ભારતના આ ટોપ 5 સુપર કમ્યુટરની દુનિયામાં પણ છે ભારે બોલબાલા, જાણો તમે પણ આ વિશે

ભારત દેશ પાસે રહેલ ટોપ ૫ સુપર કમ્પ્યુટર જેની ગણના દુનિયામાં પણ થાય છે.

જયારે પણ સ્વતંત્રતાની ઉજવણીની વાત થાય ત્યારે દેશની સુરક્ષા ઘેરાની વાત જરૂરથી થાય છે પહેલા દેશની સુરક્ષા કરવા માટે ફક્ત હથિયારોની વાતો થતી હતી, પરંતુ હવ લડાઈ ફક્ત હથિયારોથી જ નહી, ઉપરાંત વર્ચ્યુઅલ (સાયબર) તરીકે પણ થવા લાગી છે. આજે જેટલી મજબુતાઈ સીમા પણ જોઈએ છીએ, એટલી જ મજબુતાઈ સાયબર વર્લ્ડમાં પણ જોઈએ છીએ. ચાલો જાણીએ ભારત દેશ પાસે રહેલ ૫ એવા સુપર કમ્પ્યુટર વિષે જેને ગણતરી દુનિયાના અન્ય દેશોને પણ કરવી પડે છે.

પરમ યુવા-2:

image source

પરમ યુવા 2 સુપર કમ્પ્યુટરને પુણેમાં સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાનસડ કમ્પ્યુટિંગ (C-DAC)માં રાખવામાં આવ્યું છે. એને ઈંટેલ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે અને દુનિયાના ટોપ ૫૦૦ સુપર કમ્પ્યુટરની લિસ્ટમાં પરમ યુવા 2ને ૨૫૧મુ સ્થાન પ્રાપ્ત થયું છે. સ્પેસિફિકેશનની વાત કરીએ તો એમાં ઈંટેલના 221 Xeon E5-2670 નોડ્સ છે અને એમાં કુલ 200 TBની સ્ટોરેજ છે. એમાં 26520 કો- પ્રોસેસર કોર છે. પરમ યુવા 2નો ઉપયોગ જૈવ સુચના વિજ્ઞાન, અંતરીક્ષ, મૌસમ પૂર્વાનુમાન, ભૂકંપીય ડેટા વિશ્લેષણ, એરોસ્પેસ એન્જીનીયરીંગ, વૈજ્ઞાનિક અનુસંધાન અને દવાના ક્ષેત્રમાં થાય છે. આ કમ્પ્યુટરને નેશનલ નોલેજ નેટવર્કના માધ્યમથી ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાનની સાથે પણ જોડવામાં આવી શકે છે અને હાઈ-સ્પીડ ડેટા ટ્રાન્સફર થઈ શકે છે.

આઈઆઈટી દિલ્લી:

image source

આઈઆઈટી દિલ્લીના કેમ્પસમાં ભારતનું સૌથી તેજ સુપર કમ્પ્યુટર છે. આ સુપર કમ્પ્યુટરમાં જે ગ્રાફિક્સ છે તે દુનિયાના કેટલાક ચુનિંદા કમ્પ્યુટર્સમાં જ છે. એના માટે આઈઆઈટી દિલ્લી NVIDIA ની સાથે કામ પણ કરી રહ્યા છે. આ કમ્પ્યુટરને દુનિયાના ટોપ ૫૦૦ સુપર કમ્પ્યુટરની લિસ્ટમાં ૧૬૬મુ સ્થાન પ્રાપ્ત કર્યું છે. એની સ્પેસિફિકેશનની વાત કરીએ તો એમાં HP ProLiant XL230a સર્વર અને HP ProLiant XL250a Gen9 સર્વર છે જેને NVIDIA ના K40M GPU કાર્ડનો સપોર્ટ મળે છે. એમાં કુલ 1.5PBની સ્ટોરેજ છે. એમાં કુલ ૩૨૨ ગ્રાફિક્સ કાર્ડ છે જેને NVIDIA ના ટેસ્લા મોડલ K40M છે. આ સુપર કમ્પ્યુટરનો ઉપયોગ જીવ વિજ્ઞાન, નેનો સિસ્ટમ, વાયુમંડલીય વિજ્ઞાન અને જૈવ સુચના વિજ્ઞાનના શોધ કરવા માટે થાય છે. એના સિવાય એનો ઉપયોગ સિસ્ટમ ડેટા એનાલીટીક્સ, ડીપ લર્નિંગ, કમ્પ્યુટેશનલ ફિજીક્સ, કેમેસ્ટ્રી, કમ્પ્યુટેશનલ ફ્લુઈડ ડાયનામિક્સ અને મેટેરીયલ સાયન્સના ક્ષેત્રમાં અધ્યયન માટે પણ થાય છે.

ટાટા ઇન્સ્ટીટયુટ:

image source

આ સુપર કમ્પ્યુટર ટાટા ઇન્સ્ટીટયુટ ઓફ ફંડામેન્ટલ રીસર્ચ ફેસેલીટીમાં રાખવામાં આવ્યું છે. આ સુપર કમ્પ્યુટરને હૈદરાબાદમાં તૈયાર કરવામાં આવ્યું છે અને દુનિયાના ટોપ ૫૦૦ સુપર કમ્પ્યુટરમાં એને ૧૪૫મુ સ્થાન પ્રાપ્ત થયું છે. એની સ્પેસિફિકેશનની વાત કરીએ તો એમાં ઈંટેલના Xeon E5- 2680 પ્રોસેસર છે અને ગ્રાફિક્સ માટે એમાં NVIDIA Tesla K20x GPU છે એમાં કુલ 1.1PBની સ્ટોરેજ છે. એમાં પણ લાઈનક્સ ઓપરેટિંગ સિસ્ટમ છે. એનો ઉપયોગ સૈન્દ્ધાંતિક ભૌતિકી અને કવાંટમ ક્રોમોડાયનામિક્સ પર આધારિત રીસર્ચ કરવા માટે થાય છે. એના દ્વારા બ્રહ્માંડ વિષે જાણકારી મળે છે.

આદિત્ય:

image source

આદિત્ય નામનું સુપર કમ્પ્યુટર ઈન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ ટ્રોપિકલ પુણેમાં છે. અહીંના મૌસમ વિજ્ઞાન વિભાગ ભારતની સૌથી સટીક મૌસમ વિજ્ઞાન વિભાગ છે. આઈબીએમના આ સુપર કમ્પ્યુટરને દુનિયાના ટોપ ૫૦૦ સુપર કમ્પ્યુટરની લિસ્ટમાં ૧૧૬મુ સ્થાન પ્રાપ્ત થયું છે. આ સુપર કમ્પ્યુટરના સ્પેસિફિકેશનની વાત કરીએ તો એના Intel Xeon Haswell E5- 2670 2.6GHZ વાળું પ્રોસેસર ધરાવે છે અને એના 15 TB રેમ આપવામાં આવી છે. એમાં Linux ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. આ સુપર કમ્પ્યુટરનો ઉપયોગ મૌસમ વિષે જાણકારી પ્રાપ્ત કરવા માટે થાય છે. મોનસુન માટે વરસાદ ચક્રોની ભવિષ્યવાણી કરવા અને વાયુ ગુણવત્તાના પૂર્વાનુમાન વિષે આ સટીક ડેટા આપે છે. દેશમાં મૌસમનું પૂર્વાનુમાન આ કમ્પ્યુટર લગાવે છે.

Source: amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ