શું તમે જાણો છો બીમારીઓનું કારણ પણ હોઈ શકે છે ઘરનો વાસ્તુદોષ..

મિત્રો, હાલ પ્રવર્તમાન સમયમા દરેક વ્યક્તિ કોઈ ને કોઈ બીમારીથી પીડિત હોય છે. આ સમયમા લોકો પૈસા કમાવવા પાછળ એટલા ગાંડા થાય છે કે, તે પોતાના સ્વાસ્થ પર ધ્યાન આપતા નથી. તે પોતાના શરીરની જરાપણ કાળજી લેતા નથી અને અંતે લોકો બીમાર પડે છે. આ સિવાય જે લોકો વધુ પડતા બીમાર રહે છે, તે લોકો બહારના ભોજનનુ વધુ પડતુ સેવન કરતા હોય છે જેમકે, જંકફૂડ અને ફાસ્ટફૂડ વગેરે જેવા ખોરાકનુ સેવન કરતા લોકો વધુ પડતા બીમારીના શિકાર બને છે.

image source

જે લોકો બહારના ભોજનનુ વધુ પડતુ સેવન કરે છે, તે લોકોનુ સ્વાસ્થ્ય અવારનવાર કથળતુ રહે છે પરંતુ, જે લોકો પોતાના શરીરની ખુબ જ સારી રીતે કાળજી રાખતા હોય અને સમયસર ઘરનુ શુદ્ધ ભોજન કરતા હોય તે લોકો બીમાર પડે તો તેનુ કારણ શું હશે? તે લોકો કેમ બીમાર પડતા હશે? એવો વિચાર પણ તમને અવશ્ય આવતો હશે. તો ચાલો તમને જણાવી દઈએ કે તે લોકો કેમ બીમાર પડતા હશે અને તેની પાછળનુ વાસ્તવિક કારણ શુ હશે?

image source

આપણા સૌનુ માનવુ એ જ છે કે, લોકો બીમાર ફક્ત ખરાબ ખાણીપીણી અથવા તો પોતાના શરીરની યોગ્ય કાળજી ના લેવાને કારણે બીમાર થતા હશે પરંતુ, તે અમુક કિસ્સામા ખોટુ પણ સાબિત થઈ શકે છે. આ પાછળનુ વાસ્તવિક કારણ છે વાસ્તુદોષ. હા મિત્રો, વાસ્તુદોષ પણ અનેક રોગનુ કારણ હોય શકે છે. અમુકવાર વાસ્તુદોષની ખામીને લીધે તે લાંબા અને જીવલેણ રોગોનુ કારણ પણ બની શકે છે કારણકે, જો વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમા ચીજવસ્તુ ના રાખવામા આવે તો તેની અસર તમારા સ્વાસ્થ કે તમારા પરિવારજનો પર પડે છે.

image source

જો તમે તમારા ઘરના લોકોના સ્વાસ્થ્યને હંમેશા સારુ અને તંદુરસ્ત રાખવા ઈચ્છતા હોવ તો તમારે અમુક બાબતોનુ ધ્યાન રાખવુ પડશે. જેને અપનાવવાથી તમારા ઘરનુ વાતાવરણ સુખમય અને શાંતિમય રહેશે અને તમારા ઘરમા રહેલી તમામ બીમારીઓ જડમુળથી દૂર થઇ જશે.

image source

વાસ્તુશાસ્ત્ર મુજબ જો તમારા ઘરની દિશામા ઉત્તર-પૂર્વ દિશા બંધ હોય તો તમને ફેફસાને લગતી બીમારીઓ થઈ શકે છે. આ ઉપરાંત કેન્સરની બીમારી થવાની સંભાવના પણ સર્જાઈ શકે છે. જો તમારે નસ અને ગળાના કેન્સરની સમસ્યા સામે રક્ષણ મેળવવુ હોય તો તમારે તમારા ઘરની ઉત્તર-પૂર્વ દિશાની ઊંચાઈ હંમેશા ઓછી રાખવી જોઈએ અને ખાતરી કરવી કે ઘરની પશ્ચિમ દિશામા કોઈપણ પ્રકારનુ દબાણ તો નથી સર્જાઈ રહ્યુ ને.

image source

વાસ્તુશાસ્ત્રમા જણાવ્યા મુજબ જો ઘરની દક્ષિણ-પશ્ચિમ દિશા નીચી હોય તો તમને મગજના કેન્સરની સમસ્યા થઈ શકે છે. જો તમે તેનાથી રક્ષણ મેળવવા ઈચ્છતા હોવ તો તમારે આ દિશા ઉંચી રાખવી જોઈએ. વાસ્તુ પ્રમાણે તમારે તમારા ઘરની ઉત્તર દિશા હંમેશા સાફ રાખવી જોઈએ કારણકે, આ દિશામા ગંદકી કે કચરો કરવાથી તમને છાતીના કેન્સરની સમસ્યા થઈ શકે છે જેથી, તમારે વિશેષ સાવચેતી રાખવી કે, ઉત્તર દિશામાં ક્યારેય ગંદકી કે કચરો કરવો નહિ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ