મીન રાશિના જાતકો માટે કેવું રહેશે આજથી શરુ થતું વર્ષ…

મીન


રાશિના જાતકોને ધન સંબંધી મામલાનો તમને ફાયદો થશે. આ વર્ષે જો કોઈ નવી જોબ કે કામ શરૂ કરવાનુ છે તો સારુ થઈ શકે છે. ભાગ્ય તમારી સાથે છે. આ વર્ષે તમારો ઉત્સાહ અને તમારુ મનોબળ સાતમા આસમાન પર રહેશે.

આર્થિક

image source

વાર્ષિક રાશિફળના મુજબ આ વર્ષે તમને ધન કમાવવાની અનેક તક મળશે. આ વર્ષે જેટલુ તમે કમાવશો એટલુ જ તમે ખર્ચ પણ કરશો. જો તમે આ સમયે ધન બચાવ પર જોર આપ્યુ તો આવનારો મુશ્કેલ સમયમાં પણ તમને વધુ પરેશાન નહી થવુ પડે. ક્યાકથી રોકયેલુ ધન પ્રાપ્ત થશે. ધન રોકાણ સંબંધિત કોઈ કાર્યને કરતા પહેલા તમારા વડીલો સાથે આ વાત પર સારી રીતે ચર્ચા કરી લો. મોટાના વિચાર તમને યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરશે.

અભ્યાસ

image source

વિદ્યાર્થીઓ માટે વર્ષ સંતોષજનક રહેશે. પરિક્ષાઓમાં આશા મુજબ અંક અને સફળતા પ્રાપ્ત થતી દેખાય રહી છે. લગનથી કરવામાં આવેલ મહેનતનુ આ વર્ષે જરૂર ફળ મળશે. તેથી ખૂબ મહેનતથી અભ્યસ કરો. અભ્યાસ સમય ગણેશજીનુ ધ્યાન કરવાથી મનની એકાગ્રતા વધે છે. જે વિદ્યાર્થી પ્રતિયોગે પરીઆઓની તૈયારી કરી રહ્યા છે. તેમને આ વર્ષે થોડી મહેનત કરવી પડી શકે છે. જેનુ ફળ થોડા સમય પછી જ મળશે.

કારકિર્દી

image source

કાર્યક્ષેત્રમાં યુવાઓને નવી તક મળી શકે છે. કોઈ મોટા ઓફિસર કે બોસના સહયોગથી તમને લાભ થશે. ઓફિસ કે કાર્યસ્થળ પર સહયોગીઓ સાથે મનદુખ થઈ શકે છે કે પછી તેઓ બોસના કાન ભરી શકે છે. આ વસ્તુથી બચીને ચાલો.

કુટુંબ

image source

પારિવારિક જીવનમાં પણ બધુ સામાન્ય રહેશે. પરિવાર સાથે સમય વિતાવવાની પૂર્ણ તક મળશે. પણ વર્ષના મધ્યમાં દાંપત્યજીવનમાં કેટલીક અનબન થઈ શકે છે. ભાઈ-બંધુઓ અને પિતા સાથે સંબંધ મધુર બનશે. જીવનસાથી તરફથી કોઈ ગિફ્ટ મળી શકે છે. પણ વર્ષના મધ્યમાં મનદુખ પણ શક્ય છે. તેનાથી બચવા માટે વાણી પર સંયમ રાખો અને ખરાબ સમયમાં પોતાના સાથીનો સાથ આપો. વાતચીત કરતી વખતે સામેવાળાની વાત પણ સાંભળો.

આરોગ્ય

image source

સ્વાસ્થ્યની વાત કરીએ તો આ વર્ષે સાવધાની હટી દુર્ઘટના ઘટીની કહેવાતને તમારે યાદ રાખવી પડશે. વર્ષના પ્રથમ ભાગમાં સમસ્યા વધુ ઘેરી શકે છે. બેશક આ વર્ષે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ ઓછી થાય પણ તમારી નાનકડી ભૂલ તમને પરેશાનીમાં નાખી શકે છે. મોસમી બીમારીઓ, પેટની સમસ્યા, તણાવ વગેરેથી પરેશાન થઈ શકો છો. પણ વર્ષનો અંતિમ ભાગ તમારે માટે ખૂબ લાભકારી સાબિત થશે. આ સમયે તમને તમારી પરેશાનીઓનો અંત થતો દેખાશે. સ્વસ્થ જીવનશૈલી અપનાવવાની કોશિશ કરો.

તમારા પ્રિયજન અને પરિવારજનોનું વાર્ષિક રાશિફળ જાણવા માટે જે તે રાશિના નામ પર ક્લિક કરો, મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ, મીન.
સૌજન્ય : પ્રીતેશ મહારાજ

જય શ્રીકૃષ્ણ દરરોજ સવારમાં તમારું રાશી ભવિષ્ય વાંચો ફક્ત આપણા પેજ પર, આપનો દિવસ શુભ રહે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ ! અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

– તમારો જેંતીલાલ