એક એવું હેલમેટ જેને પહેર્યા વગર ચાલુ નહીં થઈ શકે વાહન ! આ હેલમેટ તમારા કાળજાના કટકાને રાખશે સુરક્ષિત !

વિદ્યાર્થીઓએ બનાવ્યું અનોખુ હેલમેટ ! અકસ્માતમાં સીધો જ પોલીસ તેમજ પરિવારજનને મળી જશે મેસેજ અને લોકેશન !

2018ના વર્ષમાં માર્ગ અકસ્માતમાં માત્ર ભારતમાં જ 1.49 લાખ લોકોના મૃત્યુ થયા હતા તો વળી સેંકડો લોકોને ગંભીર ઇજાઓ થઈ છે. જેની પાછળ, વાહનની વધારે પડતી ઝડપ, દારૂ પીને વાહન ચલાવવું, વાહન ચલાવતી વખતે બેધ્યાન રહેવું, તેમજ વાહન ચલાવતી વખતે સિટબેલ્ટ કે હેલમેટ ન પહેરવું તેવા મહત્ત્વના કારણો જવાબદાર હોય છે. ગાઝિયા બાદની એક શાળાના વિદ્યાર્થીઓએ અકસ્માતમાં ઘટાડો કરવાના હેતુથી બનાવ્યું છે એક સુપર એક્ટિવ હેલમેટ.

આજે જ્યારે દુનિયાના લાખો ટીનએજર્સ મોબાઈલ ગેમ્સની જાળમાં ફસાયેલા છે ત્યારે કેટલાક એવા બાળકો પણ છે જેઓ સમાજના ઉદ્ધાર માટે જાત જાતના સંશોધનો કરવામાં લાગી પડ્યા છે. ગાઝિયા બાદની એક શાળામાં પણ આવા જ કેટલાક વિદ્યાર્થીઓ છે. તેમણે એક એવું હેલમેટ બનાવ્યું છે જે તમારી સુરક્ષા માટે હંમેશા તેનાત રહેશે.

આ હેલમેટ 11માં તેમજ 12માં ધોરણના પાંચ વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવ્યું છે. આ હેલમેટની ખાસીયત એ છે કે જ્યાં સુધી હેલમેટનું લોક બંધ નહી થાય ત્યાં સુધી તમારું સ્કૂટી કે પછી તમારું બાઈક ચાલુ નહીં થાય. એટલે કે તમે હેલમેટ વગર વાહન ચલાવી જ નહીં શકો.

આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે આજે દેશ ભરમાં સેંકડો માર્ગ અકસ્માત થાય છે જેમાં કંઈ કેટલાએ લોકોના જીવ હોમાય છે. તેવામાં જો આ રીતે વાહન ચલાવવનારને સુરક્ષિત કરવાં આવે તો અગણિત અકસ્માતોને અટકાવી શકાય છે.

આ હેલમેટ તમે જ્યાં સુધી માથામાં પહેરીને તેને લોક ન કરો ત્યાં સુધી તમારું વાહન તો નહીં જ ચાલે પણ જો તમે એક માત્રા કરતા વધારે મદ્યપાન કર્યું હશે તો પણ તમારું બાઈક ચાલુ નહીં થાય. અને જો તમે કોઈ અકસ્માતનો ભોગ બન્યા હશો તો આ હેલમેટમાં એવી સિસ્ટમ લગાવવામાં આવી છે કે તરત જ તમારા કુટુંબીજનોને તેમજ પેલીસ સૂધી તેના સમાચાર પહોંચાડી દેશે.

તેમજ આ હેલમેટમાં એક જીપીએસ સીસ્ટમ પણ લગાવવામાં આવ્યું છે જે તમારા પરિવારના સભ્યોને તમારું લોકેશન પુરુ પાડે છે. તો માતા-પિતાઓ હવે તમે નિશ્ચિંત રીતે તમારા બાળકોને આ હેલમેટ સાથે બહાર જવા દઈ શકો છો.

આ હેલમેટ જાતજાતના ડિવાઝીસથી સજ્જ છે. હેલમેટ પહેર્યા બાદ તમે તેનો બેલ્ટ લોક નહીં કરો તો તમારું બાઈક ચાલુ નહીં થાય. જો તમે કોઈ અકસ્તનો ભોગ બનશો તો હેલમેટમાં રહેલી સિસ્ટમ તમારા માતાપિતા તેમજ પરિવારજનો અને પોલીસને એક મેસેજ ઓટોમેટિક મોકલી દેશે જેમાં તમારું લોકેશન પણ હશે. જેથી કરીને તમને યોગ્ય સમયે પોલીસની તેમજ એમ્બ્યુલન્સની મદદ મળી રહે.

16-17 વર્ષના આ વિદ્યાર્થીઓએ માત્ર એક જ મિહનાની મહેનતથી આ હેલમેટ બનાવી આપ્યું છે. જે ખરેખર હાલની સ્થિતિમાં વાહન ચાલકો તેમજ તેમના પરિવારો તેમજ, વાહન વ્યવહાર માટે અત્યંત ઉપયેગી સાબિત થઈ શકે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ