આશુ-અસ્મિ – આશુતોષ ને અસ્મિની આ વાર્તા એકવાર વાંચી લેશો તો વારંવાર થશે વાંચવાનુ મન

આશુતોષ ને અસ્મિ શોપિંગ કરી ઘરે આવ્યા ,ત્યારે રાતના 11 વાગ્યા હતા એટલે અસ્મિ જલ્દી જલ્દી ફ્રેશ થવા ગઈ ને બધો સામાન, આગળ ડ્રોઈંગ રૂમમાંજ મૂકી દીધો ને બેડ રૂમ મા સુવા જતી રહી આશુતોષ ફ્રેશ થઇ બેડરૂમ મા ગયો એટલે અશ્મિ તરતજ બોલી “આશુ'”

image source

આશુ ફ્રોઝનનો સમાન તો ફ્રિજમાં મૂકી દે પ્લીઝ, આશુ બેડમા સુતા સુતા બોલ્યો યાર હું થાકી ગયો છું તું જા કંઈક તો કામ કર અસ્મિ !! ને અશ્મિ આશું ને લપેટાય જાય છે ને કહે છે હું એકજ કામ કરું છું તને પ્રેમ કરવાનું,ને આશું અને આશુ એને લપેટાઈ જાય છે ને કહે છે,

image source

તારી આજ અદાથી તારો દિવાનો છું! ને આશુ ફ્રોઝન નો સમાન ફ્રિજ માં મુકવા જાય છે ને બંને એકબીજા સામે જોઈ હસવા લાગે છે અશ્મિ ની આ પ્રેમ ભરી રીત આશુ નું દિલ જીતી લેતી, ને અસ્મિ આશુ ના પ્રેમમા મશગુલ રેહતી.

image source

આ બંને પતિ પત્ની ના પ્રેમ ભર્યા લાગણી ભર્યા સંબધ ને કારણે એમના બાળકો પણ એટલાજ સરસ પ્રેમાળ એમણે ક્યારેય એમના ઘરમાં ઝઘડો જોયો નથી એમને હંમેશા મમ્મી ને પપ્પા પ્રેમ થી રેહતાજ દેખાયા ને એનું પરિણામ એ આવ્યું કે એમના બાળકો નો માનસિક વિકાસ બહુ સારો થયો ને ભણવામા પણ ખુબ હોશિયાર થયા ને આજે બાળકો સારું ભણી વિદેશ માં સેટ થાય પણ અસ્મિ ને આશુ આજે પણ એટલાજ રોમેન્ટિક છે અસ્મિ 50 ની છે ને આશુ 55 વર્ષ ના પણ પ્રેમ તો જાણે હજુ પણ ,

image source

યંગ જ રહ્યો એમને ક્યારેય એવું લાગતું નથી કે આપણી ઉમર થઇ હવે તો બાળકો સેટ થયા પછી બંને એકલાજ એટલે એમની પોતાની લાઇફ પોતાની રીતે જીવે છે એકબીજાની ભૂલો ને સ્વીકારી પ્રેમથી કેવી રીતે રેહવું એ વધારે વિચારે છે એમને ખુશ જોઈ એમના બાળકો પણ ખુશ છે કે મમ્મી પપ્પા નું કોઈ ટેન્શન નથી..

image source

અસ્મિ ઘણી વાર આશુ ને કહે આશુ હું ઘરડી થઈશ મારી ઉંમરે થશે તો પણ તું મને આટલોજ પ્રેમ કરીશ ને? ને આશુ કહેતો ઉમર ને ના જો હું પહેલા પણ તને એટલોજ પ્રેમ કરતો હતો ને પછી પણ એટલોજ કરીશ મારે પણ તારી સાથે ઘરડું થવું છે ને અસ્મિ આશુ માં સમાઈ જતી, દરેક પતિ પત્ની જો આવુજ જીવે તો ઘરનું વાતાવરણ ખુબ સુલેહ ભર્યું રહે છે બસ શર્ત એજ હોય છે કે જતું કરતા શીખવાનું હોય છે.

image source

આજે અશ્મિ ને આશુ નુ જીવન એટલું બધું સરળ ને સરસ છે ને એમના જેવું જીવવા માટે તો એમની આજુબાજુ રેહતા કપલ પણ એમની સાથે ફરવા જાય એમની સાથે વાતો કરે એમના જીવવાની પધ્ધતિ ને અનુસરે છે… આજે હજુપણ અસ્મિ ને આશુ એજ મસ્તી ભરી લાઇફ જીવે છે..આપણે આશા રાખી એ કે એમનું જીવન આમજ જિંદગી ના છેલ્લા પડાવ સુધી આવુજ રહે…..

લેખક : નયના નરેશ પટેલ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ