તમે જોયા કે નહીં? આ વર્ષે નવા કોણ હીરો – હીરોઈન આવવાના છે ફિલ્મી પડદે? ફેમસ કલાકારના સંતાન છે તેઓ…

બોલીવુડમાં નવા આવનારા ચહેરાઓને જોવાની બધાંને ઇચ્છા હોય છે. વર્ષને અંતે કોને બેસ્ટ ડેબ્યુ એવોર્ડ મેળવશે એ પણ જોવાનું હંમેશાં આનંદદાયક રહેતું હોય છે. તેમાંય ખાસ કરીને જો તેઓ આપણા કોઈ પ્રિય સેલિબ્રિટીઝનાં બાળકો હોય. ગયા વર્ષ ૨૦૧૮માં, જાહ્નવી કપૂર, ઇશાન ખટ્ટર અને સારા અલી ખાને સાબિત કર્યું કે તેઓ તેમના માતાપિતા કરતા સહેજ પણ ઓછા નથી અને તેઓ તેમના પોતાના નિયમો અને શરતો પર કામ કરીને સારા અભિનેતા પુરવાર થશે. આ વર્ષે પણ, આ ફિલ્મ ઇન્ડ્સ્ટ્રીમાં ખળભળાટ મચાવી દે તેવા અભિનેતાઓ અને અભિનેત્રીઓ રજૂ કરશે. અમે આશા રાખીએ છીએ કે આ સેલિબ્રિટી કિડ્સ, તેમના માતાપિતા જેવા જ સ્પેશિયલ સાબિત થાય…

અનન્યા પાન્ડે

કરન જોહરની ફિલ્મ ‘સ્ટૂડન્ટ ઓફ ધ યર – ૨’ કે જે એક સિક્વલ હશે, તેમાં આ નવો ચહેરો પહેલી વખત ફિલ્મી પડદે દેખાશે. આ આશાસ્પદ અને તેજસ્વી યુવતી તેના પિતા ચંકી પાન્ડેના પગલે ચાલીને સ્વપ્ન નગરી સબોલીવૂડના પગથિયાં ચડવા આવી રહી છે. જેમાં જેકી શ્રોફનો હેન્ડસમ દીકરો ટાઈગર શ્રોફ તેની સામે મુખ્ય ભૂમિકામાં દેખાશે. આ ફિલ્મ મે ૨૦૧૯ સુધીમાં રિલિઝ થવા જઈ રહી છે.

ઇસાબેલે કૈફ

Dreaming New Dreams @helenanthonyofficial

A post shared by Isabelle Kaif (@isakaif) on

કેટરિના કૈફની બહેન, ઇસાબેલે ‘ટાઈમ ટૂ ડાન્સ’ ફિલ્મમાંથી બોલીવૂડમાં પદાર્પણ કરશે. આ ફિલ્મમાં તેની સામે છે સૂરજ પંચોલી. ઇસાબેલે એક બોલરૂમ ડાન્સર તરીકેનું પાત્ર ભજવી રહી છે જ્યારે સૂરજ એક સ્ટ્રીટ પોયેટ છે. ઇસાબેલે પહેલાં એક કેનેડિયન ડો. કેબ્બે નામની ફિલ્મમાં કામ કરી ચૂકી છે. અને હવે બહેનના રસ્તે બોલીવૂડમાં પણ દેખાશે.

આહાન શેટ્ટી

તેના પિતા સુનિલ શેટ્ટી અને બહેન આથીયાની જેમ, આહન શેટ્ટી બૉલીવૂડ ફિલ્મ ઉદ્યોગમાં કામ કરવા માટે તૈયાર છે. ફિલ્મ નિર્માતા સાજિદ નડિયાદવાલાએ એકલુગુ ફિલ્મ, આરએક્સ 100 ના વિતરણ અધિકારો ખરીદ્યા છે અને તેમાં આહાન શેટ્ટીને મુખ્ય લીડ તરીકે રજૂ કરવાનો ઇરાદો છે. આપણે આ યુવા ચહેરાને ફિલ્મી પડદે જોવાની રાહ જોવી રહી.

કરન દેઓલ

દેઓલ પરિવારની ત્રીજી પેઢી ફિલ્મી પડદે આ વર્ષે આવવાની તૈયારી કરી રહી છે. જી હા, સની દેઓલનો દીકરો કરન દેઓલ પહેલી ફિલ્મ ‘પલ પલ દીલ કે પાસ’માં દેખાવવા જઈ રહ્યો છે. અગાઉ આ ફિલ્મ ૨૦૧૮ના અંત સુધી આવવાની હતી પરંતુ હવે તે ૨૦૧૯ના મધ્યમાં આવશે એવું લાગે છે. આ ફિલ્મમાં દીકરાને લોન્ચ કરવા દાદા ધર્મેન્દ્ર બન્યા છે પ્રોડ્યુસર અને પિતા સની દેઓલ કરશે ફિલ્મનું ડિરેક્શન…

તારા સુતરિયા

આ નવો ચહેરો ટાઈગર શ્રોફ અને અનન્યા સાથે ત્રીજી અભિનેત્રી તરીકે કરન જોહરની સ્ટૂડન્ટ ઓફ ધ યર – ૨માં ડેબ્યુ કરશે. એ અગાય ડિસ્ઝની સિરિઝમાં અભિનયના પરચા બતાવી ચૂકી છે જે એક સારી ઓપેરા સિંગર છે અને બેલે ડાન્સર પણ છે.

મોહિત રૈના

આ અભિનેતાએ આવતાંવેંત લોકોના દીલમાં જગ્યા કરી લીધી છે. તેણે તાજેતરમાં ‘ઉરી’ ફિલ્મમાં દેખાયો હતો અને દર્શકોએ તેને ખૂબ પસંદ પણ કર્યો છે. આ ટેલિવિઝન અભિનેતાને અગાઉ પણ ઘણી ફિલ્મોમાં કામ કરવાની ઓફર મળી ચૂકી હતી પરંતુ તેણે દેશભક્તિ અને ખુમારીવાળી ‘ઉરી’ ફિલ્મથી જ શરૂઆત કરવાનું પસંદ કર્યું હતું.

પ્રાનુત્તન બહેલ

કરન જોહરની જેમ જ સલમાન ખાનને પણ બોલીવૂડમાં અનેક નવા ચહેરા લાલવાનો શ્રેય મળે છે. તાજેતરમાં તે પ્રાનુત્તન બહેલ જે મોનીસ બહેલની દીકરી અને નુતનની પોત્રી છે તેને એક ફિલ્મમાં લોન્ચ કરે છે. માર્ચમાં આવેલ નોટબૂક કે જે સલમાન ખાન પ્રોડકશનની જ ફિલ્મ છે. જેમાં તે ઝાહિર ઇકબાલની સામે અભિનય કરી રહી છે.

ઝાહિર ઇકબાલ

મૂળ કાશ્મિરનો આ યુવાન અભિનેતા બોલીવૂડમાં લાંબી રેસનો ઘોડો લાગી રહ્યો છે. તે નોટબુકમાં પ્રાનુત્તન બહેલની સામે સલમાન ખાન પ્રોડશનની ફિલ્મમાં દેખાઈ રહ્યો છે. ઝાહિર કોઈ ફિલ્મી બેક્ગ્રાઉન્ડથી નથી આવી રહ્યો પરંતુ આ યુવા અભિનેતાના પિતા સલમાનના સારા મિત્ર છે. જેથી તેઓ એસ.કે.ફ બેનરથી ફિલ્મી પડદે આવી રહ્યો છે.

સંજના સંઘી

આ અભિનેત્રી એક અલગ વિષય સાથે આવી રહેલી ફિલ્મ અને તેની સાથે જોડાયેલી નકારાત્મક અફવાઓથી જાણીતી થઈ છે. તે ફિલ્મ ‘કિઝિ એન્ટ મેની’ નામની ફિલ્મમાં સુશાંત સિંહ સામે દેખાશે પરંતુ એક સમાચાર અનુસાર આ ફિલ્મના શૂટિંગ દરમિયાન કો – સ્ટાર સુશાંત દ્વારા તેની શારીરિક છેડખાની થયાના અહેવાલ છે. જે ફિલ્મના ડાયરેક્ટરે ખૂદે આપેલા સમાચાર છે. પરંતુ સંજનાને જ્યારે આ વિશે પૂછાયું ત્યારે તેણે આ સમાચારને નકાર્યા હતા.

શનાયા કપૂર

My sunshine 🤩🤩🤩

A post shared by Shanaya Kapoor 🌸 (@shanayakapoor19) on

કપૂર સ્ટાર્સના લીસ્ટમાં વધુ એક નામ જોડાઈ રહ્યું છે, તે છે શનાયા કપૂર. તે મહિપ અને સંજય કપૂરની દીકરી છે. મળેલા સૂત્રોના સમાચાર અનુસાર શનાયા ધર્મા પ્રોડક્શનની નવી કોઈ ફિલ્મમાં જરૂર બહુ જ જલ્દી દેખાશે. કહેવાય છે કે તે થોડા સમયથી ધર્મા પ્રોડક્શનની ઓફિસની બહાર દેખાઈ રહી છે.

શૌનાબ ઇબ્રાહિમ

તે બીગ બોસ વીનર – ૧૨ની પ્રતિસ્પર્ધી દીપિકા ક્કરને પરણ્યો છે. આ કપલ બીગ બોસ પછી બોલીવૂડમાં વધુ ચર્ચાયા છે. શૌનાબ આગામી ફિલ્મમાં એક ડેશિંગ રોલમાં દેખાશે. એક આર્મિ ઓફિસરનો રોલ કરી રહ્યો છે. જેમાં તેનું નામ કર્મરાજ મિશ્રા છે. ફિલ્મનું નામ છે બટાલિયન ૬૦૯.

સૌરવ ગજ્જર


આ નવો ચહેરો ખરેખર તો કુશ્તીબાઝ છે. જેણે ફિલ્મોમાં આવવાની પૂરી તૈયારી કરી લીધી છે. એ આગામી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં દેખાશે. જેમાં તેની સાથે હશે આલિયા ભટ્ટ અને રણબીર કપૂર સાથે અનેક બીજા સ્ટાર સાથે ધર્મા પ્રોડક્શનની બહુ ચર્ચિત ફિલ્મ છે.