ઐશ્વર્યા અને અભિષેક બચ્ચનના લગ્નની ખાસિયતો જાણીને ખરેખર નવાઈ લાગશે જુઓ બચ્ચન પરિવારનો ઠાઠ..

ઐશ્વર્યા અને અભિષેક બચ્ચન બોલીવૂડનું એક આદર્શ કપલ ગણાય છે. તેમની જોડી અદ્ભુત છે. અભિષેક – ઐશ્વર્યાના પ્રથમ એવા બોલીવૂડ લગ્ન હતા જેને એક મોટું મિડિયા કવરેજ મળ્યુ હતું. બાકી અત્યાર સુધી બોલીવૂડના લગ્નો ખૂબ જ ઓછી લાઇમલાઇટ મેળવતા હતા. આ એક ભવ્ય લગ્ન હતાં. લગ્નની વિધિ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલમાં કરવામા આવી હતી. અને ઐશ્વર્યા કોઈ રાણી જેવી જાજરમાન લાગી રહી હતી.

સાઉથ ઇન્ડિયન દુલ્હન જેવો શણગાર

image source

તેણીએ પોતાના લગ્નમાં એક એકથી ચડિયાતી જ્વેલરી પહેરી હતી. તો તેની સાડી પણ કંઈ ઓછી કિંમતી નહોતી. ઐશ્વર્યા પોતે એક દક્ષીણ ભારતીય યુવતિ હોવાથી તેણીનો દુલ્હનનો લૂક પણ દક્ષિણ ભારતીય જ હતો. અને તેનો તેણીને ખૂબ ગર્વ પણ છે. તેણીની સાડીથી, જ્વેલરીથી લઈને તેની હેર સ્ટાઇલ તેમજ તેના વાળમાં ગૂંથવામાં આવેલી વેણી આ બધું જ સાઉથ ઇન્ડિયન સંસ્કૃતિનું પ્રતિક હતું.

ઐશ્વર્યાની આ વેડિંગ સાડીની ડિઝાઈન તેણીના મિત્ર તેમજ દેશના જાણીતા ડિઝાઈનર નીતા લુલાએ કરી હતી.

image source

નીતા લુલાએ ઐશ્વર્યાની જાજરમાન સાડી માટે કાંજીવરમની પસંદગી કરી હતી. ઐશ્વર્યાની સાડીનું વણાટકામ તેના નિષ્ણાત એવા કાંજીવરમ સાડી બનાવનાર પાસે જ કરાવવામાં આવ્યું હતું. તેની સોનેરી રંગની સાડી પ્યોર રેશમમાંથી બનાવવામાં આવી હતી. અને તેના વણાટમાં શુદ્ધ સોનાના દોરાનો પણ ઉપયોગ કરવામા આવ્યો હતો. તેમ જ તેની સાડી તેમજ બ્લાઉઝ પર ટાંકવામા આવેલા સુંદર રત્નો વિશ્વની જાણીતી ક્રિસ્ટલ કંપની સ્વોરોસ્કીમાંથી ખરીદવામાં આવ્યા હતા. તમને જાણીને આશ્ચર્ય થશે કે ઐશ્વર્યાની સાડીની કિંમદ 75 લાખ રૂપિયા હોવાનું માનવામાં આવે છે.

ટ્રેડિશન સાઉથ ઇન્ડિયન ગોલ્ડ જ્વેલરી

image source

ઐશ્વર્યાના લગ્નની બધી જ જ્વેલરી સાઉથ ઇન્ડિયન સ્ટાઇલમાં ડિઝાઈ કરવામા આવી હતી. જો કે તેમાં થોડી આધુનિક ડિઝાઈનની પણ છાંટ હતી. તેણીના સોનાના આભૂષણો 22 કેરેટ ગોલ્ડમાંથી બનાવવામાં આવ્યા હતા. આ સિવાય તેમાં હીરા તેમજ કેટલાક કિંમતી પથ્થરો પણ જડવામાં આવ્યા હતા. તેણીએ પોતાના વાળમાં મોગરાની ટ્રેડિશનલ વેણી તો લગાવી જ હતી પણ સાથે સાથે તેણીના વાળમાં લગાવવામાં આવેલી પીન પણ સોનાની હતી. આ તસ્વીરોમાં તમે જોઈ શકો છો કે ઐશ્વર્યા કોઈ રાણીની જેમ સોનાથી લદાયેલી છે.

લગ્ન બાદ જોવા મળી લાખોની વીંટી અને મંગળસૂત્ર સાથે

image source

ઐશ્વર્યાની એંગેજમેન્ટ રીંગ તેમજ તેનું મંગળ સૂત્ર ભલે દેખાવે સાદા હોય પણ તે છે ખૂબ જ કીંમતી. તેની આંગણીમાંની વીંટીમાં 53 કેરેટનો હીરો જડવામાં આવ્યો છે જેની લગભગ કીંમત 50 લાખ રૂપિયા આંકવામા આવે છે. અને તેનું સુંદર મંગળ સૂત્ર ખૂબ જ ટ્રેન્ડી છે, જે દેખાવે સિમ્પલ છે પણ 45 લાખનું છે. તેણીના મંગળ સૂત્રની દોરી તો ટ્રેડિશનલ ગોલ્ડન અને બ્લેક મણકાવાળી છે પણ તેમાં લગાવવામાં આવેલું પેન્ડન્ટ ત્રણ હીરાવાળુ છે. ઐશ્વર્યાના આ મંગળસૂત્ર પછી તો આવા મંગળસૂત્રની માંગ માર્કેટમાં ખૂબ વધી ગઈ હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ