મકર રાશિના જાતકો માટે કેવું રહેશે આજથી શરુ થતું વર્ષ…

મકર


આ રાશિફળ મુજબ જાતક આ વર્ષે રોલર કોસ્ટર રાઈડ માટે તૈયાર રહે. જ્યા વર્ષનો પ્રથમ ભાગ ખૂબ સામાન્ય વીતશે તો બીજી બાજુ વર્ષના મધ્યથી અંત સુધી ભાગ્ય પૂર્ણ રૂપે સહયોગ આપી શકે છે. કોઈ સકારાત્મક ફેરફાર માટે આ વર્ષ ખૂબ સારુ છે.

આર્થિક

image source

ધન વેપાર સંબંધિત કોઈ મોટો નિર્ણય કરવો હોય તો વર્ષના અંતમાં કરો વધુ ફાયદો થશે. આ વર્ષે તમારુ ધ્યાન બચત કરવા તરફ વધુ રહેશે. આ તમારે માટે લાભદાયક જ સિદ્ધ થશે. ફાલતુખર્ચ બિલકુલ ન કરશો. વેપારીઓને કોઈ મોટુ રોકાણ કરતા પહેલા સારી રીતે સમજી વિચારી લેવુ જોઈએ. નવો બિઝનેસ કરવા માંગો છો તો સમય અનુકૂળ છે. આવકના અન્ય માર્ગ ખુલશે. કોઈને આપેલ કર્જ પરત મળશે. પ્રોપર્ટી કે કોઈ અન્ય ધન સંબંધી વિવાદનો પણ નિપટારો થશે. આ સમયે પૈસા કમાવવા માટે તમારે ખૂબ મહેનત કરવી પડશે. જેટલી મહેનત કરશો તમને તેટલુ વધારે ફળ મળશે. વર્ષના અંતમાં તમને ખૂબ સફળતા અને આવકની પ્રાપ્તિ થઈ શકે છે.

અભ્યાસ

image source

આ રાશિના વિદ્યાર્થીઓને વર્ષની શરૂઆતમાં ખૂબ મહેનત કરવી પડશે. પણ વર્ષના બીજા છમાસિકમાં બધુ ઠીક થતુ દેખાશે. વર્ષની શરૂઆતમાઅં જે મહેનત કરી હશે તેનુ ફળ અંતમાં જરૂર મળશે. તેથી મહેનત કરવાનુ બિલકુલ છોડશો નહી. ઉચ્ચ શિક્ષા કે પ્રતિયોગી પરિક્ષાઓની તૈયારી કરનારા વિદ્યાર્થીઓને આ વર્ષે જરૂર સફળતા મળશે. બધુ મળીને વિદ્યાર્થીઓ માટે આ વર્ષ ખૂબ શુભ રહેશે.

કારકિર્દી

image source

તમારી બધી આશાઓ એવી ને એવી જ રહી જશે. બીજી બાજુ રાહુની દશાથી જાતકોને પ્રમોશન મળવાની આશા છે. કેરિયરમાં મંઝિલ સુધી પહોંચવા માટે ખુદ પર વિશ્વાસ રાખો. તમને પડકાર મળી શકે છે. નોકરી અને બિઝનેસ બંને જાતકોને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે

કુટુંબ

image source

આ રાશિના જાતકો માટે વર્ષ ખૂબ સંતોષજનક રહેશે. પરિવારમાં કોઈ નવા સભ્યનું આગમન થઈ શકે છે. પરિવારની સાથે પિકનિક કે ક્યાક બહાર ફરવાનો પ્લાન બની શકે છે. ઘરમાં કોઈ ધાર્મિક કાર્યક્રમનુ આયોજન થવાની શક્યતા છે. પરિવારના લોકો સાથે સંબંધો મધુર બનશે. માતા-પિતા અને જીવનસાથીનો સમય સમય પર સાથ મળશે. પ્રોપર્ટી સાથે જોડાયેલ કોઈ વિવાદ ઉકેલવાથી મન શાંત અને ખુશમય રહેશે. જો પ્રેમમા પૈસો વચ્ચે આવે તો આવા સંબંધોને વધુ સમય સુધી જાળવી શકાતા નથી.

આરોગ્ય

image source

આ રાશિના જાતકોને આખુ વર્ષ સ્વાસ્થ્ય પ્રત્યે સાવધ રહેવુ પડશે. જો કે આ વર્ષે કોઈ મોટી બીમારી થવાની શક્યતા ન જેવી છે. પણ મોસમી બીમારીઓને કારણે ધનનુ નુકશાન થઈ શકે છે. વર્ષના અંતમાં કોઈ જૂની બીમારીથી છુટકારો મળી શકે છે. સ્વસ્થ જીવનશૈલી અપનાવીને તમે આ વર્ષે થનારી અનેક સમસ્યાઓથી બચી શકો છો.

તમારા પ્રિયજન અને પરિવારજનોનું વાર્ષિક રાશિફળ જાણવા માટે જે તે રાશિના નામ પર ક્લિક કરો, મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ, મીન.
સૌજન્ય : પ્રીતેશ મહારાજ

જય શ્રીકૃષ્ણ દરરોજ સવારમાં તમારું રાશી ભવિષ્ય વાંચો ફક્ત આપણા પેજ પર, આપનો દિવસ શુભ રહે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ ! અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

– તમારો જેંતીલાલ