પોતાનું પાત્ર નિભાવવા માટે આ કલાકારો આટલી હદે પોતાના શરીરને કષ્ટ આપે છે ! કેટલાકે તો પોતાના શરીરની ભૂગોળ જ બદલી નાખી !

અભિનેતા અભિનેત્રીઓનો મુખ્ય વ્યવસાય ફિલ્મમાં અભિનય કરવાનો હોય છે જેમાં તેઓ પોતાનું સંપૂર્ણ આપી દે છે. તેઓ પોતાની ફિલ્મનું કાલ્પનિક અથવા તો ઐતિહાસિક પાત્ર નિભાવવામાં એટલા બધા ડૂબી જાય છે કે તેઓ જાણે તે પાત્રને જ ન જીવી રહ્યા હોય. તો ચાલો જાણીએ તેવા અભિનેતાઓએ વિષે જેમણે પોતાનું પાત્ર નિભાવવા માટે પોતાના શરીરની ભૂગોળ જ બદલી નાખી.

રાજકુમાર રાવ

રાજકુમાર રાવે પોતાની કેરિયરની શરૂઆતથી જ દર્શકોને જણાવી દીધું હતું કે તે એક ઉત્તમ અભિનેતા છે. તેણે અત્યાર સુધીમાં ઘણા બધા યાદગાર પાત્રો ભજવ્યા છે. તેણે એકાદ બે વર્ષ પહેલાં ‘ટ્રેપ્ડ’ ફિલ્મ કરી હતી જેમાં તેણે પોતાના પાત્રને ન્યાય આપવા કેટલાએ દીવસો ભુખ્યા રહીને અભિનય કર્યો હતો. તો ત્યાર બાદ આવેલી ફિલ્મ ‘બહન હોગી તેરી’માં તેમણે એક સામાન્ય યુવકનું પાત્ર ભજવ્યું હતું જેમાં તેમણે પોતાના ભુખ્યા માણસ જેવા ઉતારેલા શરીરને ફરી નોર્મલ કરી દીધું હતું.

તો વળી ‘બોસ’ ફિલ્મમાં તેમણે એક હેલ્ધી એટલે કે સામાન્ય કરતાં જાડા વ્યક્તિનું પાત્ર નિભાવ્યું હતું. જેમાં પણ તેણે વધારે ભોજન આરોગીને વજન વધાર્યું હતું. આ ફિલ્મનું લિડ પાત્ર ભજવવા માટે તેણે રીતસરની પોતાની ફાંદ વધારી હતી.

ઋતિક રોશન

ઋતિક રોશન ઘણી ઓછી ફિલ્મો કરે છે પણ એક્ટિંગની બાબતમાં તે પોતાના પાત્રને સંપૂર્ણ ન્યાય આપે છે પછી તે ફિલ્મ ગુઝારિશનો અપંગ જાદૂગર હોય, કોઈ મિલ ગયાનો રિટાર્ડેડ રોહન હોય, કે પછી જિંદગી ના મિલેગાનો સોહામણો અર્જૂન હોય.

ફિલ્મ ગુઝારીશમાં ઋતિકે પોતાનું વજન વધાર્યું હતું તો વળી ક્રીશ 3 માટે તેણે પોતાના વજનમાં ધરખમ ઘટાડો કર્યો હતો. ઋતિકને હિંદી સિનેમાનો ગ્રિક ગોડ માનવામાં આવે છે. કેમ નહીં તે છે જ કોઈ ગ્રીક રાજા જેવો. એમ પણ આ વર્ષે ઋતિકને વિશ્વના સૌથી સુંદર પુરુષનો ખિતાબ મળ્યો છે.

રણદીપ હૂડા

રણદીપ હૂડાનું નામ આ યાદીમા આમ તો પહેલા આવવું જોઈએ કારણ કે રણદીપ હૂડા એ ફિલ્મ સરબજીતમાં પાકિસ્તાનની જેલમાં કેદ એક ભારતીય નાગરિકનું પાત્ર નિભાવ્યું હતું. જેના પર પારાવાર જુલ્મ કરવામાં આવ્યો હતો. જેની સીધી જ અસર પ્રેક્ષકો પર પડે તેના માટે રણેદીપ હૂડાએ રીતસરનું પોતાનું શરીર સાવ ઉતારી દીધું હતું.

તેઓ જ્યારે આ શરીર સાથે ફિલ્મના સેટ પર ગયા ત્યારે સેટ પરના લોકો પણ તેમને ઓળખી નહોતા શક્યા. આ ફિલ્મમાં તેણે ઉત્તમ અભિનય કર્યો હતો. આ ફિલ્મનું પાત્ર નિભાવવા માટે તેણે 28 દિવસમાં 18 કીલો વજન ઘટાડ્યું હતું.

આમીર ખાન

આમીર ખાન કોઈ પણ પાત્ર ભજવતો હોય ત્યારે તેને જોનારો માત્ર તે પાત્રને જ જુએ છે તેની પાછળના આમીર ખાનને તે નથી જોઈ શકતો કારણ કે સેટ પર આમિર ખાન માત્ર પોતાના પાત્રમાં જ ડૂબેલો હોય છે.

ફિલ્મ દંગલ માટે આમિરખાને એક પિતાનો ભાગ ભજવવા ખુબ વજન વધાર્યું હતું તો વળી જુવાન કુશ્તિબાજનું પાત્ર ભજવવા માટે તેજ ફિલ્મમાં ફીટ બોડી પણ બનાવ્યું હતું. જો તમે દંગલ ફિલ્મ જોઈ હશે તો તમને યાદ હશે કે દીકરીઓને કુશ્તિની ટ્રેનિંગ આપતી વખતે તેની તોંદ બહાર આવેલી દેખાય છે. જ્યારે ફિલ્મના ફ્લેશબેકમાં તેને એક ફીટ પુરુષ બતાવવામાં આવ્યો છે.

આ ઉપરાંત આમિરે ફિલ્મ ગજની માટે પણ સુંદર બોડી બનાવી હતી જ્યારે ફિલ્મ થ્રી ઇડિયટમાં એક કોલેજિયનનું પાત્ર નિભાવવા પોતાના શરીર યુવાન બતાવવા માટે ઉતાર્યું પણ હતું.

ભૂમિ પેડનેકર

ભૂમિ પેડનેકરને તમે ફિલ્મ ‘ટોઈલેટ એક પ્રેમકથા’, ‘દમ લગા કે હઇસા’માં જોઈ હશે. બન્ને ફિલ્મોમાં તમે જોયું હશે કે ભૂમિના શરીરમાં જમીન આસમાનનો ફરક છે. દમ લગા કે હૈસા ફિલ્મ ભૂમિની પ્રથમ ફિલ્મ છે. આ ફિલ્મ કરતાં પહેલાં ભૂમિ થોડું હેલ્ધી શરીર ધરાવતી હતી પણ પાત્રને પુરતો ન્યાય આપવા તેણે 30 કીલો વજન વધાર્યું હતું.

ત્યાર બાદ થોડા જ સમયગાળામાં તેણી અક્ષય કુમાર સાથે ટોઈલેટ એક પ્રેમ કથામાં જોવા મળી જેમાં તેણીએ પોતાનું અરધોઅરધ વજન ઘટાડી દીધું હતું.

ફરહાન અખ્તર

ફરહાન અખ્તર ગણતરીની ફિલ્મો જ કરે છે. તે હંમેશા ફીટ રહેવામાં માને છે. તે એક સારો એક્ટર તો છે જ પણ એક સારો ડાન્સર પણ છે. જેની નાનકડી ઝલક આપણે ફિલ્મ જિંદગી ના મિલેગી દોબારામાં જોઈ શક્યા હતા. ફરહાને ફિલ્મ ભાગ મિલ્ખા ભાગમાં પાત્રને ન્યાય આપવા માટે એક એથલિટ બોડી બનાવ્યું હતું. જેના માટે તેણે એક આખું વર્ષ રોજ જીમમાં 5-6 કલાક તનતોડ મહેનત કરી હતી.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ