તમારા કરેલા કર્મોની સજા તમારા સંતાનોને આપવા નથી માંગતા તો વાંચો આ વાર્તા…

કાજલ મારે જીવવું છે???મને આટલું જલ્દી નથી મરવું અરે તમે ચિંતા ના કરો હું તમને સારા માં સારા ડોક્ટર પાસે લઇ જઈશ અને તમને સાજા કરીશ તમારે હજી આપણા દીકરાને મોટો થતા જોવાનો છે.અને હું કોઈ કશર નહી છોડું તમને સાજા કરવામાં..


અને ત્યાંજ રાજુ ની માં પાછળ થી આવે છે અને કહે બેટા ત્યારે તો અમારી વાત તને ખરાબ લાગતી હતી? થોડોક તો વિચાર કરવો હતો ???આ તારી બૈરી ની ઉંમર નાની અને તું પણ ક્યાં એટલો મોટો છે 35 વર્ષ ની ઉંમર એ બવ મોટી ઉમર ના કહેવાય??અને આ તારો દીકરો તો હજી હમણાં 10 માં માં આવસે અને આ ઘર ની બધી જવાબદારી તારી પત્ની પર આવશે.

હા મા મને ખબર છે !!!!અને રાજુ પોતાની ભૂલોને યાદ કરે છે એક વખત કેવો હતો કે હું કોઈને ગાંઠતો નહી અને સવાર સાંજ દારૂ પીને આવતો અને તમાકુ તો મોઢા માંથી કાઠતો જ નહી!!!!પોતાની દુકાન ચલવે અને સાંજે દારૂ પીવા નીકળી જતો અને ઘરમાં કોઈ બોલે તો બધા ને અપ શબ્દ બોલતો અને ઘરમાં રોજનો કંકાસ એની પત્ની કહે તમે આ ટેવ છોડી દો આ સારી આદત નથી!!!!પણ એ એક નો બે ના થયો અને રોજ પીવા જોઈએ પછી ઘરમાં બધા કંટાળી એને વ્યસન મુક્તિ કેમ્પ માં મુકવા ગયા પણ ત્યાંથી પણ પાછો આવ્યો અને દારૂ પીવાનું ચાલુજ રાખ્યું ….પણ ..


હવે એક દિવસ સવારે રાજુ ઉઠ્યો તો એનાથી ગાળા માંથી બોલાયું નહી અને કાંઈક ગળા માં ગસાતું હોય તેવું લાગ્યું અને ડોક્ટર ને બતાવા ગયા ડોક્ટરે મીઠા ના પાણી ના કોગળા કરો એવી સલાહ આપી અને દવા આપી અને ઘરે આવ્યા અને દવા લેવાથી સારું લાગ્યું પણ આવાજ બદલાયો અને ધીરે ધીરે ગાળામાં તકલીફ વધવા લાગી એટલે ગાળાના નીષ્ણાત ડોક્ટરને બતાવ્યું અને ડૉક્ટરે બાયપશી લેવાનું કહ્યું અને બે દિવસ પછી રિપોટ આવ્યો જે વાતનો ડર હતો તેજ થયું રાજુને ગળાનું કેન્સર નીકળ્યું !!!!


એક હુંકાર કરતો વાઘ આજે બકરી થઇ ગયો અને ડોકટર ને પૂછે છે સાહેબ મટી તો જસેને ??? અને ડૉક્ટરે કહ્યું કેટલા વર્ષ થી પીવો છો ??તમાકુ પણ કેટલા વખત થી ખાવ છો અને રાજુ કહે છેલ્લા 15 વર્ષે થી અને ડૉક્ટરે કહ્યું તો સારું થવામાં પણ સમય તો લાગે ને!!!! અને ઘરમાં બધા ખુબ રડ્યા રાજુની માં એની પત્ની અને એનો દીકરો તો પપ્પા ને શું થયું તે સમજે તે પહેલાજ તેની મમ્મી એ તેને પપ્પા ની દુકાન ચાલવાનું અને હવે પપ્પા સારા ના થાય ત્યાં સુધી તારે દુકાન ચલાવાની અને 14 વર્ષ નો દીકરો જાણે રાતો રાત મોટો થઇ ગયો અને દીકરો નવમાં ધોરણ ની ..પરીક્ષા આપવાને બદલે દુકાને બેસવા ગયો અને દુકાન ચલવે અને એટલો હોશિયાર કે હિસાબ પાક્કો રાખે અને રાતે 11 વાગે દુકાન બંધ કરી ઘરે આવે અને રાજુ હવે દરરોજ રડે છે !!!મારી ભૂલ નું પરિણામ મારા ઘરના બધાને ભોગવવા નું અને ભગવાનને પ્રાર્થના કરે છે મને એક મોકો આપ પ્રભુ !!!!પણ હવે શું તમે કોઈની વાત ના સાંભળી તો તમારા કર્મો તમારે ભોગવવા ના અને હવે રાજુ ની કીમો થેરાપી ચાલે છે.


એની પત્ની એને દવાખાને લઇ જાય છે ઘર સાચવે દીકરાને ગાઈડ કરે છે અને રાજુને હિમ્મત આપે છે. તમને સારું થઈ જશે અને એની હિમ્મત વઘારે છે. અને આ એક પત્નીજ કરી શકે??

હવે રાજુ ધીરે ધીરે સારો થવા લાગે છે અને પોતે કરેલી ભૂલ બીજા કોઈના કરે માટે પોતાનું બાકી જીવન તે વ્યસન મુક્તિ અભિયાન માં લગાવશે અને અને એવી પ્રતિજ્ઞા કરે છે કે હું યુવાનોને જાગૃત કરીશ અને વ્યસન છોડાવીશ અને એક આખો પરિવાર વિખેરાઈ જતો બચાવીશ અને હું મારો અનુભવજ કહીશ અને લોકોને જાગૃત કરીશ…અને રાજુના 3 કીમો પત્યા છે હવે એ ઘેરે બેસવાને બદલે થોડી વાર દુકાને પણ જાય છે અને પોતાનું જીવન બીજા માટે ઉપયોગમાં આવે તે જ સાચું એવું વિચારે છે.


માણસ જયારે વ્યસન કરે છે ત્યારે એને કોઈ વાતનો ડર લાગતો નથી પણ જયારે આ વ્યસન થી માણસ કોઈ શારીરિક મુસીબત માં ફસાય ત્યારે જ એને એની ભૂલ સમજાય છે…. મારી આજના બધા યુવકોને અપીલ છે કે આ જિંદગી એકજ વાર મળી છે તો તેનો ઉપયોગ કરી કાંઈક એવું કામ કરો જેનાથી તમારો તમારા પરિવારનો ઉદ્ધાર થાય આ અમુલ્ય જીવન ને વ્યસન માં ના ગુમાવો.

લેખક : નયના નરેશ પટેલ.

વાર્તા દરેક મિત્રો સાથે શેર કરો એક શેર કોઈની જિંદગી બચાવી શકે છે, દરરોજ આવી અનેક વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.