અદ્લ અક્ષય કુમાર જેવો દેખાતા વ્યક્તિની તસ્વીર થઈ વાયરલ ! તમે પણ જુઓ આ હમશકલને

એવું કહેવાય છે કે દુનિયામાં એક સરખી દેખાતી કુલ સાત વ્યક્તિઓ હોય છે. તમને પણ જીવનમાં એકવાર તો કોઈકે કહ્યું જ હશે કે “તમારા જેવી જ દેખાતી એક વ્યક્તિ મેં જોઈ હતી” અથવા “તમે અદ્દલ આ વ્યક્તિ જેવા જ લાગો છો.” અને જ્યારે તમને કોઈ એમ કહે કે તમે ફલાણા હીરો જેવા લાગો છે કે ફલાણી હીરોઈન જેવા લાગો છો તો ચોક્કસ તમારું બે શેર લોહી વધી જતું હશે. કેમ ન વધે હીરો-હીરોઈનો હોય છે જ તેટલા આકર્ષક કે કોઈને પણ તેમના જેવાનું લાગવાનું મન થાય.

અક્ષય કુમાર એક એવો સ્ટાર છે જે કોઈને કોઈ કારણ સર અઠવાડિયામાં ઓછામાં ઓછો એકવાર તો ચર્ચામાં આવી જ જતો હોય છે. હાલ તેની ફિલ્મ મિશન મંગલ બોક્ષઓફિસ પર સફળ પ્રદર્શન કરી રહી છે તો વળી બીજી બાજુ તે પોતાની માતા સાથે લંડનની ગલીઓમાં સહેલ કરતો પણ જોવા મળ્યો છે. અને તે કારણ સર પણ ચર્ચામાં છે. પણ આ વખતે તે કોઈ અલગ જ કારણસર સોશિયલ મિડિયાનો હોટ ટોપીક બની ગયો છે.

તાજેતરમાં પણ આવું જ બની ગયું છે. સોશિયલમ મિડિયા પર એક તસ્વીર વાયરલ થઈ રહી છે જેમાં અદ્લ અક્ષય કુમાર જેવી એક વ્યક્તિ છે. એમાં પણ કોઈ એક ખાસ એંગલે તો જાણે તે ખરેખર અક્ષય કુમાર જેવો જ લાગે છે. તેનું નામ છે મીર માજિદ તે એક કાશ્મીરી છે.

આ વાયરલ ફોટોમાં અક્ષય કુમારના અદલ ફિચર્સ ધરાવતા માજિદે ગ્રે રંગનું શર્ટ પહેર્યું છે અને માથા પર એક મોટી હેટ પહેરી છે. મીરને પહેલી નજરે જોતાં એમ જ લાગે કે અક્ષય કુમાર પોતાની કોઈ આવનારી ફિલ્મ માટે આ લૂકમાં ફરી રહ્યો છે.

જો કે મીર પોતે અક્ષય કુમાર જેવો દેખાય છે તેવો તેને કોઈ વહેમ નથી. કારણ કે તે ફિલ્મોનો નહીં પણ ક્રીકેટનો શોખીન છે અને તે સુનિલ ગાવસ્કરનો ફેન છે. વાસ્તવમાં માથા પરની તેની આ મોટી હેટ સુનિલ ગાવસ્કરનો ટ્રેડમાર્ક છે જે પોતાની સુનિલ ગાવસ્કર પ્રત્યેની દીવાનગી દર્શાવે છે.

મીરની આ તસ્વીર ત્યારે વાયરલ થઈ જ્યારે એક જર્નાલીસ્ટે મીરની તસ્વીર પોતાના ટ્વીટર અકાઉન્ટ પર શેયર કરી. તેનો ફોટો શેયર થતાં જ તરત જ કમેન્ટ્સનો વરસાદ થવા લાગ્યો અને તે અક્ષય કુમાર તો નથી ? તેવી કમેન્ટ્સ આવા લાગી.

કેટલીક એવી કમેન્ટ્સ પણ આવી કે “શું અક્ષય કુમાર પોતાની કોઈ ફિલ્મ માટે નવો લૂક અજમાવી રહ્યો છે. ?”

તો વળી કોઈ કે કંઈક આવી કમેન્ટ કરી, “આ ભાઈ સાહેબ સુનીલ ગાવસ્કરના ફેન ઓછા પણ અક્ષય કુમારનું ગઢપણ વધારે લાગી રહ્યા છે !”

હાલ તો અક્ષય કુમાર પોતાની માતા સાથે લંડન ખાતે કેટલાક દિવસની રજાઓ ગાળી રહ્યો છે. અને તેના તરફથી તેના આ હમશકલ બાબતે કોઈ જ રીએક્શન નથી આવ્યું. તમને જણાવી દઈએ કે તાજેતરમાં ફોર્બ્સ દ્વારા વિશ્વના સૌથી વધારે કમાણી કરતા અભિનેતાઓની યાદીમાં વર્ષની 467 કરોડની કમાણી સાથે અક્ષય કુમારનો સમાવેશ કરવામા આવ્યો છે. જે આ યાદીમાં ચોથા ક્રમ પર બિરાજમાન છે. આ સિવાય બોલીવૂડના બીજા કોઈ જ અભિનેતાનો સમાવેશ નથી થયો.

વેકેશન પુર્ણ કર્યા બાદ અક્ષય કુમાર પોતાની આવનારી ફિલ્મો ‘ગુડ ન્યૂઝ’, ‘ સૂર્ય વંશી’, ‘હાઉસ ફુલ 4’, ‘બચ્ચન પાંડે’, તેમજ ‘પૃથ્વી રાજ ચૌહાણ’ પર લાગી પડશે. આપણે બધા જાણીએ છીએ કે અક્ષય કુમાર એક એવો અભિનેતા છે જે એક સાથે અનેક ફિલ્મોમાં લીડ રોલ નીભાવે છે અને તે મોટે ભાગે તેમાં સફળ જ જાય છે. એટલે આવનારા એક બે વર્ષમાં તમને અક્ષય કુમારની ઢગલો ફિલ્મો જોવા મળશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ