શર્ત – ક્યારેક શર્ત જીતવાની જગ્યાએ આપણે અનેક સંબંધો હારી જતા હોઈએ છીએ…

સલોની યાર તું મારી જીગર જાન દોસ્ત છે , તારી સાથેવાત કરું ત્યારે એવું લાગે છે કે હું દુનિયાનો ખુબજ લકી મેન છું, કે મને તારા જેવી ફ્રેન્ડ મળી છે,બસ બસ હવે બહુ મસ્કા ના માર,જે કહેવું હોય તે જલ્દી બોલ અરે યાર રિયલી સાચે તું મારી ફ્રેન્ડ છે મસ્કો નથી , રોહિત હું તને બચપણ થી ઓળખું છું, આપણે સાથે સ્કૂલમાં ગયા સાથે કોલેજમાં ભણ્યા હવે જોબ પણ સાથે છે આટલું નસીબદાર તો કોઈક જ હોય રોહિત અને સલોનીની દોસ્તીની બધાને ખબર રોહિત સલોની વગર ક્યાંય જતો નહિ ,

આજે રોહિત સલોનીને આટલા મસ્કા મારે છે એનું કારણ છે સલોનીની ફ્રેન્ડ વિધિ , વિધિ એકદમ બોલ્ડ સલોની સીધી સાધી ભોળી એના મનમાં કોઈ પાપ નહિ કોઈના માટે વેરઝેર નહિ,અને બધા સાથે બને બધા એને બોલાવે ,રોહિત સિવાય બીજોકોઈ છોકરો જો સલોની સાથે બોલે તો એને ના ગમે પણ આજે અચાનક વિધિ ને જોતા રોહિત નું મન વિધિ તરફ આવવા લાગ્યું વિધિ એટલે દરબે ત્રણ માસ માં નવા બોય ફ્રેન્ડ બદલે એને મન છોકરાવોની દોસ્તી એટલે ટાઈમ પાસ આ વાત સલોનીને નહિ ગમતી પણ એ એની ઓફીસ ની ફ્રેન્ડ હતી એટલે એ એની સાથે ક્યારેક શોપિંગ ને મુવી જોવા જતી

image source

સલોની બધુજ જાણતી વિધિનું કેટલા લોકો સાથે લફરું હતું એ સલોનીને ખબર એ વિધિને ખુબ નજીકથી ઓળખતી એટલી મીઠડી કે કોઈપણ પુરુષ એનો દીવાનો થઇ જતો દેખાવ સાવ સાધારણ લાગતી વિધિ માં એક હુનર હતું લોકોને એની મીઠી ને ધીમી ધીમી વાતો થી પ્રભાવિત કરવાનું ને પુરુષ ને કોઈપણ સ્ત્રી ધીમે ધીમે ને પ્રેમથી બોલે કે પટાવે એ ખુબ ગમે એ હુન્નર વિધિમાં ગજબનું હતું ,વિધિ સલોની ને પણ કહેતી.

કહેતી કે તુ પણ કોઈ સારો બોયફ્રેન્ડ શોધી લે એન્જોય કર પણ સલોની એવું ના કરતી એને મન દોસ્તી એટલે એક પવિત્ર બંધ હતું,સલોની રોહિતની વાત ઘણી વખત વિધિને કરતી, વિધિ રોહિતની પર્સનાલીટી થી પ્રભાવિત તો હતીજ , પણ એની પાસે સ્ટોકમાં બોય ફ્રેન્ડ હોય એટલે એ રોહિતને ફ્રેન્ડ બનવાનું કદાચ ન વિચારે પણ સુંદર દેખાવડો છ ફુટ ઉંચો સમતલ કાઠી ને પગારદાર રોહિત બધાને ગમી જાય એવોજ હતો એક દિવસ રોહિત સલોની ને વિધિ સાથે ફરવા ગયા ત્યાં રોહિત નો મોબાઈલ નંબર વિધિએ લીધો ને પછી શરુ થઇ રોજ વાતો સલોનીને ખબર પણ ના પાડવા દે કે તે રોહિત સાથે વાત કરે છે,પણ રોહિત સલોનીને કહેતો,

image source

.કે આજે તારી ફ્રેન્ડ વિધિના મેસેજ આવ્યા કે ફોન પર વાત થઇ છે, અત્યાર સુધી રોહિત ને મિત્રજ ગણતી સલોનીને અચાનક રોહિત પ્રત્યે પોતાના પણાનો ભાવ જાગ્યો એને વિધિ સાથે રોહિતની નિકટતા ના ગમી કારણ વિધી માટે પુરુષો ફકક્ત ટાઈમપાસ હતા , આજે જ્યારે રોહિત સલોનીને મસ્કા મારતો હતો એનું કારણ એને ખબર પડી ગઈ કે રોહિતને વિધિ સાથે ફ્રેન્ડશીપ કરવી છે,એટલેજ એ એના માધ્યમ થી વિધિ સાથે આગળ વધવા માગે છે,પણ સલોનીએ રોહિતને કહીદીધુ કે એ તારે માટે લાયક નથી , રોહિતને હવે વિધિ સિવાય કશુંજ દેખાતું ન હતું,

સલોનીએ કીધું એ તારા હાથમાં નહિ આવે એતો બહુ બોલ્ડ છે ને રોહિત બોલ્યો તું મને પડકારીશ ના હું ધારું તે કરી શકું છું, એ શું મને ના પાડે! ને વિધિ એ કીધું ચાલ શર્ત લગાવી કે એ તારી સાથે આવે છે કે નહિ, ને રોહિત હવે એનો બધો ટાઈમ વિધિને આપવા લાગ્યો જેવો ટાઈમ મળે વિધિ પાસે પોચી જતો વિધિ એની આ અદા થી ખુશ થતી

image source

બિચારી ભોળી સલોની ને ક્યાં ખબર હતી કે વિધિ એ પહેલેથીજ રોહિત માટે જાળ પાથરી છે, ને એકદીવસ સલોનીએ વીંધીને કીધું સલોની!રોહિત તારી સાથે બોલવા માંગે છે, ને વિધિએ કીધું મને એમાં રસ નથી ને સલોની ખુશ થતી રોહિત પાસે ગઈ રોહિત મેં કીધું હતુને કે એને તું નહિ પટાવી શકે,હું શર્ત જીતી ગઈ,

પણ આ શું?આતો ઊંધું થયું સલોનીને ના કહી એ પોતેજ રોહિત ને મળવા ગઈ રોહિત પણ કેટલાય વખતથી વિધિ પાછળ ફિલ્ડીંગ ભરતો, વિધિને ગમતું બધું કરતો ફોન પર કલાકો સુધી વાતો કરતો ને આખરે એક દિવસ રોહિતે પ્રપોઝ કરીજ દીધુ કે તું મારી ગર્લફ્રેન્ડ બનીશ,ને વિધિએ હા કહી દીધું,રોહિત એની મીઠી વાતો માં આવીજ ગયો ને આખરે એ બંને એક થયા,

image source

હવે રોહીત સલોનીને પહેલાની જેમ બોલાવતો નહિ એની સાથે વાતો નહિ કરતો બધું શેર કરતો રોહિત હવે બધું વિધીને શેર કરવા લાગ્યો, સલોની એના બદલાયેલા સ્વભાવથી દુઃખી થવા લાગી ને એને ક્યારે રોહિત સાથે પ્રેમ થયો એની ખબરજ ના પડી પણ હવે શું?વિધિએ રોહિતનું સલોની સાથે બોલવાનું સદંતર બંધ કરાવી દીધુ,

રોહિત હવે સલોનીને કહેવા લાગ્યો હવે તું મારી ખાલી મિત્રજ છે મારી ગર્લફ્રેન્ડ વિધિ છે હવે તું આ વાતને લઇ વિધિ સાથે કોઈ પણ પ્રકારની ચર્ચા કરીશ નહિ,ને સલોનીને એક આઘાત લાગ્યો આટલા વર્ષોની દોસ્તી એક છોકરી માટે રોહિતે તોડી નાખી,સલોની એ એક વખત રોહિત ને મળી વાત કરવાનું મન થયું એને રોહિતને બોલાવ્યો એને કીધું રોહિત હુપણ તને ખુબ પ્રેમ કરું છું,

image source

પણ મેં આજ સુધી તને કહ્યુંજ નહિ પણ આજે કહું છું આઈ લવ યુ, સલોની તારોને મારો પ્રેમ એ દોસ્તીની પ્રેમ છે એનાથી વીશેષ કંઇજ નહિ,હું હવે વિધિ નો છું,આજ પછી આપણે આ વિષય પર કોઈજ વાત નહિ કરીએ સલોનીએ કીધું રોહિત તુંસમજ એ બે ત્રણ મહિના માજ તને છોડી દેશે !ને રોહિત એટલું બોલી જતો રહ્યો કે ભલે છોડીદે, ત્યારની વાત ત્યારે અત્યારે તો છે ને મારી સાથે ને રોહિત જતો રહ્યો,

સલોની ખુબ રડી એને એવું લાગ્યું કે મારીજ ભૂલ છે મેં શર્ત ના લગાવી હોત ને રોહિતને મેજ પ્રપોઝ કરીદીધુ હોત તો આજે રોહિત મારી પાસે હોત,સલોની હવે વિધિ સાથે ઓફીસ ના કામ પૂર્તિજ વાત કરતી એને જોઈ સલોનીને લાગતું જાણે એનું બધુજ છીનવાઇ ગયું હોય એવો ભાવ થયો પણ ગમે તે હોય રોહિત મારો મિત્રછે એ ખુશ તો હું ખુશ,

image source

કહેવું સહેલું છે પણ કરવું અઘરું છે કોઈ ત્રીજી વ્યક્તિ ના આવવાથી પ્રેમતો છીનવાઇ ગયો પણ મિત્રતા પણ ના રહી એ રંજ સલોની ને કાયમ રહ્યો રોહિત ખુશ છે વિધિ સાથે પણ સલોની ને ડર એકજ વાતનો છે કે દર ત્રણચાર મહિને પુરુષ મિત્રો બદલતી વિધિ કેટલો સમય રોહિતને સાથ આપે છે જોઈએ પણ આજે છ મહિના થઇ ગયા હજુપણ રોહિતનીજ સાથે છે એ જાણી સલોનીને નવાઈ લાગી ને એકદીવસ વિધિએ સલોનીને કહીદીધુ થેન્કયુ સલોની તારાલીધે આજે રોહિત મારી જિંદગીમાં છે એના જેવો બીજો કોઈપુરુષ મને નહિ મળે ,

એટલે મેં જિંદગી ભર હવે રોહિતનીજ થવાનો નિર્ણય કર્યો છે ને સલોની આંખમાં આશું ને દિલમાં ડૂમો ભરાઈ આવ્યો કે આજે હું શર્ત હારી કે પ્રેમ હારી.

લેખક : નયના નરેશ પટેલ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ