કાજોલ-અજય ઉજવી રહ્યા છે દીકરા યુગનું બર્થડે-વીક ! માતા-પિતાએ સોશિયલ મિડિયા પર જાહેર કરી લાગણી

માતાપિતાને પોતાના બાળકો અત્યંત વહાલા હોય છે અને આ લાગણી કોઈપણ સંજોગોમાં બદલાતી નથી પછી તે કોઈ સામાન્ય માતાપિતા હોય કે પછી સેલિબ્રિટિ માતાપિતા હોય. જે વાત કાજોલ અને અજય દેવગનને પણ લાગુ પડે છે. તેમણે સોશિયલ મિડિયા પર પોતાના દીકરા યુગને બર્થડે વીશ કર્યું છે. આજે એટલે કે 13 સપ્ટેમ્બરે યુગ નવ વર્ષનો થયો છે જેને લઈને માતાપિતા બન્ને અત્યંત ઉત્સાહિત છે.

ગઈ કાલે કાજોલે સોશિયલ મિડિયા પર પોતાના દીકરા સાથે એક તસ્વીર શેયર કરી હતી જેનું કેપ્શન હતું ‘બર્થડે વીક સ્ટાર્ટ્સ’ આ તસ્વિરમાં તેણે પોતાના દીકરાને ખોળામાં લીધો હતો અને તેણીની આંખોમાંથી મમતા વરસી રહી હતી.

કાજોલ અને અજય દેવગનને બે સંતાનો છે મોટી દીકરી ન્યાસા અને નાનો દીકરો યુગ. યુગ હવે 9 વર્ષનો થઈ ગયો છે. આ પ્રસંગે માતા-પિતા એટલે કે અજય અને કાજોલે સોશિયલ મિડિયા પર ઘણી તસ્વીરો શેયર કરી છે અને તેને જન્મ દીવસ નીમીતે ખુબ બધી શુભકામનાઓ પાઠવી છે.

આજે પણ તેણીએ યુગની એક નાનકડી વિડિયો શેયર કરી છે જેમાં તે સુપર ક્યુટ લાગી રહ્યો છે તેમાં કાજોલે તેના નાનપણને યાદ કરતું નાનકડું વહાલભર્યું કેપ્શન લખ્યું છે. “ત્રણ વર્ષે પણ તું અદ્ભુત હતો અને આજે તો તું તેના કરતાં પણ અદ્ભુત છે ! હેપી બર્થડે યુગ !”

તો વળી ડેડી અજય પણ કેવી રીતે પાછળ રહી જાય ! અજય દેવગણે પણ પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર એક તસ્વીર શેયર કરી છે જેમાં તેઓ કોઈ ગુરુદ્વારામાં પ્રસાદ લઈ રહ્યા છે. અજયે તસ્વીરનું કેપ્શન કંઈક આમ લખ્યું છે, “તને મોટા થતાં જોવો એક અનેરો આનંદ છે, જે ક્યારેય ખુટશે નહીં ” માતાપિતાની સાથે સાથે તેમના ફેન્સ તેમજ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કોસ્ટાર્સે પણ યુગને બર્થડે વિશ કરી હતી.

કાજોલ અને અજય અવારનવાર પોતાના દીકરા તેમજ દીકરી સાથેની મીઠી મધુર પળોની તેમજ હોલીડેઝની તસ્વીરો શેયર કરતા હોય છે. યુગ ઉપરાંત કાજોલની દીકરી ન્યાસા પણ અવારનવાર લાઈમલાઇટમાં આવતી રહે છે. થોડા દિવસો પહેલાં કાજોલે કોકીલાબેન અંબાણી સાથે એક ઇવેન્ટમાં ભાગ લીધો હતો તેની એક વિડિયો ક્લિપ પણ તેણીએ સોશિયલ મિડિયા અકાઉન્ટ પર શેયર કરી હતી.

હાલ અજય દેવગણ પોતાની પત્નિ કાજેલ સાથે એક ફિલ્મ પર કામ કરી રહ્યો છે. એક અહેવાલ પ્રમાણે ફિલ્મનું નામ ‘તાનાજીઃ ધી અનસંગ વોરિયર’ છે. જો ખરેખર અજય-કાજોલ એકબીજા સાથે કામ કરવાના હોય તો તેમના ફેન્સ માટે આ ખુશીના સમાચાર છે કારણ કે ઘણા વર્ષો બાદ બન્ને એક સાથે પરદા પર જોવા મળશે.

કાજોલે લગ્ન બાદ ફિલ્મો કરવાનું ઘણું ઓછું કરી દીધું છે. તેણીએ પોતાની કેરિયરના તપતા સુરજે અજય દ્વગણ સાથે લગ્ન કરીને કેરિયરમાંથી બ્રેક લીધો હતો. અને લગ્ન બાદ જ્યારે તેણી ફિલ્મોમાં પાછી આવી ત્યારે તેણીએ ફરી પોતાનું શાસન જમાવી લીધું હતું. આજે પણ કાજોલ જેવો અભિનય ભાગ્યે જ કોઈ અભિનેત્રીમાં જોવા મળે છે. તેણી એક ઉત્તમ અભિનેત્રી છે જે તેણીએ તેની એક એક ફિલ્મમાં સાબિત કર્યું છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ