જો મોડું કરશો તો રહી જશો, આટલી બધી કાર પર 2.2 લાખ રૂપિયા સુધીની મળી રહી છે બહુ મોટી છૂટ, જલદી જાણો તો થશે બહુ મોટો ફાયદો

નવા વર્ષમાં અનેક ઓટોમોબાઇલ કંપનીઓ ગ્રાહકોને આકર્ષવા માટે અલગ અલગ પ્રકારની ડિસ્કાઉન્ટ સ્કીમ બજારમાં લાવી રહી છે. ઘરેલુ વાહન નિર્માતા કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા પણ પોતાના વાહનોનું વેંચાણ વધારવા માટે અનેક ઓફર્સ રજૂ કરી રહી છે. જો તમે મહિન્દ્રા વાહનના શોખીન છો તો તમારા માટે તેની નવી કાર ખરીદવાનો હાલ શ્રેષ્ઠ સમય છે.

Mahindra XUV300

image source

મહિન્દ્રા પોતાની એસયુવી XUV300 પર વેરીએન્ટ આડજરે 10000 રૂપિયાની રોકડ છૂટ આપી રહી છે. તેની સાથે જ કંપની તેના પર 25000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ પણ આપી રહી છે.

Mahindra XUV500

image source

મહિન્દ્રાની લોકપ્રિય એસયુવી XUV 500 પર વેરીએન્ટના આધારે 20000 રૂપીયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જો તમે તમારી હાલની કારને XUV500 સાથે એક્સચેન્જ કરશો તો કંપની તેના માટે 20000 રૂપિયા સુધીનું વધારાનું બોનસ પણ આપી રહી છે. સાથે જ 4500 રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ પણ મળી રહ્યું છે.

Mahindra Alturas G4

image source

મહિન્દ્રા તેની મોટી એસયુવી Alturas G4 પર 2.2 લાખ રૂપિયાની ઓફર આપી રહી છે. કંપની પોતાની આ એસયુવી પર 2.2 લાખ રૂપિયા સુધીની છૂટ આપી રહી છે. એ સિવાય 50000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ ઓફર પણ મળી રહ્યું છે. મહિન્દ્રા રજીસ્ટર્ડ કોર્પોરેટ્સને 16000 રૂપિયાનું વધારાનું ડિસ્કાઉન્ટ પણ આપી રહી છે. અનેક ફીચર્સ ધરાવતી આ મોટી એસયુવી પર આ ડિસ્કાઉન્ટ ઘણું આકર્ષક મનાઈ રહ્યું છે.

Mahindra XUV100 Nxt

મહિન્દ્રા અલટ્રોઝ બાદ સૌથી વધુ રોકડ ડિસ્કાઉન્ટ પોતાની સૌથી નાની કર XUV100 Nxt પર આપી રહી છે. મહિન્દ્રા XUV100 Nxt પર 40000 રૂપિયાની રોકડ છૂટ મળી રહી છે. એ સિવાય 20000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ પણ ઉપલબ્ધ છે.

અન્ય મોડલ્સ પર પણ છૂટ

એ સિવાય મહિન્દ્રા તેની અન્ય પોપ્યુલર મોડલ્સ મહિન્દ્રા બોલેરો, મહિન્દ્રા સ્કોર્પિયો અને મહિન્દ્રા મરાજો પર પણ ડિસ્કાઉન્ટ આપી રહી છે. નોંધનીય છે કે મહિન્દ્રા તાજેતરમાં જ લોન્ચ કરેલી થાર પર હાલમાં કોઈ છૂટ નથી આપી રહી. આ કાર લોન્ચ થતા જ હિટ થઈ હતી અને બુકીંગ બાદ આ કારનો વેટિંગ પિરિયડ પણ એક વર્ષનો છે.

image source

અહેવાલ મુજબ ડિલરોએ જણાવ્યું હતું કે કંપનીની આ ઓફર માત્ર 2020 ના મોડલ પર જ ઉપલબ્ધ છે. ઓફર્સ વિશે વધુ માહિતી માટે તમે તમારા નજીકના મહિન્દ્રા ડીલર પાસે જઈ કાર બુકીંગ કરાવી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ