પ્રેમનું પેટ્રોલ – દરેક કપલે વાંચવા જેવી ખૂબ સુંદર વાર્તા તમારા સંબંધોની ટાંકી પણ ફૂલ થઇ જશે…

“પ્રેમનું પેટ્રોલ”

“પપ્પા, ૪૦૦ રૂપિયા આપશો. ગાડીમાં પેટ્રોલ પુરાવું છે.” રાજે તેના પિતાને કહ્યું. રાજના પિતાએ ખુશી-ખુશી તેમના ખીંચામાં હાથ નાખીને ૫૦૦ રૂપિયા કાઢ્યા અને રાજને આપતા કહ્યું, “લે દીકરા ૫૦૦ રાખ.”


રાજે તે રૂપિયા લીધા અને તે લઈને તેની ઓફિસ તરફ જવા માટે રવાના થઇ ગયો. અમુક પગલાં દૂર ઉભેલ રાજની પત્ની મીરાએ આ બધું થતા જોયું અને ફરી આશ્ચર્ય પામી. રાત્રે જયારે મીરા રાજને મળી ત્યારે તેણે પૂછ્યું, “તમે આટલી મોટી કંપનીના માલિક છો. કરોડોનું ટર્નઓવર છે. તો પછી પપ્પા પાસેથી કેમ રૂપિયા માંગો છો? તે તેમના પેન્સનમાંથી તમને આપે છે.”


રાજ હસ્યો અને તેણે કહ્યું, “કારણકે, તે ક્યારેય ના નથી કહેતા. ના તો નાનપણમાં ચોપડીઓ લાવવા માટે ના કહેતા અને ના તો અત્યારે કહે છે. પપ્પા જોડે ક્યારેક-ક્યારેક આવા ખર્ચા માંગીને હું હંમેશા મારી જાતને તેમના આગળ નાનો બનાવતો અને બતાવતો રહું છું. આ બધી માંગેલી રકમ સમજી લે કે તેમના અને મારા પ્રેમની ગાડીને વગર અચકે ચલાવવા માટે કંઈક પેટ્રોલ જેવું છે અને મેં તો પહેલા જ કીધું હતું કે ગાડીમાં પેટ્રોલ પુરાવા માટે રૂપિયા જોઈએ છે. સમજ્યા મેડમ?”


પોતાના ઘરડા પિતાના સ્વાભિમાન માટેનો રાજનો આ પ્રયાશ જાણીને મીરાને એક વાર ફરી રાજ પર પ્રેમ થઇ ગયો. પછી તેણે રાજની આંખોમાં આંખ નાખી અને તેની પાસે માંગ મુકતા કહ્યું કે, “સારું તો મને ૪૦૦ રૂપિયા આપશો, મારે ગાડીમાં પેટ્રોલ પુરાવાનું છે.”
“કઈ ગાડીમાં?” રાજે તરત જ પુછયુ. મીરાએ હસીને તરત જ જવાબ આપ્યો, “આપણા બંન્નેના પ્રેમની ક્યારેય ના ઉભી રહેવાવાળી ગાડીમાં.” તે સાંભળીને રાજ પણ હસી પડ્યો.


લેખક – ધવલ નિર્મળા જીતેન્દ્ર બારોટ

દરરોજ ધવલ બારોટની વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર..

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ