ભારતના આટલા રાજ્યોમાં મચી જશે તબાહી, ભયંકર વાવાઝોડું કરી નાખશે વિનાશ, ગુજરાતીઓ ખાસ ચેતજો

ભારતમાં ફરી એકવાર વાવાઝોડું તબાહી મચાવવા આવી રહ્યું છે. 9 ઓક્ટોબરથી ચક્રવાતી તોફાન દેશના 8 રાજ્યોમાં પાયમાલીનું કારણ બની શકે છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં ચક્રવાત તોફાનની સ્થિતિ સર્જાઇ રહી છે. 9 ઓક્ટોબરના રોજ, ઉત્તર અંદમાન સમુદ્ર પર નીચા દબાણવાળા ક્ષેત્રની રચના થઈ શકે છે.

11 થી 13 ઓક્ટોબર દરમિયાન વરસાદ થઈ શકે

image source

આ પછી તે ચક્રવાતી તોફાન બની શકે છે અને આંધ્ર પ્રદેશ અને ઓડિશા રાજ્યોના દરિયાકાંઠાના વિસ્તારો તરફ આગળ વધી શકે છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ ઓછા દબાણવાળા ક્ષેત્રને કારણે તે ઓડિશા અને દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ તરફ આગળ વધી શકે છે અને 11 થી 13 ઓક્ટોબર દરમિયાન વરસાદ થઈ શકે છે. આ લો પ્રેશર એરિયાને કારણે મુંબઈમાં વરસાદની સંભાવના છે.

ગુજરાત સુધી તેની અસર જોવા મળશે

image source

એક રિપોર્ટ અનુસાર આ સિસ્ટમ આગામી 48 કલાક બંગાળની ખાડીમાં રહેશે. પછી તે ઓડિશા થઈને જમીનના ભાગથી આગળ વધી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 10 ઓક્ટોબર સુધીમાં ચક્રવાતી તોફાન મહારાષ્ટ્રના છત્તીસગઢ અને મધ્યપ્રદેશ થઈને કોંકણ પહોંચી શકે છે. પૂર્વી ઉત્તર પ્રદેશથી મધ્યપ્રદેશ, આંધ્ર, તેલંગાણા અને ગુજરાત સુધી તેની અસર જોવા મળશે. માટે ગુજરાતીઓને પણ ચેતવાની ખાસ જરૂર છે.

દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વિનાશ સર્જાયો

image source

વર્ષ 2013-2014માં પણ એક તીવ્ર ચક્રવાતી વાવાઝોડું આવ્યું હતું. તે ફેલિન અને હુદહુદ હતું. બંને વાવાઝોડાને કારણે ઓડિશા અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વિનાશ સર્જાયો હતો. વર્ષ 2020માં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ પણ પાછું આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે 30 સપ્ટેમ્બરના રોજ ચોમાસાએઉત્તર પશ્ચિમ ભારતને અલવિદા કહ્યું હતું.

ચોમાસું પરત ફરી શકે છે

image source

આગામી બેથી ત્રણ દિવસમાં ઉત્તર મધ્યપ્રદેશના ભાગો અને રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના ભાગોથી ચોમાસું ફરી શકે છે. જો કે, ચોમાસું મધ્ય ભારત અને પૂર્વી અને પૂર્વોત્તર રાજ્યોમાં પાછા આવવાની અપેક્ષા નથી, કારણ કે બંગાળની ખાડી પર નીચા દબાણનું ક્ષેત્રફળ રહે છે.

2019માં આવ્યું હતું મહા વાવાઝોડું

image source

6 અને 7 નવેમ્બર ગુજરાત દરિયા કિનારે વાવાઝોડું ટકરાયું હતું. ત્યારે વેરાવળ, ગીર સોમનાથ, પોરબંદર, જામનગર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મહા વાવાઝોડાની વ્યાપક અસર જોવા મળી હતી. 6 તારીખે સવારે પવનની ગતિ 60 થી 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો. તેમજ 7 તારીખે 70 થી 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. મહા વાવાઝોડુ દિવના દરિયામાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું હતું. મહા ડીપ ડિપ્રેશનમાં ફેરવાતા રાજ્યમાં ભારે વરસાદની આગાહી પણ કરાઈ હતી જે અંતર્ગત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તેમજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ખાબક્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ