મરતે દમ તક – કાશ જેવું આ પ્રેમ કહાનીમાં બન્યું એવું દરેકની કહાનીમાં બનતું હોત, પહ હકીકતે બહુ ઓછો જોવા મળે છે…

નિરાલી અડધા કલાક થી સિટી બસ્ટોપ પર ઉભી ,કોઈ બસ દેખાતી નથી કે કોઈ રિક્ષા આમ પણ આજે એને ઓફીસ જતા મોડું થયું ને,ગરમી તો કહે મારું કામ, માર્ચ મહિનો તો પણ જાણે અત્યારથીજ આગ ઓકે જાણે મેં મહિનો ના હોય!!!

સવાર ના દસ વાગ્યામાંજ આટલી અસહ્ય ગરમી વચ્ચે ઉભા રેહવું નિરાલી માટે અઘરું થઇ રહ્યું છે, એક તો ઉપર સૂર્ય તપે ને બીજું એને બસ ના મળવાથી આવતો ગુસ્સો એને વધારે અકળાવી મૂકે આજે કેમ! આવું થયુ કોઈ બસ કે રિક્ષા નથી આવતી નિરાલી એક રાહદર ને પૂછે છે ભાઈ આજે કેમ કોઈ વાહન આવતા દેખાતા નથી,ત્યાંજ પેલો ભાઈ કહે , તમને ખબર નથી!!આજે બંધ નું એલાન છે,નિરાલી વધારે ગુસ્સો આવે પણ કરે શું!!આ અમદાવાદ મા તો વારે વારે કારણ વગર બંધ પાડવાની ટેવ પડી ગઈ છે બધાને! હે ભગવાન ! હવે હું કેવી રીતે ઓફિસ જઈશ!!

image source

ત્યાંજ એક યુવક પોતાની મોટર સાઇકલ લઇ ત્યાંથી પસાર થતા એ નિરાલી સામે નજર કરે છે,નિરાલીકોઈ મુંજવણ મા હોય એવું એને લાગે છે પણ એ આગળ નીકળી જાય છે.નિરાલીને એક મિનિટ માટે એવું પણ થઇ જાય છે કે એને ઉભો રાખું ને લીફટ માગું પણ એ અટકી જાય છે ત્યાંજ પેલો યુવાન નિરાલી સામે આવી ઉભો રહી જાય છે ને કહે તમે કોઈ મુંજવણ મા હોવ એવું લાગે છે!!તમને વાંધો ના હોય તો હું તમારી કોઈ મદદ કરી શકું!!

હું તમને લિફ્ટ આપી શકું ??, જો તમને વાંધો ના હોય ને મારા પર ભરોંશો હોય તો બેસી જાવ મારી બાઇક પર હું તમને તમારી ઓફીસ સુધી મૂકી જવ, નિરાલી ને અજાણ્યા વ્યક્તિ ની મદદ લેવી નથી પણ પણ શું કરે ,એકતો આજે એમાંય ઘરે થીજ મોડું થયું ને એમાંય બસ કે રિક્ષા નથી એટલે અનિચ્છાએ પણ ના છુટકે એની બાઇક પર બેસીતો ગઈ પણ થોડા ખચકાટ સાથે ને પેલો યુવાન વાત કરવાની ચાલુ કરે છે,

મારુ નામ અસિત દેસાઈ હું અમદાવાદ મા રહુ ને એક ખાનગી કંપની મા મેનેજર છું, આપને વાંધો ના હોય તો આપ કહી શકો કે આપ શું કરો છો? કયા જોબ કરો છો નિરાલી અપરિચિત ને કશું જણાવા નથી માગતી પણ એણે લિફ્ટ આપી છે એટલે કેહવું તો પડશે ,એટલે નિરાલી કહે !! હું એક કંપની મા એકાઉંટન્ટ ની જોબ કરું છું અમદાવાદ માજ રહુ છું,

હું એક પ્રશ્ન પૂછું??નિરાલી કહે પૂછો ને અસિત કહે તમે સિંગલ છો ને!!! નિરાલી જોરથી હસી પડે છે ને હસવાનો અવાજ અસિતને કાનમાં ગુંજે છે નિરાલી કહે હા!! હું સિંગલ છું પણ મેં હજુ સુધી મેરેજ નો કોઈ વિચાર કર્યો નથી ને અસિત ખબર નહિ પણ એકદમ ખુશ થઇ જાય છે,હવે નિરાલીની ઓફીસ નજીક આવે છે એટલે નિરાલી કહે છે આગળ ઉભી રાખજો આ બિલ્ડીંગ મા મારી ઓફીસ છે ને અસિતે બિલ્ડીંગ આગળ બાઇક ઉભી રાખી એટલે નિરાલી ઉતરીને ઝડપથી ઓફીસ તરફ જાય છે ત્યાંજ પાછળ પાછળ અસિત ને આવતો જોવે છે ને નિરાલી એકદમ ઉભી રહી જાય છે ને કહે છે “ઓ મિસ્ટર” અહીં મારી ઓફિસ છે તમે મારો પીછો તો નથી કરતા ને !!

image source

અસિત મનમા મુસ્કુરાઇ કહે છે બાય ધ વે મેડમ મારી પણ ઓફીસ અહીંજ છે ને હું કઈ તમારો પીછો નથી કરતો!! અસિત સડસડાટ દાદર ચડતા નિરાલી સામે એક નજર કરે છે ને નિરાલી ને એની નજર એક થઈ જાય છે ને નિરાલી બીતા બીતા ઑફિસ મા અંદર જઈ જુવે છે તો બોસ હજી આવ્યા નથી એટલે એ રાહત નો દમ લે છે ને પોતાની ચેર પર બેસી જાણે હળવી થઇ ગઈ હોય એમ હળવા મૂડમાં અસિતનો મનોમન આભાર માને છે ને એકલી એકલી મુસ્કુરાય છે,આજે અસિત ના મળ્યો હોત તો મારુ શું થાત!!

image source

નિરાલી પોતાનુ કામ પતાવી સાંજે ઓફીસ થી ઘરે કેમ જઈશ વિચારે ને ઓફીસ છૂટતા ઉતાવળે બસ સ્ટોપ પાર ચાલે છે,પણ એને હજુ એવો ભ્રમ લાગે છે કે પાછળ અસિત આવશે, ને એ બસસ્ટોપ પર ઉભી રહે છે ને એનો ભ્રમ સાચો પડે છે ને અસિત આવે છે નિરાલી કોઈપણ આનાકાની કર્યા વગર એની બાઇક પાછળ બેસી જાય છે ને અસિત આગળ મૂછ મા મલકાય છે અમદાવાદ નો ટાફ્રિક એટલો છેકે

સાંજપડે ઘરે જતા એક કલાક થાય ને આ એક કલાક થી નિરાલી અસિત ની પાછળ બેઠી હતી, એનું ઘર આવતા નિરાલીએ કહ્યું આવી ગયું મારું ઘર અહીં ઉભી રાખો ને અસિત બાય કહી નીકળી ગયો નિરાલીની સુંદરતા એને મોહક કરી ગઈ નિરાલી ને પણ અસિત ની પર્સનાલિટી ગમી ગઈ ને ઘરે જઇ ને નિરાલી ફ્રેશ થઇ હાથમાં ચાનો કપ લઇ અસિતના વિચારો કરવા લાગી આવું કેમ થાય છે કેમ એક અજનબી ગમવા લાગ્યો છે? ને એ ક્યારે ચા પી ગઈ ખબર જ ના પડી ને કામમા લાગી ગઈ ને

image source

સવાર ક્યારે પડે તેની રાહ જોવે છે ને જલ્દી જલ્દી તૈયાર થાય છે ઓફીસ જવા માટે ને બસ ટોપ પર જઈ ઉભી રહે છે ને રાહ જોવે છે પણ આજે બસની નહિ અસિતની કાશ એ આવે, આજે તો બસ પણ જવાદે છે,ને ફરી આવશે કે નહિ ??ત્યાંજ અસિત દેખાય છે, ખબર નહિ પણ કેમ આજે એને દિલમાં કંઈક થાય છે અસિત બાઇક ઉભી રાખે છે ને નિરાલી બેસી જાય છે ને હવે જાણે આ રોજ નો નિયમ.

થઇ ગયો સંવાદો ઓછા મૌન વધારે પણ એક વાત નક્કી થઇ કે એકબીજા ને હવે ફાવી ગયું પણ પહેલ કોણ કરે આવું એકમહિના સુધી ચાલ્યું આખરે નિરાલીએ મૌન તોડ્યું ને આસિતને પૂછી લીધું અસિત આજ રાહ જોતો હતો ક્યારે નિરાલી બોલે ને અસીતે પ્રસ્તાવ સ્વીકારી લીધોને એણે ઘરે વાત કરી કે મેં એક છોકરી પસંદ કરી છે નિરાલીએ પણ ઘરમાં વાત નિરાલીના પાપા ને છોકરો પસંદ આવ્યો બંને ના ઘરે વાત ચાલી સગાઇ નક્કી કરવાની વાત થઇ

image source

નિરાલી અસિત રોજ મળતા એકબીજા વગર રેહતા નહિ બંને નો સમજદારી વાળો પ્રેમ હતો ઉમર પણ બંને ની સરખી એટલે સમજદારી પણ સરખી હતી કોઈ પ્રોબ્લેમ નોતો પણ અચાનક એક દિવસ સગાઇ બાબતે અસિત અને નિરાલી વચ્ચે ઝગડો થાય છે ને નિરાલી અસિતને કહે છે જે નિરાલી પહેલ કરે એજ નિરાલી પીછે હટ પણ કરીશકે!

ને આ વાત અસિતને લાગી ગઈ ને એણે નિરાલીને મળવાનું બંધ કર્યું નિરાલી સમજી ગુસ્સો ઓછો થશે તો આવશે ને આજે દસ દિવસ થયા અસિત દેખાતો નથી કે નથી ફોન ઉપાડતો નિરાલી એને મળવા ગઈ ત્યાં અસીતે કીધું એક વચન આપ જીવનમાં કોઈપણ પરિસ્થિતિ આવે તું મારો સાથ નહિ છોડે. પણ ખબર નહિ એવું શું થયું કે નિરાલી ને અસિત નું ફાઇનલ બ્રેકઅપ થયું નિરાલીએ અસિત ને હર્ટ કરવા એના પપ્પા એ બતાવેલા છોકરા સાથે લગન કરી લીધું દિલમાં કોઈ ઔર અને દિમાગ મા કોઈ ઔર નિરાલી લગ્ન કરી સેટ થઇ અસિત હજુપણ એનેજ પ્રેમ કરે છે.

image source

હવે નિરાલી માટે અઘરું છે એના વગર જીવવું એનાથી દૂર જેટલી રહે એટલોજ અસિત વાધરે યાદ આવે એને અસિત ને કહી દીધું કે આ લગ્ન મેં તને બાળવા કર્યા છે પણ હવેકશું થાય એમ નથી,એ પણ એટલીજ સારો છે મને સારું રાખે છે હું એની ભાવનાને ઠેસ પોહચે એવું નહિ કરું અસિત કહે છે મને ખબર છે તું મારી તાકાત છે.

હું લગ્ન નહિ કરું ને આજે ચાર વર્ષ થયા નિરાલીના લગ્ન ને એ અસિતને મળે છે વાત કરે છે એને પ્રોસાહિત કરે છે લગ્ન માટે કે તું લગ્ન કરી લે પણ અસિત ના જ પાડે છે એ કહે છે મારા દિલો દિમાગ માં બીજી નિરાલી ના આવી શકે હું તને જિંદગી ભર પ્રેમ કરતો રહીશ તું મળે કે ના મળે આજે એ વાત ને 10 વર્ષ થયા .

અસિત આજે પણ નિરાલીને એટલોજ પ્રેમ કરે છે નિરાલી એને જિંદગી જીવવાનું બળ પૂરું પાડેછે ને અસિત એક સમજદાર વ્યક્તિ ની જેમ નિરાલીના લગ્ન જીવવને કોઈ અસર ના થાય એમ એક સારા મિત્ર ની જેમ એની સાથે વાત કરે છે નિરાલી હવે પસ્તાય છે કે મેં મારી મનમાની ના કરી હોત ને ધીરજ રાખી હોત તો આજે અસિત ની આ હાલત ના હોત.

ને નિરાલીજ અસિત માટે છોકરી ગોતી લાવે છે ને એનું લગ્ન કરાવે છે અસિત નિરાલીની પસંદ ની છોકરી જોડે લગ્ન કરે છેઆજે અસિત ને ત્યાં એક બાળકી છે ને અસિત એમાં પણ નિરાલીને જુવે છે નિરાલી બાળકીને જોવા જાય છે એની વાઇફ ને ઘરે આવજો એવું આંતરણ આપતી આવે છે ને અસિત ની પત્ની બીજી પત્ની જેવી નથી કે હક્ક જમાવે પણ એ અસિત અને એની મિત્રતા ને સમજે છે.

image source

ને આજે પણ અસિત એની પત્ની અને નિરાલી ખુબ સારા દોસ્ત છે અસિત ની પત્ની નિરાલીને કહે છે તમને તમારો મિત્ર મળ્યો પાછો ને મને મારો પતિ ને નિરાલીએ દસ વર્ષ પહેલા ખોઈ ચુકેલો પ્રેમી મિત્ર તરીકે પાછો મળે છે. એમની સમજ દારી થી આજે પણ એ લોકો સાથેજ રહે છે અસિત એની મર્યાદા મા નિરાલી એની મર્યાદા મા રહી નેજ હવે વાત કરે છે અસિતને આંનદ એક વાત નો છે કે પામવું એ જરૂરી નથી ચાહવું જરૂરી છે તે પણ જીંદગી, ભર ચાહત ને ટકાવી રાખીને…

લેખક : નયના પટેલ

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ