શું તમે કેલ્શિમય અને વિટામીન ડીની ગોળીઓ એક સાથે લો છો તો ચેતી જજો ! વાંચો આ વિષે જરૂરી માહિતી

સામાન્ય રીતે આપણો સંપૂર્ણ આહાર જ આપણને સ્વસ્થ રાખતો હોય છે. પણ આધુનિક જીવનશૈલી તેમજ વાતાવરણમાં આવેલા બદલાવ તેમજ પાણીમાં થયેલા કેટલાક પરિવર્તનના કારણે આજે માનવ સ્વાસ્થ્યને ઘણી બધી અસર થઈ રહી છે.

આ ઉપરાંત ઉમર વધતાં શરીરમાં કેટલાક પોષકતત્ત્વોની ઘટ પડતાં તેમજ કુદરતી આહાર કોઈ કારણસર નહીં ખાઈ શકતા હોવાથી આપણે આપણી આ ખોટોને સપ્લીમેન્ટ એટલે કે પુરક ખોરાકથી પુરી કરતા હોઈએ છીએ જેમાં મુખ્ય રીતે દવાઓ હોય છે.

કેટલાક દાયકાઓ પહેલાં માત્ર બિમાર પડીએ એટલે કે શરદી, તાવ હોય, ટાઇફોઈડ હોય કમળો હોય વિગેરે રોગો હોય તેવા સમયે જ દવા લેવામાં આવતી હતી પણ હવે તમારા શરીરમાં પડતી નાની નાની ખોટો પુરવા માટે પણ દવાઓનો ઉપયોગ કરવો પડે છે જે હવે જરૂરી પણ થઈ ગયું છે.

આજે ડોક્ટર આપણને અવારનવાર કેલ્શિયમ અને વિટામિન્સની ગોળીઓના પ્રિસ્ક્રિપ્શન લખી આપે છે જો કે આ દવાઓ મેડિકલ સ્ટોર પર પ્રિસ્ક્રિપ્શન વગર પણ ઉપલબ્ધ છે. કેલ્શિયમની ગોળીઓ સામાન્ય રીતે પ્રેગ્નન્ટ સ્ત્રીઓ વધારે લે છે તેમજ 40 પછી શરીરના હાડકા નબળા પડતાં ડોક્ટર કેલ્શિયમની ગોળી લેવાની સલાહ આપે છે.

જ્યારે વિટામીન્સની ગોળીઓ શરીરને તંદુરસ્ત રાખે છે અને ઘણીબધી બિમારીઓથી પણ સુરક્ષિત રાખે છે. તો ચાલો જાણીએ કે કેલ્શિયમ અને વિટામીનની ગોળીઓ સાથે લેવાથી શરીરને શું નુકસાન થાય છે.

ડોક્ટર કેલ્શિયમ સપ્લિમેન્ટ્સ લેવાનું શા માટે કહે છે.

કેલ્શિયમ શરીરના હાડકાઓને તો મજબુત બનાવે જ છે. કેલ્શિયમની ઉણપના કારણે શરીરમા લોહી જામવા લાગે છે. આપણા શરીરનું મોટા ભાગનું કેલ્શિયમ વાળ, ત્વચા, નખ, પરસેવો તેમજે મૂત્ર વાટે બહાર નીકળી જાય છે. માટે અમુક ઉમર બાદ કેલ્શિયમ ઓછું થતું જાય અને તે વખતે આપણે કેલ્શિયમની ગોળીઓ લેવી પડે છે.

ડોક્ટર્સ વિટામિન સપ્લીમેન્ટ્સ લેવાનું શા માટે કહે છે

ગમે તે કરીએ તેમ છતાં આજની આધુનિક જીવનશૈલીના કારણે આપણે દિવસ દરમિયાનનો જરૂરી સંપૂર્ણ આહાર નથી લઈ શકતાં માટે નાનેથી મોટી ઉંમરની દરેક વ્યક્તિના શરીરમાં પુરતા વિટામિન્સનો અભાવ રહે છે. નાના બાળકોને ખાસ કરીને વિટામીન ડીની જરૂર પડે છે. તેનાથી બાળકોના હાડકા મજબુત બને છે. વિટામીન ડીને આપણે મોટે ભાગે સવારના કુણા તડકા દ્વારા મેળવી શકીએ છીએ.

શા માટે વિટામિન્સ અને કેલ્શિયમની ગોળીઓ એક સાથે ન ખાવી જોઈએ

એક સંશોધન જણાવે છે કે કેલ્શિયમ અને વિટામીન ડીની ગોળી એક સાથે લેવાથી માણસને હાર્ટ એટેકનું જોખમ રહે છે. આ ગોળિયો સામાન્ય રીતે ચાલીસ વર્ષથી ઉપનરી વ્યક્તિ લેતી હોય છે અને તેના માટે આ બન્ને ગોળીઓ એક સાથે લેવાથી હૃદયને નુકસાન પહોંચે છે.

નોંધઃ દવાઓમાં કોઈપણ જાતના ફેરફાર કરતાં પહેલાં તમારે તમારા ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ