તું મારા દિલની રાની – તેના રંગના લીધે થાય છે વારંવાર રિજેક્ટ આજે ફરીથી તેને આ યુવાન આવ્યો છે જોવા અને…

સલોની ને આજે છોકરા વાળા જોવા આવવાના હતા મુકેશ ભાઈ ને રેખા ભાભી , આજે બહુ ખુશ હતા,એકની એક સલોની બીજું કોઈ સંતાન નહિ એટલે મુકેશ ભાઈ ના દિલનો ટુકડો જે માગે તે હાજર રેખા ભાભી ના સંસ્કાર ને મુકેશ ભાઈ ના પ્રેમ ને લીધે સલોની નો વિકાસ બહુ સારો થયો.

image source

એકનું એક સંતાન એટલે બધું ધ્યાન એની ઉપર, ભણવામાં પહેલેથી હોશિયાર ને બહાર ના બધા કામમા રેખા બહેન ને મદદ કરે ફાર્મસી નું ભણી એટલે દવામાં ખબર પાડવા લાગી બધી રીતે હોશિયાર પણ એકજ કમી એ કલર ની ભગવાને એને કલર શ્યામ આપ્યો હતો એને કારણે સ્કૂલ માં પણ અમુકજ દોસ્ત એના બન્યા કોલેજ માં બેજ ફ્રેન્ડ બની કોઈ છોકરો બહુ જલ્દી એની સાથે દોસ્તી ના કરે કારણ બધા તેના કલરને જોવે આટલી શ્યામ કોઈ છોકરી કેવી રીતે હોઈ શકે?

image source

સલોની ખુબ જ સારા સ્વભાવની એટલે બધા સાથે હળી મળી જતી હવે તો કોલેજ પણ પુરી થઇ હવે એણે આગળ ભણવાનું નક્કી કર્યું હું ખૂબ આગળ ભણી સારી નોકરી કરીશ મમ્મી આપણે ત્રણ જાણ રહીશું મજા કરીશું પણ રેખા બહેનનું દિલ માને! એતો માં હતી અંદર અંદર દુઃખી થવા લાગ્યા કે મારી દીકરી નો કલર શ્યામ આવ્યો એમાં એનો શું વાંક!!

સલોની બિન્દાસ હતી એને કોઈ કલર થી દુઃખ નોતું એતો મમ્મી પપ્પા સાથે રહેવાનું ને મજા કરવાની એનેજ જિંદગી સમજે છે આજે સલોની 28 ની થઇ આજે એને જે છોકરા વાળા જોવા આવવાના હતા એ છોકરા વાળનું કુટુંબ એમની નાત માં આગળ પડતું હતું ઘરમાં બધા સુખ સાહેબિ મા રહે વિનોદ લાલ નો દીકરો આપણી સલોનીને જોવા આવે છે!!

image source

રેખા બહેનનો આજે હરખ માતો નહોતો પણ સલોની ને ખબર હતી કે ચાર છોકરાવો મને જોઈ ના પડી છે આ પાંચમો શું ફર્ક પડે!! એ માનસિક તૈયાર હતી કે મારા રંગને લીધે મને જોનાર પાછા જશે ને સમય આવી ગયો…..

વિનોદલાલ ગાડી લઇ મુકેશ ભાઈના ઘરે આવી ગયા એમના પત્ની એમના મોટા દીકરાની વહુ ને મોટો દીકરો ને શ્યામલ શ્યામલ એટલે વિનોદ ભાઈ નો નાનો દીકરો એન્જિનયર થયો સારી કંપની મા જોબ છે દેખાવડો વિવેકી છેબધી રીતે સારું ઘર છે !!ને રેખા બહેનનું મો પડી ગયું એમના ઘરમાં જે મોટી વહુ છે એ રૂપ રૂપ નો અંબાર લાવ્યા છે તો મારી દીકરીને શ્યામ છે તો થોડી પસંદ કરશે!!પણ આવ્યા છે એટલે ફોરમાલિટી પુરી કરવી પડશે એટલે એમણે સલોનીને પાણી આપવા મોકલી …

image source

સલોનીને જોતાજ વિનોદલાલ ના મોટા દીકરાની વહુ ફાલ્ગુની નું મો પડી ગયું આવી!!! પણ કઈ બોલી ના એના સાસુ એ સલોનીને જોઈપણ કંઇજ ના બોલ્યા સલોની આવી રીતે 4 વખત આવી ચુકી છે હવે એને જાણે ના સાંભળવાની આદત થઇ ગઈ છે એટલે શ્યામ પાસે ગઈ ને પાણી નો ગાલ્સ આપતા બોલી

બહુ વિચારશો નહિ આપણે અંગત વાત નહિ કરીએ તમે અહીંથીજ ના પડી દો મને આદત થઇ ગઈ છે ના સાંભળવાની ને મોઢા પર હાસ્ય ને આંખોમાં વેદના રાખી એ જતી હતી ત્યાંજ શ્યામ બોલ્યો “હું હા પડું તો???

image source

બધાની નજર શ્યામ પર ગઈ ને શ્યામે કહી દીધું મને સલોની ગમે છે !!ભાભી નું મો ચડી ગયું પણ વિનોદ લાલ ખુશ ને શાંત બા ખુશ મારા દીકરાની પસંદ એ મારી પસંદ રેખા બહેનના આંખ માંથી આશુ આવી ગયા એમને સાચું નોતું લાગ્યું કે શ્યામ જેવા છોકરા એ મારી દીકરીને પસંદ કરી !! સલોની એક મિનિટ માટે તોજાણે શૂન્ય મસ્ક થઇ ગઈ પણ શ્યામની આંખોમાં એ પ્રેમ દેખાયો જે એને જોઈતો હતો ….

આટલો સુંદર છોકરો મારો પતિ હશે એ વિચારેજ એ પાગલ થઇ ગઈ એમની મુલાકાત ગોઠવી વડીલો બોલ્યા એકબીજાને જાણી તો લો ને શ્યામ ને સલોની સલોનીના રૂમ મા ગયા સલોની નું મનહજી પણ માનવા તૈયાર નહતું કે શ્યામ મારો પતિ બનશે શ્યામે વાત ચાલુ કરી હું એન્જિનયર છું સારો પગાર છે તને ખુશ રાખીશ એટલું છે સલોની બોલી પણ….પણ બણ કશું નહિ તું એ પ્રશ્ન ના પૂછ કે મને કેમ પસંદ કરી?

image source

બસ તું ગમી ગઈ છે નાજુક નમણી સલોની એવાતો મા બધાના દિલ જીતી લીધા એક મહિના પછી સાદાઈ થી લગ્ન કરવાનું નક્કી થયું શ્યામ ને બહુ ભપકો ગમતો નહિ રેખા બેન અને મુકેશ ભાઈ પણ સાદાઈ મા માનતા એટલે લગ્ન સાદાઈ થી થયું લગ્ન ની પહેલી રાતે સલોની બોલી હવે તો કહો મને કેમ પસંદ કરી …

image source

ને શ્યામ બોલ્યો તારી નિર્દોષતા તારી આંખોમાં રહેલી સચ્ચાઈ ને કોઈપણ પરિસ્થિતિ ને પોહચી વળવાની તારી તાકાત ને મેં જોઈ તે જે ખુમારી થી કીધું હતું કે તમે ના પાડશો તો પણ ચાલશે હું સમજી ગયો કે આંતરિક હિંમત વાળી છોકરી બાહ્ય કલર વાળી છોકરી કરતા વધારે મજબૂત હોય છે ને સલોની શ્યામ માં સમાઈ ગઈ સલોની એ ઘરનો બધો ભાર ભાભી પાસેથી લાઇલીધો ભાભી હવે તમે આરામ કરો હું છું ને તમારે કામ કરવાની કોઈ જરૂર નથી,

image source

પણ ફાલ્ગુની નું મો ચડેલું રહેતું સાસુ એ વખાણ કર્યા એના કામના રસોઇ ના સલોની નિર્દોષ ભાવે બધાનું કામ કરતી પણ ફાલ્ગુનીના રૂપ આગળ દેખાવની બાબત માં એ ઝાંખી પડતી ઘરમાં બધાને ખુશ રાખવાનો પ્રયત્ન કરતી સાજે જમીને બધા હોલ માં બેઠાં હતા ત્યારે ભાઈએ નવો મોબાઇલ ભાભી ને આપ્યો પણ એમને આવડતું નહિ એટલે સલોની બોલી ભાભી હું શીખવાડી દઈશ તમે ચિંતા ના કરો,

image source

સવારે મારે એક ચેક બેન્કમાં ભરવાનો છે ફાલ્ગુની તું જઈશ ત્યાંજ ફાલ્ગુની બોલી મને એ બધું ના આવડે બેન્ક ના કામ ને સલોની તરત બોલી હું કરી આવીશ મોટા ભાઈ હવે તો ઘરના બહાર ના તમામ નાના મોટા કામ સલોની કરતી મોટાભાઈ બધું સલોની ને સાચવવા આપતા શ્યામ ની સવારથી સાંજ સુધીની બધી દિનચર્યા સલોનીને આભારી બધુજ સલોની ને ખબર હોય હવે તો સાસુ પણ સલોની વગર એક દિવસ ના રહે મંદિરે લઇ જવાનું કામ ભગવાન ની પૂજામાં મદદ કરવાનું કામ બધું સલોની …

image source

એક દિવસ બધા બેઠા હતા ત્યારે શ્યામ એક સુંદર સાડી સલોની માટે લાવે છે સાડી જોઈ ભાભી બોલ્યા આ કલર સલોની ને નહિ સારો લાગે ત્યાંજ સલોની બોલી ભાભી તમને ગમતી હોય તો તમે લઇલો ! ને ત્યાંજ શ્યામ બોલી ગયો સલોની!!તું મારા દિલની રાની છે તને શું સારું લાગે ને શું નહિ એ મારે જોવાનું બીજાએ નહિ !!ને ભાભી નું મો પડી ગયું એને એહસાસ થયો કે પતિના દિલની રાની બનવા માટે કલર ની નહિ કળા ની જરૂર હોય છે ને આજે એને સલોની આગળ આવડત વગર નું પોતાનું રૂપ પણ બોજ રૂપ લાગ્યું ને એણે સલોની ને કીધું સલોની તું ખુબ સારી છે. નસીબદાર છે…

image source

શ્યામ બેડરૂમ સુવા ગયો ત્યાં પાછળ સલોની ગઈ શ્યામ ને લપેટાઈ ગઈ ખુબ ખુબ આભાર શ્યામ પણ મારી પાસે એવું કઈ નથી તને આપવા જેવું ને શ્યામ એને બાહોમાં લઈ નેકહે છે ..તારી પાસે જે મને ખુશ રાખવાની આવડત છે ને એજ મારા માટે મોટી ભેટ છે ને સલોનીની આંખમાં આશુ આવી જાય છે એ મનોમન ભગવાનનો આભાર માને છે ભલે કલર મારો કાળો આપ્યો પણ જિંદગી રંગીન આપવા બદલ તારો ખુબ ખુબ આભાર ને સલોની શ્યામ માં સમાઈ જાય છે…

લેખક : નયના નરેશ પટેલ

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ