એક સમયે 200 કિલોથી વધુ વજન ધરાવતા અનંત અંબાણીએ કોઈ પણ શસ્ત્રક્રિયા વગર આ રીતે ઘટાડ્યું વજન

દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીમો સૌથી નાનો પુત્ર અનંત અંબાણી એક સમયે ખૂબ મેદસ્વી શરીર ધરાવતો હતો. તે સમયે તેનું વજન 208 કિલો હતું. પરંતુ એક સમય એવો આવ્યો જ્યારે તેણે બધાને ચોંકાવી દીધા હતા. અનંતે માત્ર 18 મહિનામાં સર્જરી વિના 108 કિલો વજન ઉતાર્યું હતું. જેને લઈને સૌ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. અનંત અંબાણીએ આ વજન નેચરલ રીતે ઘટાડ્યું હતું. કોઈ શસ્ત્રક્રિયાની મદદ લીધી નહોતી. હવે તમે વિચારતા હશો કે આવું કેવી રીતે થઈ શકે, અમે તમને જણાવીશું કે તેઓએ કેવી રીતે 108 કિલો વજન ઘટાડ્યું.

સલામત અને પ્રાકૃતિક રીત અપનાવી

image source

તમને જણાવી દઈએ કે અનંત અંબાણીને ક્રોનિક અસ્થમા હતો. જેના કારણે તેમને દવાઓનો હાઈ ડોઝ લેવો પડ્યો હતો. જેના કારણે તેને મેદસ્વીપણાની સમસ્યા થઈ ગઈ. અનંતના ફિટનેસ ટ્રેનર વિનોદ ચન્ના કહે છે કે, અનંતે વજન ઓછું કરવા માટે સલામત અને પ્રાકૃતિક રીત અપનાવી હતી. અનંતનું વજન દવાઓને કારણે વધ્યું હતું. તેથી જ અમે અનંતના રોગને ધ્યાનમાં રાખીને યોજના ઘડી હતી

અનંતે તેની ખાવાની ટેવ સુધારી

image source

અનંતને બિનઆરોગ્યપ્રદ ખાવાની ટેવ હતી. આ સાથે તે યોગ અને કસરતથી ખૂબ દૂર રહેતો હતો. જેના કારણે તેનું વજન વધ્યું હતું. તેથી, તેણે અનંતે તેની ખાવાની ટેવ સુધારી. તેમના દિવસની શરૂઆત સ્પ્રાઉટ્સ, સૂપ અને સલાડથી શરૂ થતી હતી. જંક ફૂડ ખાવાનું બંધ કરી દીધું હતું. તેના બદલે પ્રોટીનવાળો ખોરાક. જેમાં ઓછી માત્રામાં કાર્બોહાઇડ્રેટ અને વધુ માત્રામાં ફાઈબર હોય. તે ભોજનમાં શાકભાજી, કોટેજ ચીઝ, ઓટમીલ, ફળો સાથે ગાયનું દૂધ, ઘી સામેલ હતું.

શરૂઆત હલકા વર્કઆઉટથી કરી

image source

અનંતે સીધુ હાર્ટ વર્કઆઉટ્સ શરૂ નહોતુ કર્યું પરંતુ લાઇટ વર્કઆઉટ્સ કરવાનું શરૂ કર્યું. શરૂઆતમાં ચાલવાનું અને સાયકલ ચલાવવાનું શરૂ કર્યું. તે રોજ 21 કિલોમીટર ચાલતો હતો. દરરોજ ઓછામાં ઓછા 4-5 કલાક વર્ક આઉટ કરતો હતો. તેમણે કાર્ડિયો, ટ્રેનિંગ, ઇન્ટેસ કાર્ડિયો વગેરે વર્ક આઉટ કર્યા. જેના કારણે તેમનું વજન ઓછું થયું. તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણીને 3 બાળકો છે. જેને બે દીકરા આકાશ અને અનંત અને એક પુત્રી ઇશા અંબાણી છે. તાજેતરમાં જ આકાશ અંબાણીના ઘરે પુત્રરત્નનો જન્મ થયો છે.

અમેરિકામાં અભ્યાસ કર્યો છે અનંતે

image source

તમને જણાવી દઈએ કે અનંત અંબાણી એનિમલ લવર છે અને વન્યજીવોની ખુબ સારસંભાળ રાખે છે. તો બીજી તરફ તેઓ સંકટગ્રસ્ત અને ઘાયલ જાનવરો માટે એક આશ્રય પણ ચલાવે છે. તમને જણાવી દઈએ કે અનંત અંબાણી પાસે એવા અનેક વિદેશી પાલતુ જાનવર છે. આ જાનવરોને તેમના નવી મુંબઈ સ્થિત નિવાસ સ્થાને રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત અનંત પાસે ડોગી પણ છે જેમાં અલાસ્કન મલામુટ પણ સામેલ છે. તેમના અભ્યાસ વિશે વાત કરીએ તો અનંત અંબાણીએ પોતાનું સ્કુલિંગ મુંબઈ સ્થિત ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી કર્યું છે. નોંધનિય છે કે, આ શાળાનું નામ તેમના દાદાના નામ પરથી રાખવામાં આવ્યું છે. અનંત અંબાણીએ પોતાનો આગળનો અભ્યાસ અમેરિકા સ્થિત બ્રાઉન યુનિવર્સિટીમાંથી કર્યો છે. તેમના મોટા ભાઈ આકાશ અંબાણીએ પણ આ જ યુનિવર્સિટીમાંથી ડિગ્રી મેળવી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ