ધન રાશિના જાતકો માટે કેવું રહેશે આજથી શરુ થતું વર્ષ…

ધન


રાશિના જાતકોના ધીરજની પરિક્ષા રહેશે. વર્ષની શરૂઆતથી લઈને અંતિમ મહિના સુધી ખૂબ મહેનત કરવી પડશે. પણ તેનુ ફળ અંતમાં જરૂર મળશે.

આર્થિક

image source

આ વર્ષે પૈસાને લઈને તમને ખૂબ જ ઓછી સમસ્યા થઈ શકે છે. પણ પૈસા કમાવવા માટે તમને વધુ મહેનત જરૂર કરવી પડી શકે છે. વર્ષના મધ્યમાં પૈસો અને માન-સન્માનમાં વૃદ્ધિ થશે. આ વર્ષ ભવિષ્ય માટે આર્થિક યોજનાઓ બનાવવા માટે સારુ છે. આ વર્ષે તમે આરામથી પૈસા બચાવી શકો છો. વર્ષની બીજી ત્રિમાસિકમાં જો કોઈ વસ્તુને વેચવાનુ મન બનાવી રહ્યા છો તો સમય યોગ્ય છે. વર્ષના અંતમાં કોઈ નવી પ્રોપર્ટીને ખરીદવાનુ મન પણ બનાવી શકો છો. વેપાર સાથે જોડાયેલા લોકોએ પોતાના કામમાં મોડુ ન કરવુ જોઈએ. તમારા દ્વારા કરવામાં આવેલ મોડુ બજારમાં તમારી ઈમેજ ખરાબ કરી શકે છે. આ વર્ષે તમારા પર બિઝનેસનુ પ્રેશર હોઈ શકે છે. પણ તેને તમારા અનુભવથી પાર પાડો.

અભ્યાસ

image source

બોર્ડ કે પ્રતિયોગી પરીક્ષાઓની તૈયારી કરનારા આ રાશિના વિદ્યાર્થીઓને આ વર્ષે ખૂબ મહેનત કરવી પડશે ત્યારે સારુ પરિણામ મેળવી શકશો. મનને એકાગ્ર કરવામાં થોડી સમસ્યા થઈ શકે છે. તેથી નાનુ લક્ષ્ય મુકો અને તેને પ્રાપ્ત કરવાની કોશિશ કરો. ઉચ્ચ શિક્ષા કે વિદેશ જનારા વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ છે.

કારકિર્દી

image source

કાર્યસ્થળ પર જાતકોએ ખૂબ સતર્ક રહેવાની જરૂર છે. કાર્યની અધિકતાને કારણે તમને મોડા સુધી મહેનત કરવી પડી શકે છે. જ્યા સુધી કોઈ નવી જોબ નથી મળતી તમારી વર્તમાન જોબને છોડશો નહી.. નહી તો જૉબ મેળવવા અને ત્યા સેટલ થવામાં સમસ્યા ઉભી થશે. જો તમે તમારા કામના આ પ્રેશરને સારી રીતે હેંડલ કર્યુ તો તમારા સીનિયર્સ તમારા ખૂબ વખાણ કરશે.

કુટુંબ

image source

આ વર્ષે પારિવારિક સ્તર પર થોડી પરેશાની જોવા મળી રહી છે. પરિજનો સાથે સંબંધોમાં ખટાશ આવવાની શક્યતા છે. તેનાથી બચવા માટે જમીન વિવાદ કે કોઈ અન્ય મુદ્દા પર વાત કરતી વખતે સમય તમારા ગુસ્સા પર કાબૂ રાખો. જો કોઈ તમારી સાથે ગુસ્સાથી વાત કરી રહ્યુ છે તો તેના પર એ જ રીતે રિએક્ટ કરવાથી વાત બગડી શકે છે. તમારુ ધૈર્ય અને સંયમ બનાવી રાખો. સંતાન પક્ષના અભ્યાસને લઈને મનમાં અનેક વિચાર આવશે. શરૂઆતના મહિનામાં વૈવાહિક જીવનમાં ખૂબ ઉથલ પાથલ થશે. જો કે વર્ષના મધ્યમાં વસ્તુઓ શાંત થતી જોવા મળશે અને દાંપત્ય જીવનમાં ખુશીઓ ફરીથી આવશે. પ્રેમ અને સંબંધો કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે.

આરોગ્ય

image source

સ્વાસ્થ્યને લઈને આ વર્ષે બેફ્રિક્ર રહી શકો છો. આ વર્ષે તમારી શારીરિક સમસ્યાઓ ખતમ થશે. જો કે એ માટે તમને ખૂબ મહેનત કરવી પડશે. તમારા પોતાનુ સ્વાસ્થ્ય ખૂબ સારુ રહેશે પણ પરિવારના સ્વાસ્થ્યને લઈને થોડી સમસ્યા થઈ શકે છે. વડીલોના સ્વાસ્થ્યનો વિશેષ ખ્યાલ રાખવો પડશે. ઋતુ બદલતા કે પેટ સંબંધિત બીમારીઓ થઈ શકે છે

તમારા પ્રિયજન અને પરિવારજનોનું વાર્ષિક રાશિફળ જાણવા માટે જે તે રાશિના નામ પર ક્લિક કરો, મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ, મીન.
સૌજન્ય : પ્રીતેશ મહારાજ

જય શ્રીકૃષ્ણ દરરોજ સવારમાં તમારું રાશી ભવિષ્ય વાંચો ફક્ત આપણા પેજ પર, આપનો દિવસ શુભ રહે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ ! અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

– તમારો જેંતીલાલ