જાણો આ ફોર વ્હીલર્સ છે મધ્યમ વર્ગ માટે બેસ્ટ, એવરેજમાં છે સારી અને બજેટમાં છે ફીટ..

મિત્રો, આજકાલ આપણા દેશમા ઓટોમોબાઇલ કંપનીઓ દ્વારા આપવામા આવતી ઉત્કૃષ્ટ ઓફર્સને કારણે ગ્રાહકોને કારની ખરીદી પ્રત્યે રસ પડ્યો છે. ઈ.એમ.આઈ. અને ફાઇનાન્સ ઓફર્સ સાથે ગ્રાહકો હવે સરળતાથી કાર ખરીદી શકશે. હાલ, પ્રવર્તમાન સમય દરમિયાન કાર સર્વિસનો ખર્ચ પણ ગ્રાહક પર વધે છે અને કારની સારસંભાળ રાખવા માટે ભારે રકમ ચૂકવવી પડે છે. જોકે, સર્વિસ એ કારનો ઉપયોગ પર આધારિત રહે છે.

અહીં અમે તમને કેટલીક સસ્તી અને ઓછી મેન્ટેનન્સવાળી ફોર વ્હીલર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે સારી માઇલેજ પૂરી પાડે છે અને તમારા સર્વિસિંગ બજેટને ફિટ કરે છે. ખાસ કરીને આ કારની કિંમત ત્રણ લાખ રૂપિયાથી પણ ઓછી છે. જો તમને શિયાળામાં બાઇક ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે પરંતુ, ઊંચા બજેટના કારણે કાર ખરીદી શકતા નથી તો આજે અમે તમને અમુક એવી ગાડીઓ વિશે જણાવીશુ કે, જે તમારા બજેટમા પણ આવશે અને ગુણવતાની દ્રષ્ટીએ પણ ખુબ જ સારી છે.

મારુતિ સુઝુકી અલ્ટો :

image source

આ ફોર વ્હીલર્સ દેશમાં સૌથી વધુ વેચાતી ફોર વ્હીલર્સ છે તે પણ તમારી પસંદગી બની શકે છે. આ ગાડીની શરૂઆતની કિંમત ૨.૯૪ લાખ રૂપિયાથી શરૂ થાય છે. જ્યારે એવરેજની વાત આવે છે ત્યારે ૨૨.૦૫ કિલોમીટર પ્રતિ લીટરની એવરેજ મળે છે. સી.એન.જી. વેરિયન્ટ્સની એવરેજ ૩૧.૫૯ કિલોમીટર પ્રતિ કિલોગ્રામ છે. આ કારની સર્વિસ કિંમત પાંચથી દસ હજાર રૂપિયાની વચ્ચે રહે છે.

રેનો ક્વિડ :

image source

ત્રણ લાખથી ઓછા બજેટ ધરાવતી ગાડીઓમા આ ગાડી પણ એક વધુ સારો વિકલ્પ બની શકે છે. આ કારની પ્રારંભિક કિંમત ૨.૯૯ લાખ રૂપિયાથી શરૂ થાય છે. ટોપ વેરિયન્ટ્સની કિંમત ૫.૧૨ લાખ રૂપિયા સુધી છે. માઇલેજની દૃષ્ટિએ પણ આ ગાડી પરફેક્ટ છે. એક લીટર એન્જિનનુ ઓટોમેટિક ટ્રાન્સમિશન મોડલ ૨૨ કિલોમીટર પ્રતિ લીટરની માઇલેજ આપે છે.

image source

જ્યારે તેના એક લીટર એન્જિનનું મેન્યુઅલ ટ્રાન્સમિશન મોડલ ૨૧.૭૪ કે.એમ.પી.એલ. ની માઇલેજ આપે છે. જો તમે આ ગાડીનુ ૦.૮ લીટર એન્જિન મેન્યુઅલ ટ્રાન્સમિશન મોડલ લો છો તો તમને ૨૦.૭૧ કે.એમ.પી.એલ. ની માઇલેજ મળશે. આ કારની સર્વિસ કિંમત છ હજારથી લઈને દસ હજાર રૂપિયા છે.

મારુતિ સુઝુકી વેગનાર :

image source

આ ગાડીનુ સી.એન.જી. વેરીએન્ટ દેશની સૌથી વધુ વેચાય છે. સૌથી પ્રિય ટોલબોય હેચબેકે વેગનઆરના સી.એન.જી. વેરિયન્ટના ત્રણ લાખથી પણ વધુ યુનિટ્સનું વેચાણ કર્યું છે. તે તમામ પેસેન્જર વ્હીકલ સેગમેન્ટમાં સૌથી સફળ સી.એન.જી. કાર બની ગઈ છે. વેગનઆર એસ-સીએનજી ઓટો ફ્યૂઅલ ચેન્જઓવર સ્વિચ સાથે આવે છે અને ૩૩.૫૪ કિ.મી. પ્રતિ કિલોની શ્રેષ્ઠ માઇલેજ આપે છે.

ડેટસન રેડી ગો :

image source

જ્યારે ત્રણ લાખથી ઓછી કિંમતની ફોર વ્હીલર્સની વાત આવે ત્યારે આ ફોર વ્હીલર્સ એક સારો વિકલ્પ બની શકે છે. દિલ્હીના એક્સ શોરૂમની કિંમત ૨.૮૩લાખ રૂપિયા છે. જો કે તેના ટોપ વેરિયન્ટ્સ ૪.૭૭ લાખ રૂપિયા સુધી પહોંચી જાય છે. એવરેજની વાત કરીએ તો આ ફોર વ્હીલર્સની એવરેજ ૨૨ કિલોમીટર પ્રતિ લીટર સુધી મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ