સ્તર તમારી ત્વચાને નુકસાન કરી શકે છે અને ઉલટાની તમારી ત્વચાનું પીએચ લેવલ ઘટાડી શકે છે.

અને માટે જ તમારે સાબુથી નહીં પણ તમારી ત્વચાને કોઈ જેન્ટલ સોપ અથવા તો બોડીવોશથી ક્લીન કરવાની છે.

image source

કંઈ નહીં તો તમારે તમારા ચહેરા માટે તો શિયાળાને અનુરુપ ફેસવોશ તો વાપરવું જ જોઈએ. ચહેરાની ગંદકી દૂર કરવા માટે તમારે સવાર સાંજ ફેસવોશથી મોઢું ધોઈ લેવું જેઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !