વૃશ્ચિક રાશિના જાતકો માટે કેવું રહેશે આજથી શરુ થતું વર્ષ…

વૃશ્ચિક


આ રાશિના જાતકો માટે આ વર્ષ મળતાવડુ સાબિત થશે. જ્યાં એકબાજુ આર્થિક સ્તર પર તેમને લાભ થતો દેખાશે તો બીજી બાજુ સ્વાસ્થ્યને લઈને કેટલીક સમસ્યાઓનો સામનો પણ કરવો પડી શકે છે. પ્રેમ સંબંધ અને પરિણીતને પણ આ વર્ષ કાળજીથી રહેવું પડી શકે છે.

આર્થિક

image source

આ રાશિ માટે આ વર્ષ ખૂબ પૈસાની બાબતમાં સામાન્ય સિદ્ધ થશે. આ વર્ષ તમને જુદા-જુદા સ્તરથી ધનની પ્રાપ્તિ થશે. આવનારા સમય માટે તમે ખાસ યોજનાઓ બનાવી શકો છો. કોઈ નવો ધંધો શરૂ કરવા ઈચ્છો છો તો આ સમય શુભ છે. પણ નવા ધંધાનું ફળ તમને થોડા સમય પછી જ મળવુ શરૂ થશે. ક્યાક ફસાયેલું ધન કે કોઈને આપેલ ઉધાર રૂપિયાઆ વર્ષે તમને મળી શકે છે.

અભ્યાસ

image source

આ રાશિના વિદ્યાર્થીને વર્ષ માં વધુ મેહનત કરવી પડી શકે છે. આ વર્ષ વિદ્યાર્થીની યાદશક્તિ અને ધ્યાન અભ્યાસમાં લાગશે પણ તેમને ફળ મળવામાં મોડું થઈ શકે છે. શિક્ષકો તરફથી સમય-સમય પર સહયોગ મળશે. આ વર્ષ પ્રતિયોગી પરીક્ષામાં ભાગ લેનારા અને વિદેશ જવાના ઈચ્છુક વિદ્યાર્થીઓને વધુ મહેનત કરવી પડી શકે છે.

કારકિર્દી

image source

કાર્યક્ષેત્રમાં યુવાઓને નવી તક મળી શકે છે. કોઈ મોટા ઓફિસર કે બોસના સહયોગથી તમને લાભ થશે. ઓફિસ કે કાર્યસ્થળ પર સહયોગીઓ સાથે મનદુખ થઈ શકે છે કે પછી તેઓ બોસના કાન ભરી શકે છે. આ વસ્તુથી બચીને ચાલો.

કુટુંબ

image source

પારિવારિક સ્તર પર આ રાશિના જાતકે થોડુ સાવધાન રહેવાની જરૂર છે. વર્ષનું પ્રથમ છ માસિકમાં થૉડુ વધારે પરેશાન કરશે. ઘરમાં કોઈ સભ્યની તબીયત ખરાબ થઈ શકે છે. આ સિવાય ભાઈ-બંધુ સાથે ચાલતો આવનારો વિવાદ આ દરમ્યાન વધી શકે છે. બીજા સગાઓ સાથેના સંબંધ પણ ઉપર નીચે થતા રહેશે. આ વર્ષ ગેરસમજના કારણ તમારા પરસ્પર સંબંધ નબળા થતા દેખાશે. સાથી સાથે વાતચીત કરતા સમયે વાણી પર સંયમ રાખવો.

આરોગ્ય

image source

આ રાશિ માટે સ્વાસ્થ્ય પણ કાળજીને ચાલવાની તરફ ઈશારો કરી રહ્યો છે. આ વર્ષ મૌસમી રોગ અને લાઈફસ્ટાઈલ સાથે સંકળાયેલા લોકોએ રોગોથી બચીને રહેવાના પ્રયાસ કરવો. કાર્યની અધિકતાના કારણે માનસિક દબાણ થઈ શકે છે. જૂના રોગથી પરેશાન જાતકોએ આ વર્ષ સાવધાન રહેવાની જરૂર છે.

તમારા પ્રિયજન અને પરિવારજનોનું વાર્ષિક રાશિફળ જાણવા માટે જે તે રાશિના નામ પર ક્લિક કરો, મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ, મીન.

સૌજન્ય : પ્રીતેશ મહારાજ

જય શ્રીકૃષ્ણ દરરોજ સવારમાં તમારું રાશી ભવિષ્ય વાંચો ફક્ત આપણા પેજ પર, આપનો દિવસ શુભ રહે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ ! અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

– તમારો જેંતીલાલ