દેશમાં લોન્ચ થઇ શકે છે પહેલી હાઇડ્રોઝન કાર, 666kmની રેન્જની સાથે મળશે આ ખાસ ફીચર્સ
પેટ્રોલ-ડિઝલના ભાવોથી જજૂમી રહેલા દેશને બહુ જ જલ્દી એક નવા પ્રકારની કારમાં સફર કરવાનો મોકો મળી શકે છે. દક્ષિણ કોરિયાની ઉચ્ચ વાહન કંપની પોતાની નવી હાઈડ્રોઝન પાવર્ડ Hyundaiને પોતાની નવી ફ્યૂલ સેલ ઇલેક્ટ્રિક SUV Nexo માટે અપ્રુવલ મળી ગયું છે. તેની સાથે જ અંદાજ લગાવાય રહ્યો છે કે કંપની આ SUVને જલ્દીથી ભારતીય બજારમાં લોન્ચ કરી શકે છે.

મીડિયા રિપોર્ટ્સની માનીએ તો કંપની પોતાની નવી હાઇડ્રોજન પાવર્ડ Hyundai Nexo SUVને આ વર્ષે બજારમાં ઉતારી શકે છે. જોકે હજુ આ અંગે સત્તાવાર રીતે કોઈ માહિતી શેર નથી કરી. જો એવું થાય છે તો આ દેશની પહેલી હાઈડ્રોઝન પાવર્ડ કાર હશે.

હાઇડ્રોજન ઇંધણ પ્રણાલીનો વિકાસ કરવો એ સરળ કામ નથી કારણ કે શરૂઆતના તબક્કે ઘણાં નાણાંનું રોકાણ કરવું જરૂરી છે. આ વ્યવસાયને ટકાવી રાખવો ખૂબ મુશ્કેલ છે, સિવાય કે તમારી પાસે કોઈ માલિક હોય જે કંઈપણ કમાયા વિના 10 વર્ષ માટે રોકાણ કરવા તૈયાર છે. આ એક કારણ છે કે ઘણી કંપનીઓએ આમા મહેનત કરવાની છોડી દીધી છે.
તાજેતરમાં, હાઇડ્રોજન સેલ ક્ષેત્રમાં ઘણી એમ એન્ડ એ પ્રવૃત્તિ થઈ છે. સંયુક્ત સાહસો ગોઠવવામાં આવી રહ્યા છે અને મોટા નામવાળી કંપનીઓ હાઇડ્રોજન સંબંધિત કંપનીઓ હસ્તગત કરી રહી છે. વસ્તુઓ ખૂબ ઝડપથી બદલાઈ રહી છે. મૂળ તકનીકીમાં કોઈ તફાવત નથી. આ ક્ષેત્રને શું મુશ્કેલ બનાવે છે તે એ છે કે પ્રારંભિક ખર્ચ ખૂબ વધારે છે. બેટરી તકનીકીના કિસ્સામાં, તમારે ફક્ત એક ઇન્વર્ટરની જરૂર છે. કોઈપણ થોડા ઘટકો સાથે બેટરી ઉત્પન્ન કરી શકે છે.

જણાવી દઇએ કે, કંપનીને પોતાની આ ફ્યૂલ સેલ ઇલેક્ટ્રિક SUVને ગત ઑટો એક્સ્પોમાં પ્રદર્શન કર્યું હતું. કંપનીનો દાવો છે કે ઇકો મોબિલિટીનો સૌથી સારો વિકલ્પ છે.
કેવી છે આ કારઃ Hyundai Nexoમાં કંપનીએ 95kWની ક્ષમતાના ફ્યૂલ અને 40kWની ક્ષમતાની બેટરી પેક ઉપયોગ કરાયો છે. જેમાં આપવામાં આવ્યું છે ઇલેક્ટ્રિક મોટર કારને પાવર આપે છે, જે અંદાજિત 161bhbની દમદાર પાવર અને 395Nmના ટૉર્ક જનરેટ કરે છે.

આ એસયવીમાં ત્રણ હાઇડ્રોજન ટેન્ક આપવામાં આવ્યા છે, જેની કુલ ક્ષમતા 156.6 લીટર છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આ વાહનને અંદાજિત 666 કિલોમીટર સુધી ડ્રાઇવિંગ રેન્જ આપે છે.
સ્પીડ અને ડ્રાઇવિંગ રેન્જઃ આ હાઇડ્રોજન ટેન્કોને અંદાજિત 5 મિનિટની અંદાર જ રીફિલ કરવી શકાય છે. કંપનીનો દાવો છે કે ફ્યૂલ સેલ ટેકનીક કોઇ પણ રીતે હવામાનમાં યોગ્ય રીતે કામ કરે છે. આ એસયૂવીના ટૉપ સ્પીડ 179 કિલોમીટર પ્રતિકલાક થશે અને આ અંદાજિત 9.2 સેકેન્ડમાં જ 0થી 100 કિલોમીટર પ્રતિકલાકની ઝડપથી પકડવામાં સમક્ષ હશે.

આકારઃ રિપોર્ટ્સના અનુસાર, Hyundai Nexoની લંબાઈ 4679mm, પહોળાઇ 1860mm અને ઉંચાઇ 1630mm છે. જોકે, ગ્લોબલ માર્કેટમાં આ SUV ઑટોનૉમસ ડ્રાઇવિંગ ફંક્શનની સાથે આવે છે, જેમાં નવા ટેકનીકનું બ્લાઇન્ડ સ્પૉટ મૉનિયર ફીચર પણ આપવામાં આવ્યા છે.
મળે છે આ ફીચર્ચઃ જ્યાં સુધી ફીચર્સની વાત છે તો એસયૂવી હાઇવ ડ્રાઇવિંગ એસિસ્ટ, લેન ફોલોવિંગ એસિસ્ટ, રિમોટ પાર્કિંગ સિસ્ટમ જેવી ફીચર્સથી લેસ છે. આ સિવાય આ એસયૂવી 2 ઇન્ટીરિયર કલરમાં ઉપલબ્ધ છે, જેમાં મેટ્યોર બ્લૂ અને ડુઅલ ટોન સ્ટોન અને શેલ ગ્રે કલર સામેલ છે. તેમાં 12.2 ઇંચનો LCD સ્ક્રિન પણ આપવામાં આવ્યું છે. જોકે, આ એસયૂવીને ભારતમાં લોન્ચ કરવા અંગે કંપનીએ હજુ પણ જાહેરાત નથી કરી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!