આ કાર પર મળી રહ્યું છે આટલા લાખ સુધીનું ડિસ્કાઉન્ટ: રોડ ટેક્સ, રજિસ્ટ્રેશન ફીમાં પણ અપાશે ડિસ્કાઉન્ટ, જાણો કેવી રીતે મળશે ફાયદો

દિવસેને દિવસે શહેરોમાં વાહનોની સંખ્યા વધી રહી છે. વર્તમાન સમયમાં સ્થિતિ એવી સર્જાઈ છે કે ઘર દીઠ એક કાર હોવી તે જીવન જરૂરીયાતની વસ્તુ બની ચુકી છે. તેમાં પણ કોરોના કાળ બાદ લોકો ફરવા જવા માટે પોતાનું જ વાહન હોય તો સારું પડે તેવું પણ માનતા થયા છે. જો કે વાહનોની વધતી સંખ્યાના કારણે પ્રદૂષણની સ્થિતિ પણ ખરાબ થઈ રહી છે. દેશભરના શહેરોમાં પ્રદૂષણનું પ્રમાણ ખરાબ થવા લાગ્યું છે. તેમાં સૌથી વધુ ખરાબ સ્થિતિ દિલ્હીમાં છેલ્લા ઘણા સમયથી જોવા મળે છે.

image source

તેના કારણે દિલ્હી અને કેન્દ્ર સરકાર પ્રદૂષણ માટે ગંભીર બની ચુકી છે. આ જ કારણ છે કે કેન્દ્ર અને રાજ્ય સરકાર હવે ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને વધારવા ઈચ્છે છે અને લોકોને આવા વાહન ખરીદવા માટે પ્રોત્સાહન પુરું પાડવા ખાસ ઓફર પણ લાવી છે.

image source

તમને જણાવી દઈએ કે ગત વર્ષે દિલ્હીની કેજરીવાલ સરકારે દિલ્હી ઇલેક્ટ્રિક વાહન નીતિની જાહેરાત કરી હતી. તેનો હેતુ ઇલેક્ટ્રિક વાહનોની ખરીદીને પ્રોત્સાહિત કરવાનો હતો. હવે તેમાં સરકાર એક પગલું આગળ ધપાવી રહી છે. જે અંતર્ગત દિલ્હી સરકારે સ્વીચ દિલ્હી અભિયાનની જાહેરાત કરી છે. આ અભિયાન અંતર્ગત કેજરીવાલ સરકાર દ્વારા ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી પર ગ્રાહકોને આકર્ષક લાભ આપવામાં આવશે.

image source

આ લાભ સરકાર ઈલેક્ટ્રીક કારની ખરીદી પર આપી રહી છે. જે અંતર્ગત જો તમે ટાટા નેક્સન ઈવીના XM વેરિંયટ જેની ઓન રોડ પ્રાઈઝ 16.16 લાખ રૂપિયા છે તે અને XZ+ વેરિયંટ જેની પ્રાઈઝ 17.59 લાખ રુપિયા છે તેમાં ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. કંપનીના આ બંને વેરિયંટ પર દિલ્હી સરકાર 1,50,000 રૂપિયા સુધીનો ફાયદો ગ્રાહકોને આપી રહી છે.

image source

જો સરકારના જાહેર કરેલા લાભ માત્ર દોઢ લાખના ફાયદાથી નથી અટકતાં. જો કોઈ વ્યક્તિ ઈલેક્ટ્રિક કાર ખરીદે છે તો કાર માટે તેણે ભરવા પડતા રોડ ટેક્સ, રજિસ્ટ્રેશન ફીમાં પણ તેને કેટલીક રાહત આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રોત્સાહન રાશિ ગ્રાહકોના બેન્ક ખાતામાં જમા કરવામાં આવશે. નેક્સોન ઉપરાંત દિલ્હી સરકાર ટાટા ટીગર ઈવી ખરીદવા પર પણ 2.86 લાખ રૂપિયાનું પ્રોત્સાહન આપી રહી છે. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ અનુસાર સરકાર આગામી થોડા સપ્તાહમાં ઈલેક્ટ્રિક વાહનોના વિવિધ ઉદ્દેશો પર પણ કામ કરશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ