મેષ રાશિના જાતકો માટે કેવું રહેશે આજથી શરુ થતું વર્ષ…

મેષ

આ રાશિના જાતકો માટે વર્ષ ખૂબ જ શાનદાર સાબિત થઈ શકે છે. જો ગ્રહોની ચાલ અને પૂર્વમાં કરવામાં આવેલી મેહનત સાથે મેળવી લેવામાં આવે તો આ વર્ષે તમારા જીવન માટે ખૂબ યાદગાર સાબિત થઈ શકે છે. પોતાના ખરાબ સમયમાંથી થોડુ શીખી લો અને આવનારા સમયમાં જૂની ભૂલો ફરી ન કરો.

આર્થિક

image source

ધનના મામલે વર્ષ ખૂબ ભાગ્યશાળી સાબિત થશે. આ વર્ષે નવા પ્રોજેક્ટ કે નવી જોબ મળી શકે છે. પોતાની કાબેલિયત અને જ્ઞાનના કારણે આ વર્ષે તમારી આવકના સ્ત્રોતોમાં વધારો થઈ શકે છે. પ્રોપર્ટી કે શેર બજારમાં રોકાણ કરવુ લાભદાયક સાબિત થઈ શકે છે. પણ સારી રીતે સમજી વિચારીને જોઈને જ કશુ કરો.

કારકિર્દી

image source

આ વર્ષે બિઝનેસ સાથે જોડાયેલા લોકોને પરોક્ષ રીતે લાભ મળવાની શક્યતા છે. પાર્ટનર અને સહયોગીઓ પર પણ ધ્યાન રાખવાની જરૂર છે. સફળતાના ખુમારમાં અસાવધ રહેવુ ખૂબ ભારે પડી શકે છે. વર્ષના મધ્યમાં ધન-વેપારના મામલે થોડી સમસ્યા આવી શકે છે. આ દરમિયાન મનને સ્થિર રાખો. વર્ષના અંત સુધી બધી પરેશાનીઓનો ઉકેલ આપમેળે જ થઈ જશે. ટિપ્સ કોઈની પાસેથી લોન લેવી કે કર્જ લેવા પર વિચાર ન કરો. કર્જ લેવાથી પરેશાની થઈ શકે છે.

અભ્યાસ

image source

શિક્ષા અને કેરિયર મુજબ વિદ્યાર્થીઓને ખૂબ મહેનત કરવી પડશે. જો કે આ સમયે કરવામાં આવેલ મહેનતનુ ફળ પણ જરૂર મળશે. વર્ષના પ્રથમ છ મહિનામાં વધુથી વધુ સમય અભ્યાસ પર લગાવો. પ્રેમ પ્રસંગો અને મસ્તી વગેરેથી દૂર રહેવામાં જ ભલાઈ છે. વર્ષના અંતિમ મહિનામાં તમારી ખુદની બધી સમસ્યાઓનો અંત થતો દેખાશે. આ સમયે જે વિદ્યાર્થી ઉચ્ચ અભ્યાસ માટે આવેદન કરવા માંગે છે તેને જરૂર સફળતા મળશે. કેરિયરની દિશામાં પણ આ વર્ષ ખૂબ જ સામાન્ય સાબિત થશે. તમારા કામથી તમારા સીનિયર્સ તો ખુશ થશે પણ સહકર્મચારી તમારી નાની નાની ભૂલોને પણ તેમની સામે મોટી કરીને રજુ કરશે જેનાથી તમને નુકશાન થઈ શકે છે. કાર્યસ્થળ પર કોઈને પણ તમારી કમજોરીઓ વિશે ન બતાવશો. નહી તો સમય આવતા તે તેનો તમારા વિરુદ્ધ પ્રયોગ કરી શકે છે. નવી નોકરીની તક મળી શકે છે.

કુટુંબ

image source

પરિવાર મુજબ પારિવારિક સ્તર પર આ વર્ષે તમને ખુશીઓ મળશે. ઘર પરિવારમાં બધા તમારો સાથ આપતા જોવા મળશે. ઘરના લોકો સાથે વધુમાં વધુ સમય વિતાવવાની તક મળશે. વર્ષના મધ્યમાં પારિવારિક સ્તર પર કેટલીક સમસ્યાઓ થઈ શકે છે માતા-પિતા કે બાળકોના સ્વાસ્થ્યને લઈને તમે પરેશાન થઈ શકો છો. પણ વર્ષના અંતમાં આ સમસ્યાઓ તમને દૂર થતી દેખાશે. આ વર્ષે ઘરમાં કોઈ નવા સભ્યની એંટ્રી થઈ શકે છે. સંતાન સુખની પ્રાપ્તિ પણ થઈ શકે છે. સાથે જ ઘરમાં વાહન કે કોઈ નવી વસ્તુને લેવાથી તમને ખુશી થઈ શકે છે. ગેરસમજ પરથી પડદો હટશે અને એકવાર ફરી તમે તમારા સંબંધોને એક નવા આયામ સુધી લઈ જવાની દિશામાં અગ્રેસર રહેશો. જે લોકો લગ્ન માટે જીવનસાથીની શોધ કરી રહ્યા છે તેમની શોધ પુર્ણ થઈ શકે છે.

આરોગ્ય

image source

આ રાશિના જાતકોને ઘણો શારીરિક પરિશ્રમ કરવો પડી શકે છે. આ કારણે તેમને કંઈક બીમારીઓથી પણ સાવધ રહેવાની જરૂર છે. થાક, અનિદ્રા, તનાવ વગેરેને કારણે પરેશાની થઈ શકે છે. તેનાથી બચીને રહો. યોગા અને હળવુ સંગીત સાંભળવાથી મનને ખૂબ આરામ મળે છે. કોઈ લાંબી બીમારીને કારણે આ વર્ષે પણ તમને પરેશાન રહેવુ પડી શકે છે. પણ સમય સમય પર તમે ડોક્ટરની સલાહ લઈને આ પરેશાનીથી બચી શકો છો. આ વર્ષે વાહન ચલાવતા અને રસ્તો પાર કરતા વિશેષ સાવધાની રાખો

તમારા પ્રિયજન અને પરિવારજનોનું વાર્ષિક રાશિફળ જાણવા માટે જે તે રાશિના નામ પર ક્લિક કરો, મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ, મીન.
સૌજન્ય : પ્રીતેશ મહારાજ

જય શ્રીકૃષ્ણ દરરોજ સવારમાં તમારું રાશી ભવિષ્ય વાંચો ફક્ત આપણા પેજ પર, આપનો દિવસ શુભ રહે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ ! અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

– તમારો જેંતીલાલ