બસ સત્યાવીશ જ – એક પિતાનું બોલાયેલું એક વાક્ય જેમાં કેટલું દર્દ છે એ વાંચો…

“બસ સત્યાવીશ જ”

બાપ અને દીકરી લગ્નની કંકોત્રી વહેંચવા નીકળ્યા હતા. કોઈ સબંઘીના ત્યાં તેઓ બેઠા અને તેમને કંકોત્રી આપી.


સબંઘીએ હર્ષભેર કંકોત્રી ખોલી અને તેને વાંચી. સબંઘીએ કંકોત્રી વાંચતા વાંચતા પૂછ્યું, “તો લગ્નને કેટલા દિવસ બાકી છે?” બનનારી દુલ્હને કીધું, “બસ એક મહિનો અંકલ.”


ત્યારેજ તેના પિતાએ તરત જ બોલી ઉઠ્યા, “સત્યાવીશ દિવસ બાકી છે.” આ સાંભળતા જ દીકરીએ તેના પિતા સામે જોયું અને પિતાએ ઢીલા અવાજે ઉમેર્યું, “સત્યાવીશ. બસ સત્યાવીશ જ.”


તે ઢીલો અવાજ સત્યાવીશ દિવસ પછી થનાર પ્રેમ ભરી થનાર વિદાઈની એક નાનકડી ઝલક હતી. ખરેખર, દીકરીના પિતા થવું સહેલું નથી.


લેખક – ધવલ નિર્મળા જીતેન્દ્ર બારોટ

દરરોજ ધવલ બારોટની આવી અનેક નાની નાની વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ