5G ફોન લેવો અને એ પણ તમારા બજેટમાં? તો હવે આ બે ધાસું ફોન ભારતમાં થઇ ગયા છે લોન્ચ, જાણો ફિચર્સ અને કિંમત

Realme X7 અને Realme X7 Pro ને ભારતમાં લોન્ચ કરી દેવામાં આવ્યા છે. આ બન્ને 5G નવા વર્ષે ભારતમાં લોન્ચ થનારા કંપનીના પ્રથમ ફોન છે. આ પહેલા આ બન્ને ફોન Realme X7 અને Realme X7 Pro ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ચીનમાં લોન્ચ કરાયો હતો. Realme X7 અને Realme X7 Pro બન્ને ફોન 5G સપોર્ટ કરે છે. આ પૈકી પહેલા Realme X7 Pro ની એક સેલ આયોજિત થઈ ચૂકી છે પરંતુ Realme X7 નું વેંચાણ હજુ સુધી ભારતમાં નહોતું થયું. હવે Realme X7 ફ્લિપકાર્ટ અને રિયલમીની વેબસાઈટ પર ઉપલબ્ધ થશે.

image source

Realme X7 નું સ્પેસિફિકેશન

Realme X7 માં 6.4 ઇંચની ફૂલ HD+ ડિસ્પ્લે છે જેનું રિઝોલ્યુશન 2400×1080 પિકસલ છે. તેમાં એમોલેડ ડિસ્પ્લે છે. ડિસ્પ્લે પર સિક્યુરિટી માટે કોર્નિંગ ગોરીલ્લા ગ્લાસ પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. એ સિવાય ફોનમાં ઓક્ટાકોર Dimensity 800U પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોન Android 10 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. તેમાં Realme UI નું ઇન્ટરફેસ આપવામાં આવ્યું છે. ફોનમાં 8 જીબી સુધી રેમ અને 128 જીબી સુધીનું સ્ટોરેજ મળશે.

image source

Realme X7 નો કેમેરો

કેમેરાની વાત કરીએ તો રિયલમીના આ ફોનમાં રિયરમાં ચાર કેમેરાનું સેટઅપ આપવામાં આવ્યું છે. જેમાં 64 મેગાપિક્સેલનું પ્રાઇમરી સેન્સર અપાયું છે. સાથે જ તેમાં 8 મેગાપિક્સેલનો અલ્ટ્રા વાઈડ એંગલ લેન્સ, 2 મેગાપિક્સેલનો મેક્રો લેન્સ અને 2 મેગાપિક્સેલનો બ્લેક એન્ડ વ્હાઇટ પોટ્રેટ સેન્સર આપવામાં આવ્યું છે. જ્યારે સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે તેમાં 32 મેગાપિક્સેલનો ફ્રન્ટ સેન્સર છે. 64 મેગાપિક્સેલ કેમેરા દ્વારા 4k વિડીયો 30fps પર રેકોર્ડ કરી શકાય છે.

image source

Realme X7 ની બેટરી

આ ફોનમાં 4310 mAh ની બેટરી આપવામાં આવી છે જે 50 વૉટના ડર્ટ ફાસ્ટ ચાર્જીંગને સપોર્ટ કરે છે. બેટરી સાથે AI ઓપ્ટિમાઈઝેશન મળે છે. ફોન નિબુલા અને સ્પેસ સિલ્વર કલર વેરીએન્ટમાં મળશે. કનેક્ટિવિટી માટે ફોનમાં વાઈ ફાઈ, બ્લુટુથ 5.1, જીપીએસ સને યુએસબી ટાઈપ સી પોર્ટ મળશે. ફોનમાં ઇન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. ફોનનો વજન 179 ગ્રામ છે.

image source

Realme X7 ની કિંમત

કિંમતની વાત કરીએ તો Realme X7 5G ના 6 GB રેમ અને 128 GB સ્ટોરેજ વેરીએન્ટની કિંમત 19,999 રૂપિયા અને 8 GB રેમ સાથે 128 GB વેરીએન્ટની કિંમત 21,999 રૂપિયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ