આજે ઓફીસ માં બધા અંદર અંદર વાતો કરવા લાગ્યા,આ સીમા નું કોઈની જોડે લફરું લાગે છે,નહિ તો આમ ઓફીસ માં એકલું એકલું રેહવું કોઈની જોડે બોલવું નહિ પોતાના કામ થી કામ રાખવું,વધારે વાત નહિ એવું બધું કોણ કરે?જેને લફરું હોય એ બહુ વાત કરે તો ખબર પડી જાય એટલે લોકો જોડે વાત નથી કરતી, સીમા કોઈની પણ વાતું નું ધ્યાન આપ્યા વગર પોતાનું કામ કરતી, કોઈને પણ એની મનોદશા ની જાણ નોહતી,

એક આલીશાન બંગલો ઘરમાં ગાડી નોકર ચાકર બધુજ, સોસાયટીમાં એક આગવું સ્થાન એના પતિ નું મોટો બિઝનેશ કરોડોની ડીલ કરે ,એક સફળ બિઝનેસ મેનમા એનું નામ આ નામ માટે એ દિવસ રાત કામમાંજ રહેતો પૈસાની કોઈ કમી નહિ, ,બસ ફર્ક હતો એટલોજ કે સીમાને બહારથી દેખાતું બધું સુખ અંદરથી એને કોરી ખાતું, લગ્ન ના પાંચ વર્ષમાં ક્યારેય એના પતિએ એને એવું નથી પૂછ્યું કે તને કોઈ તકલીફ છે ,એની સાથે વાત કરવાનો ટાઈમ ક્યારેય નથી નીકળ્યો બહુ ઓછું બોલે સીમા ગૂંગણાય જતી કોઈની સાથે વાત પણ ન કરી શકતી પતિની પ્રતિષ્ઠા એટલી મોટી કે નાના માણસ સાથે વાત કરવી એટલે જાણે પ્રતિષ્ઠા ઓછી થઇ જતી એક સોનાના પાંજરાની મેના એને જોરથી રડવું છે,બોલવું છે જોરથી કોઈની ઉપર ગુસ્સો કરવો છે,

પણ કંઇજ ના કરી શક્તી આખરે સીમા એ રાહુલ ને સમજાવ્યો પોતાને જોબ માટે જવાદે પૈસા માટે નહિ પણ બહાર લોકોને મળવા થી મન હળવું કરવા માટે,ઘરમાં એકલા સાસુ રેહતા સાથે એમણે વિરોધ કર્યો પણ સીમા એ વિરોધ નો કોઈ જવાબ આપ્યા વગર બહાર નીકળી ,
પહેલી વાર એવું લાગ્યું કે બહારની દુનિયા ને એમાંય મધ્યમ વર્ગની દુનિયા બહુ સારી છે, ભલે પૈસા ની તંગી હોય પણ પ્રેમ એકબીજા માટે ભરપૂર હોય,ઑફિસ મા બધા સાથે કામ પૂરતું બોલતી સીમા એનાજ સહ કર્મચારી સંદીપ સાથેજ વાત કરતી ક્યારે એની ગાડીમાં સંદીપ ને ડ્રોપ કરતી એની સાથે વાતો કરતી સંદીપ ખુબ મિલનસાર વાતોડિયો સીમા એની આગળ બધી એકલતા ભૂલી જતી, એક સારો મિત્ર મળ્યો એનો આંનદ એને હતો, પણ ઓફીસ માં બીજા બધા સ્ટાફ ને એમની દોસ્તી લફરું લાગતી કારણ સીમા બધા સાથે હસીને વાતો ના કરે એટલે, પણ સીમા ખુશ રેહવા લાગી.

રાહુલ ને ક્યારેય કોઈ ફર્ક ના પડ્યો, એની ખુશી નો કે એના વર્તન માં આવેલ ફેરફારનો એને માટે તો કરોડોની ડીલ એજ એની ખુશી, એણે ક્યારેય સીમા તરફ કોઈ ધ્યાન ના દોર્યું રાત્રે 2 વાગે આવવું પાર્ટી કરીને આવવુ ને સવારે મોડા ઊઠીને નીકળી જવાનું, કોઈની સાથે વાત ચિત્ત કરવાની નહિ કોઈપણ કામ હોય બધું નોકર પાસે કરવાનું, સીમાની જાણે કોઈ જરૂર જ નહિ, એકજ વાક્ય બોલે તને ગમે એ કર પૈસા ની જરૂર હોય તો કોલ કરજે આટલીજ વાત સીમા રાહુલ સાથે વાતો કરવા તરસ્તી એને ખુબ વાતો કરવી હતી, એને ઓફિસ ની બધી વાત કરવી હતી પણ રાહુલ એની સાથે બેસવા મા પણ સમય ની ગણતરી કરતો ..
સીમા ને સંદીપ ની દોસ્તી એટલે એક પવિત્ર સાચા મિત્ર જેને કોઈપણ જાતનું શારીરિક આકર્ષણ નહિ બસ નિખાલસ દોસ્તી,સીમાને સંદીપ સાથે વાત કરવી ખુબ ગમતી એક મદયમ વર્ગ ના પુરુષ જોડે દોસ્તી એટલે કોફી પીવા માટે કોઈ ફાઈવસ્ટાર હોટેલ નહિ, પણ સામાન્ય હોટેલ મા જતા, હવે સીમા સંદીપ સાથે ખુબ વાતો કરતી ઘરે ગયા પછી પણ એમની વાતો ચાલતી ઓફીસ મા થયેલું બધું એ યાદ કરતા હવે સીમાને રાહુલ ની ગેરહાજરી સાલતી નહિ,હવે એ પોતાની જાતે ખુશ રહેવાના રસ્તા શોધતી સંદીપ જોડે શોપિંગ મા જતી એની સાથે ક્યારે એના સ્કૂટર પર બેસી ઘરે આવતીએને ખુબ મજા આવતી એક સરળ આદમી સાથે સરળ જીવન જીવવાની.

એક પુરુષ આટલો સારો મિત્ર હોઈશકે? હા સંદીપ હતો,એક દિવસ અચાનક રાહુલ સીમાને સંદીપ ના સ્કૂટર પાછળ બેઠેલી જોઈ જાય છે એ ગાડીમાં હોય છે ઘરે ગયા પછી સીમાને આવવાની રાહ જોવે છે,સીમા આજે એને જલ્દી ઘરે આવી ગયેલો જોઈ જલ્દી આવવાનું કારણ પૂછે છે? ત્યાંજ રાહુલ નો સનન કરતો એક તમાચો સીમાના ગાલ પર પડી જાય છે,
સીમા સમસમી જાય છે!!કેમ આવું કર્યું ત્યાંજ રાહુલ કહે છે તું નોકરી કરવા જાય છે કે લફરું કરવા કોઈની સાથે સ્કૂટર પર આવતા શરમ ના આવી! એક મોટા બિઝનેસ મેનની પત્ની આમ સામાન્ય માણસ સાથે ફરે મારી આબરૂ નો તો વિચાર કરવો હતો?સીમા ચુપ થઇ ગઈ કશુંજ ના બોલી પણ બીજા દિવસે એક કાગળ મૂકી ઘરની બહાર નીકળી ગઈ પછી ઘરમા આવીજ ના રાહુલ સાંજે ઘરે જલ્દી આવ્યો પણ સીમા ના દેખાય રાતના દસ વાગ્યા તોય સીમા ના આવી એણે સીમાનો મોબાઈલ જોયો જે એના રૂમમાં જ હતો ને એની નીચે એક કાળગ હતો એમાં લખ્યું હતું.

બિગ બિઝનેસ મેન રાહુલ તમે ક્યારેય મારી દરકાર કરી છે? આટલા પાંચ વર્ષના લગ્ન જીવનમાં મને બાળક જોઈતું હતું પણ તને એની માટે પણ ટાઈમ જોઈતો હતો ,તે ક્યારેય મારી મનોદશા જાણવાનો પ્રયત્ન કર્યો છે?એકલા પૈસાથી ખુશ ના થવાય રાહુલ થોડો ટાઈમ પણ પોતાની પત્ની કે પરિવાર ને આપવો પડે ,મારે તારી સાથે વાતો કરવી હતી જિંદગી ની એક એક ક્ષણ તારી સાથે માણવી હતી, ,પણ અફસોસ મારા પપ્પા એ એક બિઝનેશ મેન જોયો પણ એક પતિ તરીકે તું કેવું વર્તીશ એ ના જોયું એમણે પૈસા બંગલો ગાડી જોઈ એટલે દીકરી ખુશ જોયું પણ એનાથી ઉપર પતિ નો પ્રેમ આવે એ ના જોયું,હું તારા પૈસા થી સુખી પણ તારા પ્રેમ થી વંચિત ને દુઃખી રેહતી એટલે મેં મારી એકલતા દુર કરવા નોકરી કરવા ગઈ
ત્યાં મને એક સામાન્ય સરળ ને બોલકો સંદીપ મળ્યો, ખુબજ સરળ વ્યક્તિત્વ, એની સાથે દોસ્તી કરી મને સારું લાગ્યું હું આ પૈસા ના ભારથી હળવી થઇ ગઈ,એની સાથે સ્કૂટર બેસી આવવામાં હું ખુલી હવાનો આંનદ લેવા લાગી જે મને તારી બંધ એસી વળી ગાડી માં નથી આવતો સંદીપ અને મારી વચ્ચે કોઈજ ખરાબ સંબધ નથી એ ફકક્ત મારો સારો મિત્ર છે ને મેં મારી મર્યાદા મા રહીને મારી ખુશીઓ શોધી છે,
જો તને મારી સંદીપ સાથે નું બોલવું એક લફરું લાગતું હોય તો એ તારી ગેર સમજ છે બધાજ સ્ત્રી ને પુરુષ ના સંબધ લફરાજ ના હોય ઘણા સબંધો સ્વચ્છ મિત્રતા ના પણ હોય છે.જે તારી સમજ માં નહિ આવે! હું આ તારા ઘરની તમામ મિલકત તે આપેલું બધું ને સાથે ડિવોર્સ પેપર અહીંજ મૂકતી જાવ છું બસ સાથે હું લઇ જાવ છું મારું સ્વમાન રાહુલ કાગળ વાંચી ચુપ થઇ ગયો એકમિનિટ માટે એને લાગ્યું કે જાણે કરોડો ની ડીલ કેન્સલ થઇ.
લેખક : નયના પટેલ. – વડોદરા
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,