24 વર્ષિય પ્રતિક્ષા દાસ બની મુંબઈની પહેલી મહિલા BEST બસ ડ્રાઈવર, હવે પછી પ્લેન ઉડાવવાની ઇચ્છા

તમારા મનમાં ક્યારેય કોઈ બસ ડ્રાઈવર કે પછી કોઈ ટ્રક ડ્રાઈવર કે તેવા જ કોઈ ભારે વાહન ચલાવનાર વ્યક્તિનો વિચાર આવે ત્યારે તમારા માનસપટ પર કોઈ પણ શંકા વગર કોઈ પુરુષ જ આવી જશે. કારણ કે આપણે હંમેશા આવા ભારે વાહનના ડ્રાઈવર તરીકે પુરુષોને જ જોયા છે. પણ હવે એવું નથી રહ્યું. મહિલાઓ હવે હજારો ટનનના પ્લેન ઉડાવવા માંડી છે તો પછી ટ્રક અને બસની તો શું વાત કરવી.

 

View this post on Instagram

 

A post shared by Youth Incorporated (@youthincmag) on


હા, મુંબઈ જો તમે ગયા હશો તો ત્યાં ચાલતી લાલ બસ જેને BEST કહેવાય છે તે તો તમે જોઈ જ હશે. ચોક્કસ જોઈ જ હોય. તો તમને જણાવી દઈએ કે મુંબઈમાં દોડતી આ બસનો ઇતિહાસ 90 દાયકાઓ જુનો છે. અને આ 90 દાયકામાં પ્રથમવાર કોઈ મહિલા આ બસની ડ્રાઈવર બની છે અને તેણે પણ એક ઇતિહાસ રચ્યો છે. અને તેના માટે આપણે આભાર માનવો પડશે પ્રતિક્ષા દાસનો. આજની સ્ત્રીઓ દરેક સ્તરે લોકોની રૂઢીચુસ્ત તેમજ ઘર કરી ગયેલી માનસિકતાઓને પડકારી રહી છે અને સફળ પણ થઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Pratiksha Das (@racerchick_11) on


પ્રતિક્ષા મુંબઈની એક એવી મહિલા છે જે મુંબઈના ટ્રાફિક તેમજ ખાડાઓથી બચીને ખુબ જ ફાવટથી લાલ બસ ચલાવી રહી છે. તમને જણાવી દઈએ કે પ્રતિક્ષા કોઈ મજબુરીથી આ બસ નથી ચલાવી રહી. તેણીએ મલાડની ઠાકુર કોલેજમાંથી એજિનિયરિંગની ડીગ્રી પણ મેળવી છે. અને તેણી માત્ર 24 વર્ષની જ છે.

 

View this post on Instagram

 

A post shared by Pratiksha Das (@racerchick_11) on


વાસ્તવમાં તેને સામાન્ય મહિલાઓથી વિપરીત કોઈ ડેલીકેટ બિટલ ટાઈપ કાર નહીં પણ ભારે ભરખમ વાહનો ચલાવવાનો શોખ છે, તેણીના જણાવ્યા પ્રમાણે ‘તેણી છેલ્લા છ વર્ષથી આ બાબતમાં નિપૂણ થવા માગતી હતી, જો કે તેના માટે કંઈ ભારે વાહનનોનું વળગણ કંઈ આજકાલનું નથી. તેણીએ શરૂઆત બાઈકથી કરી અને પછી મોટી કારો જેમ કે એસયુવી, અને ત્યાર બાદ તે બસ અને ટ્રક્સ ચલાવી શકી. અને મને ખરેખર ખુબ સારું લાગે છે.’

 

View this post on Instagram

 

A post shared by Pratiksha Das (@racerchick_11) on


મિકેનિકલ એન્જિનિયરિંગની ડીગ્રી મેળવ્યા બાદ તેને RTO અધિકારી બનવું હતું તેના માટે તેની પાસે ભારે વાહન ચલાવવાનું લાયસન્સ હોવું જરૂરી હતું. અને એમ પણ તેને છેલ્લા કેટલાય વખતથી ટ્રક અને બસ ચલાવવાની ઇચ્છા હતી જ માટે તેને તો જોઈતુ મળી ગયું.

વાસ્તવમાં તો તેણી દરેક પ્રકારના વાહનો ચલાવવા માગે છે. તેણે શરૂઆત પોતાના મામાની બાઈકથી કરી અને તે પણ માત્ર આંઠમાં ધોરણમાં. અને આશ્ચર્યની વાત તો એ થઈ કે તેણે માત્ર બે જ દિવસમાં બાઈક શીખી લીધું.

 

View this post on Instagram

 

A post shared by Shoaib (@iamshoaibpathan) on


તેણે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે તે જ્યારે પહેલીવાર BESTના ડ્રાઈવર તરીકેની ટ્રેઇનીંગમાં ગઈ ત્યારે બધાને તેની આવડત પર શંકા હતી કે તેણી આટલું મોટું વાહન ચલાવી શકશે કે નહીં. તો વળી કેટલાકે તો તેણીને રીતસરની ચીડવી કે તેણીની ઉંચાઈ પણ કંઈ એવી નથી કે તે આ બસ ચલાવી શકે. પણ તેણીએ બધાના મોઢા બંધ કરી દીધા.

 

View this post on Instagram

 

A post shared by Pratiksha Das (@racerchick_11) on


તેની આ ટ્રેનીંગ 30 દીવસની હતી જેમાં બેસિકથી લઈને એડવાન્સ ડ્રાઈવિંગ શીખવાનું હતું. પહેલા દિવસે પ્રતીક્ષાએ પ્રથમ ગિયરમાં બસ ચલાવી અને બીજા દિવસે તો તેણે હાઈવે પર બસ ચલાવી લીધી. તેણીના જણાવ્યા પ્રમાણે તેણીને બસની ડ્રાઈવીંગ સીટ પર જોઈ લોકો તેને તાકી રહેતા.

પડકારોની વાત કરતાં તેણી જણાવે છે કે સામાન્ય રીતે જ્યારે કોઈ સ્ટીયરીંગ વ્હિલ પાછળ મહિલા હોય ત્યારે લોકોને તેની માટે ઘણા બધા પૂર્વગ્રહો થઈ જાય છે. પણ મેં ક્યારેય તેવી બાબતો પર ધ્યાન નથી આપ્યું.

 

View this post on Instagram

 

A post shared by Pratiksha Das (@racerchick_11) on


તેના માટે બસને વળાવવી અને તેની લેન ચેન્જ કરવી વધારે પડકારજનક હતું, પણ ધીમે ધીમે તેણે તેમાં પણ મહારત હાંસલ કરી લીધી. પ્રતિક્ષાએ તે બધાને ખોટા સાબિત કર્યા જેમના મનમાં એવો વિચાર હતો કે એક સ્ત્રી બસ ન ચલાવી શકે. તેણી જણાવે છે કે સ્ત્રી એકવાર જે વસ્તુને પામવા માટે વિચારી લે તે તે પામીને જ રહે છે. આ બધું જ તમારી ઇચ્છાશક્તિ પર નિર્ભર છે.

“મેં બસ ચલાવવાનું સ્વપ્ન સેવ્યું હતું અને આજે હું બસ ચલાવી રહી છું. વાસ્તવમાં તમે કોઈ પણ લક્ષને પામી શકો છો તમારે માત્ર તમારા મગજને તે લક્ષ પ્રાપ્ત કરવા માટે તૈયાર કરવાનું હોય છે.”

 

View this post on Instagram

 

A post shared by Pratiksha Das (@racerchick_11) on


બસ ચલાવ્યા બાદ પ્રતિક્ષાની ઇચ્છા પ્લેન ચલાવવાની પણ છે અને તેણી મુંબઈની ફ્લાઈંગ સ્કૂલમાં એડમીશન લેવા માટે હાલ પૈસા બચાવી રહી છે. આ ઉપરાંત નજીકના ભવિષ્યમાં તેણીની ઇચ્છા બાઈક પર લદ્દાખ જવાની છે. અને કેમ ન હોય બાઈક લવરનું એ સ્વપ્ન હોય છે કે તેઓ જીવનમાં એકવાર તો લદ્દાખના રૂટ પર બાઈક રાઇડીંગ કરે જ. અને પ્રતિક્ષા પોતાની બાઈકસવાર ગેંગની આગેવાની કરવાની છે.

તમને જણાવી દઈએ કે પ્રતિક્ષાની આ સિદ્ધિએ બોલીવૂડના સ્ટાર્સને પણ પ્રભાવિત કર્યા છે. રવિના ટંડને તો પોતાના ટ્વીટર અકાઉન્ટ પરથી પ્રતિક્ષાની આ સિદ્ધિને બિરદાવી પણ હતી.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ