જાણો શા માટે હિંદૂ ધર્મમાં જન્મને શુભ અને મોતને અશુભ માનવામાં આવે છે ?

જાણો શા માટે હિંદૂ ધર્મમાં જન્મને શુભ અને મોતને અશુભ માનવામાં આવે છે ?

image source

હિંદૂ ધર્મમાં જન્મજયંતીનું મહત્વ વધારે હોય છે. હિંદૂ ધર્મમાં જયંતીને શુભ માનવામાં આવે છે. જ્યારે પુણ્યતિથિને વધારે મહત્વ આપવામાં આવતું નથી. હિંદૂઓમાં મોટાભાગના તહેવારો ભગવાનના જન્મના ઉત્સવના ભાગરુપે ઉજવાય છે અથવા તો કોઈ રાક્ષસના મૃત્યુ પર.

image source

જેમકે ભગવાન રામ, કૃષ્ણ અને હનુમાનજીના જન્મને દર વર્ષે ધામધૂમથી ઉજવાય છે. ભગવાન રામએ જ્યારે રાવણનો વધ કર્યો ત્યારે તેની પણ ઉજવણી કરવામાં આવી હતી. ભગવાનનો જન્મ હોય કે રાક્ષસનો નાશ બંનેમાં પોઝિટીવીટી કે સમાજની ભલાઈની વાત હોય છે.

image source

હિંદૂ ધર્મની જેમ ઈસાઈ ધર્મમાં પણ જન્મ અને મૃત્યુ અંગે અલગ ધારણા છે. અહીં જીસસ ક્રાઈસ્ટના મૃત્યુના માતમને ગુડ ફ્રાઈડે નામથી ઉજવાય છે. શિયા મુસ્લિમ પણ મુહમ્મદ સાહેબના જમાઈના મરવાનું માતમ મોહરમ નામથી મનાવે છે.

image source

આ પ્રથાનું કારણ છે કે દુનિયાભરમાં હિંદૂ જન્મને શુભ અને મૃત્યુને અશુભ માને છે. રામાયણને મહાભારત કરતાં વધારે પૂજવામાં આવે છે. કારણ કે રામાયણમાં રામના જન્મની વાત છે અને મહાભારતમાં સંહારની વાત કરવામાં આવી છે. જો કે શ્રીકૃષ્ણના વિવિધ અવતારોમાં જન્મની વાત ભાગવતમાં કરવામાં આવી છે.

image source

દરેક ધર્મમાં લોકો પોતાના પિતૃઓને વર્ષમાં એકવાર યાદ કરે છે. હિંદૂ ધર્મમાં 14 દિવસનો પિતૃપક્ષ આવે છે. આ દિવસો એવા હોય છે જ્યારે મૃત્યુ પામેલા પરીજનો માટે કેટલીક વિધિઓ કરવામાં આવે છે.

હિંદૂ ધર્મમાં મૃત્યુ પછી પુનર્જન્મ પર વિશ્વાસ કરવામાં આવે છે. જો કે અન્ય ધર્મની સરખામણીમાં હિંદૂ રીત-રીવાજો પિતૃઓ માટેને અલગ હોય છે.

image source

ઈસ્લામ અને ઈસાઈ ધર્મમાં મૃત્યુ પછી વ્યક્તિને જ્યાં દફનાવ્યા હોય ત્યાં મકબરા કે સમાધિ ચિન્હ બનાવાય છે જ્યારે હિંદૂ ધર્મમાં મૃત્યુ પછી તે વ્યક્તિની અસ્થિ કે અન્ય વસ્તુઓને પોતાની સાથે રાખતા નથી. હિંદૂ ધર્મમાં મૃત્યુ બાદ સૂતક અને સ્નાનને માન્યતા છે.

image source

આ બધાથી અલગ પ્રથા બૌધ ધર્મની હોય છે. બૌધ ધર્મમાં જ્યારે મહાન ગુરુનું મૃત્યુ થાય છે તો તેના અંતિમ સંસ્કાર બાદ તેના દાંત, વાળ, હાડકા જેવા અવશેષ લોકો પોતાની પાસે રાખે છે. ઈસ્લામ ધર્મમાં જે રીતે મકબરા બને છે તેવી પ્રેક્ટિસ કેટલાક મહાન વ્યક્તિત્વના અવસાન બાદ થતી જોવા મળી હતી.

image source

ભારતના વરીષ્ઠ નેતાઓ, મહાન લોકોના મૃત્યુ બાદ તેમના અંતિમ સંસ્કાર થયા હોય ત્યાં તેમની યાદમાં સમાધિ સ્થળ બનાવવામાં આવ્યા. થોડા વર્ષો પહેલા મૃત્યુ પામેલા જયલલિતાની પણ સમાધિ બનાવવામાં આવી છે.

હિંદૂ ધર્મમાં મૃત્યુ થયા બાદની કેટલીક માન્યતાઓ પણ છે જે સમાજમાં ખૂબ પ્રચલિત છે. જેમકે અંતિમ સંસ્કાર પછી સ્મશાનથી પરત ફરો ત્યારે પાછળ ફરી જોવું ન જોઈએ. ઘરે આવ્યા બાદ સ્નાન કરવું જરૂરી છે.

image source

આ પ્રથાઓ એ વાત તરફ પણ સંકેત કરે છે કે દરેક વ્યક્તિએ ભૂતકાળને પાછળ છોડવો પડે છે અને તેની સામે પરત ફરી જોવું ન જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ