કન્યા રાશિના જાતકો માટે કેવું રહેશે આજથી શરુ થતું વર્ષ…

કન્યા

આ રાશિના જાતકોએ પોતાની આર્થિક સ્થિતિને સારી કરવા માટે તમારે કઠોર પરિશ્રમ કરવુ પડી શકે છે. ધન સંબંધી કોઈ પણ નિર્ણય લેતા પહેલા અનેકવાર વિચારો. બ્રેકઅપ વગર કોઈ એવુ પગલુ ન ઉઠાવો જેનાથી તક આવતા તમને પૈસાની સમસ્યા થાય. આ આખા વર્ષ તમને પૈસા મામલે સાવધાની રાખવી પડશે નહી તો કોઈની પાસેથી પૈસા ઉધાર લેવા પડી શકે છે.

આર્થિક

image source

આ વર્ષના શરૂઆતના મહિનામાં થોડા પ્રયત્નો કરીને તમારા ખર્ચ પર કાબૂ રાખો અને સમજ્યા વગર કંઈ પણ રોકાન ન કરશો. જો કે વર્ષના બીજા ભાગમાં પરેશાનીઓ ખતમ થતી જોવા મળશે. ક્યાકથી રોકાયેલુ ધન પરત મળી શકે છે. શેયર માર્કેટ, નવી પ્રોપર્ટી કે નવો બિઝનેસ શરૂ કરવો હોય તો આ અંગેની બધી તપાસ કરીને જ આગળ વધો.

અભ્યાસ

image source

શિક્ષણના હિસાબથી આ વર્ષ રાશિના જાતક માટે લાભદાયક સિદ્ધ થશે. જો કે પ્રતિયોગી પરીક્ષાઓ અને વિદેશમાં અભ્યાસ કરવાનું સપનું જોનારા વિદ્યાર્થીઓને આ વર્ષે થોડી વધુ મહેનત કરવી પડી શકે છે. પણ આ સમયે કરવામાં આવેલ મહેનતનુ ફળ આવનારા સમયમાં મીઠુ સાબિત થશે. વર્ષના બીજા પૂર્વાધમાં વિદ્યાર્થીઓને તેમની મહેનતનુ યોગ્ય ફળ મળતુ દેખાશે. લાંબા સમયથી જો કોઈ મોટી સંસ્થામાંથી શિક્ષણ પ્રાપ્ત કરવાનુ સપનુ જોઈ રહ્યા છો તો તમારુ આ સપનુ પુરૂ થઈ શકે છે. અહી આ વાત ધ્યાન રાખો કે જો તમારો કંટ્રોલ તમારા મન પર છે તો બધુ તમારા નિયંત્રણમાં રહી શકે છે. મન પર કાબૂ રાખો સફળતા જરૂર તમને મળશે.

કારકિર્દી

image source

કેરિયરની રાહમાં આ વર્ષે ઉતાર-ચઢાવનુ વાતાવરણ રહેશે. તમારુ પ્રમોશન તો થશે પણ ટ્રાંસફરની પણ શક્યતા છે. કોઈપણ પ્રકારના અનૈતિક કે ગેરકાયદેસર કાર્યથી દૂર રહો નહી તો ખૂબ પરેશાનીનો સામનો કરવો પડી શકે છે

કુટુંબ

image source

આ રાશિના જાતકોને પારિવારિક સ્તર પર વધુ સમસ્યાઓનો સામનો નહી કરવો પડે. ઘણી બધી વસ્તુ સામાન્ય રહેશે. આ વર્ષ બની શકે છે કે ઘર પર કોઈ ધાર્મિક કાર્યક્રમનુ આયોજન હોય. જો કે વર્ષના મધ્યમાં ભાઈ-બંધુઓ સાથે કોઈ પ્રકારનો વિવાદ કરવાથી બચો. આ સમય સંતાન અને જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને બેદરકારી ન કરો. ટિપ્સ – દાંપત્યજીવનમાં સુખ માટે જરૂરી છે કે પતિ-પત્ની એક બીજાની ભાવનાઓનું સન્માન કરે. પ્રેમ અને સંબંધો જો કે જો જીવનમાં બધુ સારુ ચાલી રહ્યુ છે તો તેનો મતલબ એ નથી કે આપણે સંબંધોનુ મહત્વ ભૂલી જઈએ. તેને બદલે આવા સમયે તો સંબંધોને વધુ મહત્વ આપવુ જોઈએ અને જીવનસાથી કે પ્રેમી સાથે ખુશીઓ વહેંચવી જોઈએ. આ રાશિના જાતકોનું આ વર્ષે વૈવાહિક જીવન ખૂબ જ ખુશીઓથી ભરેલુ વીતશે. વર્ષના અંતમાં જીવનસાથીને એવુ લાગી શકે છે કે તમારી પાસે તેમને માટે સમય નથી. તેનો નિપટારો કરવા માટે ખાલી સમયમાં જીવનસાથી માટે કંઈક રોમાંટિક કરવાનો પ્રયાસ કરો. એક ગિફ્ટ કે સારો લંચ-ડિનર સંબંધોમાં તાજગી લાવી શકે છે. અવિવાહિત લોકો માટે સારા સંબંધો આવવા અને વિવાહ થવાની શક્યતા છે. આ વર્ષે લાલ રંગ તમારે માટે ખૂબ શુભ સાબિત થશે.

આરોગ્ય

image source

આ વર્ષે રાશિના જાતકોને લાઈફસ્ટાઈલ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. તેથી જેટલુ બની શકે યોગ્ય જીવનશૈલી અપનાવવા પર જોર આપવુ જોઈએ. આ વર્ષે તમારા પર માનસિક દબાણ વધુ હશે જેને કારણે તમે માથાનો દુખાવો, તણાવ, અનિદ્રા વગેરેના શિકાર થઈ શકો છો. જેનાથી બચવા માટે સવારે વૉક, યોગા વગેરેનો અભ્યાસ કરવો લાભદાયક થશે. મોસમી બીમારીઓને ઓછી આંકવી તમારે માટે હાનિકારક સિદ્ધ થઈ શકે છે

તમારા પ્રિયજન અને પરિવારજનોનું વાર્ષિક રાશિફળ જાણવા માટે જે તે રાશિના નામ પર ક્લિક કરો, મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ, મીન.
સૌજન્ય : પ્રીતેશ મહારાજ

જય શ્રીકૃષ્ણ દરરોજ સવારમાં તમારું રાશી ભવિષ્ય વાંચો ફક્ત આપણા પેજ પર, આપનો દિવસ શુભ રહે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ ! અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

– તમારો જેંતીલાલ