જો તમારા ફોનના વોટ્સએપમાં હજી આ ફીચર અપડેટ નથી થયું તો આજે જ અપડેટ કરો…

WhatsAppનું નવું સર્ચ ફિલ્ટર છે ખૂબ જ કમાલનું! એક જ ક્લિકમાં મળી જશે તમારો મિડિયા સ્ટોરેજ

વિશ્વમાં વોટ્સએપ એક સૌથી વધુ વપરાતી એપ્લિકેશન તરીકે ઉભરી રહ્યું છે. વોટ્સએપ દ્વારા પણ તેના ફીચરમાં દિવસે દિવસે સુધારા કરી તેને અપગ્રેડ કરવામાં આવી રહ્યું છે. જોકે, આજે પણ અનેક લોકો એવા છે કે જેમને હજુ પણ વોટ્સએપ કેવી રીતે ચલાવવું તેની જાણ નથી. એટલું જ નહીં તેઓ વોટ્સએપનો માત્ર મેસેજ મોકલવા કે વીડિયો કોલ માટે જ ઉપયોગ કરે છે. તેના સેટિંગ્સ અને યૂઝફુલ ટિપ્સ વિષે તો તેમની પાસે કોઇ માહિતી જ નથી હોતી. આજે અમે તમને વોટ્સએપની ખાસ પ્રકારના સેટિંગ્સ અને યુક્તિઓ વિશે જાણકારી આપીશું. ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન વોટ્સએપના ૪૦૦ મિલિયન માસિક સક્રિય વપરાશકર્તાઓ સાથે ભારતમાં ૨ અબજથી વધુ વપરાશકર્તાઓ છે.

image source

વોટ્સએપમાં આપણાં ફોનના લગભગ બધાં જ કોન્ટેક્ટ હોય છે અને મોટાભાગના લોકો ડેઈલી ફોટોઝ, વીડિયો, ઓડિયો અને અન્ય ડોક્યૂમેન્ટ્સ પણ વોટ્સએપ પર શેર કરે છે. ઘણી વખત વોટ્સએપમાં ચેટની સાથે એટલા બધાં ફોટોઝ અને વીડિયો હોય છે કે જરૂર પડવા પર એ ફોટોઝ અને વીડિયોઝ સર્ચ કરવામાં મુશ્કેલી પડે છે અને તે જલ્દી મળતાં પણ નથી. જેથી આજે અમે તમને વોટ્સએપના નવા સર્ચ ફિલ્ટર વિશે જણાવીશું, જે તમારી આ સમસ્યાને દૂર કરી દેશે અને તમે સરળાથી ફોટોઝ, વીડિયો, ઓડિયો અને અન્ય ડોક્યૂમેન્ટ્સ સર્ચ કરી શકશો.

image source

આ પ્રોસેસ કરો ફોલો

  • • સૌથી પહેલાં તો વોટ્સએપને અપડેટ કરી લો અને પછી વોટ્સએપ ઓપન કરો.
  • • હવે સૌથી ઉપર તમને એક સર્ચ બાર દેખાશે.
  • • સર્ચ બાર પર ક્લિક કરવા પર સૌથી પહેલાં ફોટોઝની લિંક દેખાશે, જેના પર ક્લિક કરવા પર વોટ્સએપના બધાં જ ફોટોઝ દેખાઈ જશે. આમાં તમને વોટ્સએપ પર શેર કરેલાં બધાં જ ફોટોઝ દેખાશે.
  • • સર્ચ બાર પર સેકન્ડ ઓપ્શન GIFનો છે. જેમાં બધાં જ GIF તમે જોઈ અને યુઝ કરી શકશો.
  • • સર્ચ બારમાં ત્રીજો ઓપ્શન લિંક્સનો છે. જેમાં દરેક પ્રકારની લિંક્સ જે તમે કોઈ વોટ્સએપ કોન્ટેક્ટને મોકલી છે તેમાં દેખાશે. આમાં કોઈ વીડિયો અથવા કોઈ ડોક્યૂમેન્ચની લિંક પણ હોઈ શકે છે.

    image source
  • • સર્ચ બારમાં ચોથા નંબર પર વીડિયોનો ઓપ્શન છે. તેના પર ક્લિક કરવા પર તમને બધાં જ વીડિયો દેખાશે જે વોટ્સએપ પર શેર કરવામાં આવ્યા છે. જેમાંથી લેટેસ્ટ વીડિયો સૌથી ઉપર દેખાશે.
  • • સર્ચ બારમાં નેક્સ્ટ ઓપ્શન ડોક્યૂમેન્ટ્સનો છે. જેમાં વોટ્સએપ પર કોઈને ડોક્યૂમેન્ટ્સ મેકલ્યા હશે તો તરત જ મળી જશે.
  • • સર્ચ બારમાં નેક્સ્ટ ઓપ્શન ઓડિયોનો છે. જેના પર ક્લિક કરવા પર તમને વોટ્સએપ ઓડિયો દેખાશે.
  • • આ રીતે તમે વોટ્સએપ પર સરળતાથી બધું જ સર્ચ કરી શકશો.

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ પોતાના યુઝર્સને ચેટિંગના અનુભવને વધારે સારો બનાવવા માટે સતત નવા નવા ફીચર્સ લોન્ચ કરતું રહે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ