કોના વાંકે? – ત્રણ ત્રણ દિકરીઓ હતી હવે ઘરમાં બધાને આશા હતી એક દિકરાની પણ બની ગયું ના બનવાનું…

શીલા પરણી ને આવી ત્યારે 19 વર્ષની નાજુક ભૂરી આંખો ને એટલી રુપાળી કે બધા એને એશ્વર્યા રાય સાથે સરખાવે એટલી નાજુક પાતળી ગોરી ને માંજરી આંખો, કિશન નામ પ્રમાણે કિશન કાનો રંગ પણ કાળો પણ કિશન ગોરી રાધા લઇ આવ્યો એનો હરખ એની માં ને વધારે હતો, આટલી રૂપાળી છોકરીએ મારા કાના ને પસંદ કર્યો!!!ને એ મારા ઘરની વહુ બની લોકો ને ઘરે જાય બધાને બતાવે જો મારા કાના ની વહુ કાનો શાકભાજી ની લારી ચલાવે સ્વભાવે મીઠડો એટલે બધી બેનો સાથે ફાવે।


બધા કાનની વહુ ના વખાણ કરતા થાકેના થોડા દિવસ માજ કાના ની વહુ ને મહિના રહ્યા ને એ ભારે પગે થઇ ,એટલે કાનની માં નો હરખ માય નહિ મારા કાના ને ઘરે પારણું બંધાશે ને શીલા ને ખુબ સારી રીતે રાખવા માંડી ઘરમાં સાસુ સસરા દિયર બધા શિલાનો ખ્યાલ રાખવા લાગ્યા શીલા ને કિશન ખુબ ખુશ રેહવા લાગ્યા ને પુરા મહિને શીલાને બેબી આવી,સાસુ પેહલી ડીલેવરી હતી એટલે કઇ બોલ્યા નહિ પણ એમની દીકરા ની ઈચ્છા અધૂરી રહી ને વારે વારે આવું બોલવા લાગ્યા હવે તો ગુડીયા નો ભાઈ લાવવો પડે ગુડીયા તારે ભાઈ જોઈએને!!


ને ગુડીયા હજી બે વર્ષ પુરા કરે ત્યાં તો એને ફરી મહિના રહ્યા ફરી બધા ખુશ કેમ કે હવે સાસુ ને બાબો જોઈએ છે એટલે શીલા નો ખુબ ખ્યાલ રાખ્યો ને પુરા મહિના થતા શીલા ને ફરી બેબી આવી 22 વર્ષ માં તો બે બેબી ની માં થઇ એટલે એણે આ વખતે કિશનને કહી દીધું હવે ગુડીયા અને પરી મોટા થાય ના ત્યાં સુધી કોઈ બાળક લાવવાનું નથી બે બહુ છે પણ એનું કોણ સાંભળે? ને પરી હજુ એક વર્ષની થઇ ત્યાંતો એને ફરી પ્રેગ્નન્સી રહી ને આ વખતે સાસુ અને કિશન એને ખુબ ફોર્સ કરવા લાગ્યા કે આવખતે તો બાબો જ આવવો જોઈએ


ને પુરા નવ મહિના શીલા વિચારતી જે હે પ્રભુ મને દીકરો આપી દે હવે હુ પણ ડિલેવરી વારે વારે થાય છે એટલે થાકી ગઇ છું પણ ઈશ્વરની ઈચ્છા મહાન અને એને ત્રીજી બેબી આવી અને શીલા રડવા માંડી કિશન અને એની માં મો ચડાવી ને જતા રહ્યા પણ એના સસરા એ કીધું બેટા ભગવાન ની મરજી આગળ કોઈનું ના ચાલે તું ચિંતા ના કર પણ હવે રોજ ઘરમાં ઝગડા થવા લાગ્યા જે વહુ બધાની આંખોનું નૂર હતી એ હવે બધાને ખટકવા લાગી ને એનું નૂર બધું ઓસરવા લાગ્યું પણ સાસુ અને કિશન ને તો દીકરો જોઈએ એટલે એને રોજ એના સાસુ એકજ વાત કહે તું તો છોકરી ઓ જાણવાનું મશીન છે

તનેજ દીકરો નથી થતો આખી દુનિયાની બધી વહુને દીકરા થાય છે તું મારો વારસદાર નહિ આપે ને શીલા રડતા રડતા બધું સહન કરતી ને પોતાની દિકરીયો ની સાંભળ લેતી કિશન હવે જવાબદારી વધતા ચીડિયો થવા લાગ્યો હવે એને પણ આટલા બધાનુ પૂરું કરવું અઘરું લાગવા લાગ્યું પણ દીકરાની ઇચ્છા હજીયે ખરી ને પરી પછી રિયા જે નવ માસની થઇ અને એને ફરી પ્રેગ્નનસી રહી પણ આ વખતે એણે કોઈને જાણ ના કરી ઘરમા અને કિશનને કહે આ વખતે તો કોઈ ડોક્ટર શોધી લાવો જે બાબો કે બેબી જોઈ આપે ને આપણે બતાવી આવીએ જો બેબી હશે તો ગર્ભપાત કરાવીશું ને બાબો હશે તોજ ઘરમાં જાણ કરીશું।


ને કિશન એવા ડૉક્ટર ની જાણકારી લઇ આવે છે એક એવા ડોક્ટર જે ગામડામા છે ને ખાનગી ગર્ભપાત કરે છે ને બાબો કે બેબી બતાવે છે ,ને એક દિવસ અમે બહાર જઈએ છે એમ કહી ત્રણેય દીકરી ઓ ને સાસુ પાસે મૂકી હું હમણાંજ આવું છું!! કહી એ બંને ચૂપચાપ નીકળી ઘરથી દૂર જાય છે ને પેલા ગામડામાં જાય છે ને ડોક્ટરને મળે છે,ડોક્ટર બધા કાગળ પર સહી લેછે અને 5 હજાર રૂપિયા નક્કી કરે છે ને એનું પરીક્ષણ કરે છે.

અને ડોક્ટર ફરી બેબી છે એવું કહે છે અને ત્યાંજ કિશન એનું ગર્ભપાત કરવાનું વિચારે છે ને ડૉક્ટર ને કહે છે કેટલો સમય લાગશે ,ડૉક્ટર કહે એક કલાક લાગે ને પછી ઘરે જઈ શકાય ને એનું ગર્ભપાત થાય છે ને એક કલાક પછી એને શીલા ને મળવા જવાનું કહે છે પણ બે કલાક થયા તોય ડૉક્ટર રજા નથી આપતા કે એને મળવા જવાની પણ ના પાડે છે ,અને હવે કિશનની ધીરજ ખૂટી ગઈ ને એ અંદર શીલા ને જોવા જાય છે


શીલા ટેબલ ઉપરજ ફાટેલી આંખોએ પડી હતી ને કિશન એને જોઈને શીલા શીલા ની બૂમો પાડે છે… પણ અફસોસ શીલા ગર્ભપાત દરમ્યાન મૃત્યુ પામે છે કિશન કઈ વિચારે પહેલાજ પોલિસ આવી જાય છે. ને કિશનને પકડી જાય છે કિશન કહે મારો શું વાંક છે ત્યાંજ ડોક્ટર કહે છે તમે ગરકાયદેશર ગર્ભ પડાવ્યો એટલે તને સજા થશે તો આ ડોક્ટરે કર્યો એની સજા?

પણ ગરીબ નું કોણ સાંભળે અને ડોક્ટરે જવાબ માં લખાવ્યું કે શીલા ને પ્રગ્નન્સી દરમ્યાન ઘરેજ ગર્ભપાત થયો ને વધારે લોહી વહી જતા અમે એની સારવાર શરુ કરીયે એ પહેલાજ એ મરણ પામી ને બધું દવાઈ ગયું પણ કિશન જેલમાં ગયો અને શીલા ની લાશ હજી ટેબલ પર પડી છે, ને હવે એના ઘર મા બધાને ચિંતા થવા લાગી છે કે આ લોકો ક્યાં છે??


નાની છોકરી ની હાલત રડીને ખરાબ છે ને ઘરમાં બધા ચિંતા કરે છે કોઈના ફોન લગતા નથી ક્યાં ગયા હશે?? રાત થઇ હજુ કોઈ સમાચાર નથી ને ત્યાંજ પોલીસના માણસો કિશનનું ઘર શોધતા આવે છે ને કહે છે કિશન અહીં રહે છે અમને એણે આ સરનામું આપ્યું છે ને તરત એની માં ને ભાઈ બહાર આવે છે શું થયું?? મારા કિશનને ક્યાં છે?? ને પોલીસ કહે છે એણે એની પત્નીને ગેર કાયદેસર ગર્ભપાત કરાવ્યો છે ને એમાં એની પત્ની નું મોત થયું એ ગુના મા હવે એને જેલમાં મોકલ્યો છે ને એની પત્ની ત્યાં દવાખાનાએ છે એટલે તમારા પરિવાર માંથી કોઈ આવી લાશ નો કબ્જો લઇ લો ને કિશનની માં પોક મૂકી રડવા માંડે છે, એનો દિયર પોલિસ જોડે જઈ લાશ નો કબ્જો લઇ ઘરે આવે છે,

નાની નાની દીકરીઓ કઈ સમજતી નથી કે માં કેમ સુતી છે ને આજુ બાજુ ને પાડોશી બધા ને શીલા ની અને એની છોકરી ઓ ની દયા આવે છે. કીશન ને પોલીસે અગ્નિ દાહ માટે ઘરે જવાની છુટ્ટી આપે છે કીશન ઘરે જઇ પોતાની નાની નાની દીકરી ઓ ને ગળે લગાવી ખુબ રડે છે હું તમારો ગુનેગાર છું મારા લીધે તમારી માં નથી દીકરાની ઘેલછા ને કારણે આજે તમે ત્રણ માં વગર ની થઇ ગઈ!!!


બધી વિધિ પતાવી પોલિસ પાછો કીશન ને લઇ જાય છે આજે ત્રણ દીકરીઓ માં બાપ વગર ની થઇ જાય છે ગરીબ શીલા સાસુ કે પતિ નો સામનો ના કરી શકી ને એમના માટે જાણે પુત્ર નથી એટલે હું જ ગુનેગાર છું એવું માની ચોથી વખત પુત્ર પ્રાપ્તિ ની ઘેલછા મા પોતાનો જીવ ગુમાવે છે પણ આ બધું હજુપણ આ આપણા સમાજ માં શિક્ષણ ના આભાવ ને કારણે આવું જ ચાલે છે.

હજી પણ શહેરના સ્લમ વિસ્તાર ને દૂર. ગામડાના મા આવા કિસ્સા જોવા મળે છે.સ્ત્રી હજુ પણ સહન કરે છે કોના વાંકે??? પુરુષ પ્રધાન દેશ માં જ્યાં સુધી છોકરી ઓ ને ભણાવામાં નહિ આવે ત્યાં સુધી એમને દીકરો કોના દ્વારા મળે એની સમજ નહિ આવે ને સ્ત્રી પોતાને જ દોશી માનશે….સારું છે સરકારે બાબો કે બેબી ની તાપસ કરવી નહિ નો કાયદો ઘડ્યો છે નહિ તો કેટલીય શીલા ના મોત વગર કારણે થઇ જાત….

સત્ય ઘટના પર આધારિત..

લેખક : નયના નરેશ પટેલ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ