ગુજરાતના આ ગામમાં નથી એક પણ કોરોનાનો કેસ, ગામને દર ત્રણ દિવસે કરે છે સેનેટાઈઝ, જાણો આ ગામ વિશે વધુમાં…

રાજ્યમાં કોરોનાની બીજી લહેર રીતસર કહેર વર્તાવી રહી છે. જ્યાં જુઓ ત્યાં કોરોનાના કેસમાં સતત થતો વધારો, દર્દીના ટપોટપ થતા મોત, બેડની અછત, ઈન્જેકશનની અછત જ જોવા મળી રહી છે. આ વખતે કોરોનાનું સંક્રમણ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યું છે. એકવાર કોરોના સંક્રમિત થયા બાદ દર્દીના જીવ પર સતત જોખમ તોળાતું રહે છે. તેવામાં જો તમને કોઈ કહે કે એક ગામ એવું છે કે જ્યાં કોરોનાનો એક પણ કેસ આ ભયંકર રીતે ફેલાતા કોરોના વચ્ચે પણ નથી તો ?

image source

આ વાત તમને અશક્ય લાગશે પરંતુ ખરેખર એક ગામ એવું છે જ્યાં કોરોનાનો એક પણ કેસ નથી. આ ગામ આવેલું છે સુરેન્દ્રનગર જિલ્લામાં. અહીં કોરોનાની બીજી લહેરની શરુઆત હતી ત્યારે એક કેસ નોંધાયો હતો. અહીં અમદાવાદથી આવેલા એક વ્યક્તિને કોરોના થયો હતો. ત્યારબાદ ગામ લોકોએ એવી જાગૃતિ દાખવી કે આ ગામમાં હજુ સુધી કોરોના ઘુસી શક્યો નથી.

image source

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકામાં આવેલું છે સુલતાનપુર ગામ. અહીં ગામ લોકોની સમજ અને જાગૃતિના કારણે કોરોના માટે નો એન્ટ્રી છે. રાજ્યભરમાં કોરોના ભયંકર રીતે ફેલાઈ રહ્યો છે પરંતુ અહીં તેની અસર પણ નથી તેવામાં આ ગામ ધ્રાંગધ્રા અને અન્ય શહેરો માટે ઉદાહરણરુપ બન્યું છે. પેલી કહેવત છે ને કે ભણ્યા નથી પણ ગણ્યા છે તેમ અહીં ઓછા શિક્ષિત લોકો વધારે વસતા હોવા છતાં તેમણે કોરોનાને હંફાવી દીધો છે.

image source

સુલતાનપુર ધ્રાંગધ્રા તાલુકાનું છેવાડાનું ગામ છે. આ ગામ બાદ કચ્છનું નાનુ રણ શરુ થાય છે. અહીંના મોટા ભાગના લોકો મીઠું પકવવાના કામ કરી પેટીયું રળે છે. જ્યારે કોરોના વકર્યો ત્યારથી અહીં લોકોએ સ્વૈચ્છિક લોકડાઉનનું પાલન શરુ કરી દીધું. ખાસ વાત એ છે કે કોરોનાનો એક પણ કેસ ન હોવા છતાં લોકો તકેદારી રાખવા પ્રત્યે ગંભીર છે અને સરપંચ, તલાટી મંત્રી સહિતના હોદ્દેદારો ગામને દર ત્રણ દિવસે સેનિટાઈઝ પણ કરે છે.

image source

કોરોનાનો જો કોઈ કેસ નોંધાયા તો… આ વાતને ધ્યાનમાં રાખી અહીં ગામની પ્રાથમિક શાળામાં એક આસોલેશન વોર્ડ પણ તૈયાર રાખવામાં આવ્યો છે. પરંતુ તેનો ઉપયોગ કરવો પડતો નથી. કારણ કે અહીં નાના બાળકથી માંડી વૃદ્ધો સુધીના તમામ લોકો કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરે છે. આ ગામની વસ્તી 4 હજાર જેટલી છે. મોટાભાગના લોકો અહીં અગરિયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!