ખેડૂતનો દીકરો બની ગયો કેબીસી 11નો પ્રથમ કરોડપતિ, રમવા જઈ રહ્યો છે 7 કરોડ માટે ! શું આજે તે 7 કરોડ જીતી જશે ?

હાલ કોન બનેગા કરોડપતિની આ અગિયારમી સિઝન ચાલી રહી છે. આ એક એવો ટીવી શો છે જે સીધો જ દર્શકોના દીલને અડી જાય છે. કારણ કે તેમાં રમત રમનાર વ્યક્તિ આપણામાંનો જ એક સામાન્ય ભારતીય નાગરીક હોય છે. તમને જણાવી દઈએ કે આ અઠવાડિયે કોન બનેગા કરોડપતી 11 દેશના સૌથી વધારે જોવાતાં પાંચ શોમાંનો એક બની ગયો છે. તેની ટીઆરપી આકાશ આંબી રહી છે.

પણ આ અઠવાડિયાની ખાસિયત એ છે કે તેમાં એક સાથે બે કન્ટેસ્ટન્ટ એવા હતાં જેમણે એક કરોડના પ્રશ્ન માટે પ્રયાસ કર્યો જેમાંથી એકે તો એક કરોડના પ્રશ્નનો સાચો ઉત્તર આપીને આ સિઝનનો પ્રથમ કરોડપતિ બનવાનો રેકોર્ડ પણ બનાવી લીધો. જો કે પહેલો કન્ટેસ્ટન્ટ એક કરોડના પ્રશ્નનો ઉત્તર ન આપી શક્યો અને તે 50 લાખ લઈને ઘરે ગયો પણ બીહારના સનોજે એક કરોડના પ્રશ્નનો સાચો જવાબ આપી સીઝનનો પ્રથમ કરોડપતિ બની ગયો છે. અને આજે તે જો 7 કરોડ વાળા જેકપોટનો સાચો જવાબ આપશે તો કરોડ પતિ નહીં પણ કરોડો પતિ બનીને સિઝનનો રેકોર્ડ તોડશે !

તો ચાલો જાણીએ ખેડૂત પુત્ર સનોજ રાજ વિષેની થોડી હકીકતો

સનોજ રાજ બિહારના જેહાનાબાદ જિલ્લાના હુલાસ ગંજ તાલુકાના ડોંગ્રા ગામનો રહેવાસી છે. તેના પિતા એક ખેડૂત છે. પણ પોતાના દીકરાના ભણતરમાં તેમણે કોઈ જ કસર નથી છોડી. તેમનું કહેવું છે કે સનોજ નાનપણથી જ એક તેજસ્વી વિદ્યાર્થી રહ્યો છે.

તમને જણાવી દીએ કે સનોજે પોતાનો શાળાનો અભ્યાસ એક પ્રાઇવેટ સ્કૂલમાં પુર્ણ કર્યો છે. ત્યાર બાદ તેણે વેસ્ટ બેંગાલની વર્ધમાન યુનિવર્સિટીમાં બી.ટેકનો અભ્યાસ પુર્ણ કર્યો અને તેણે ટીસીએસ કંપનીમાં નોકરી પણ મેળવી લીધી હતી. જો કે તેનું લક્ષ યુપીએસસીની પરિક્ષામાં ઉતિર્ણ થઈને આઈએએસ બનવાનું છે જેના માટે તેણે પોતાની નોકરી પણ છોડી દીધી છે. પણ આ દરમિયાન તે કરોડપતિમાં આવવાની લાલચ ન રોકી શક્યો અને છેવટે તે હોટસીટ પર બેસી જ ગયો અને કરોડપતિ પણ બની ગયો.

પોતાની નવરાશની પળોમાં સનોજ કવિતાઓ લખવાનું પણ કામ કરે છે અને તે પોતાના કવિતા સંગ્રહને પ્રકાશિત પણ કરવા માગે છે. આજના દીવસે દરેક કેબીસી ફેન્સમાં એ જાણવાની તાલાવેલી થઈ રહી છે કે સાનોજ આ 16માં પ્રશ્નનો ઉત્તર આપીને 7 કરોડ જીતશે કે નહીં. જો કે તે વિષે નથી તો સોની ચેનલે કોઈ જ જાતનો ઘટસ્ફોટ કર્યો કે નથી તો સુનોજના માતાપિતા પાસેથી કોઈ જાણકારી મળી.

જો કે 15માં પ્રશ્નનો જવાબ આપીને સુનોજ સિઝનનો પહેલો કરોડપતિ તો બની જ ગયો છે પણ જો 7 કરોડના પ્રશ્નનો ઉત્તર જો તે સાચો આપશે તો તે બીજો રેકોર્ડ પણ બનાવી દેશે.

પણ આ કંઈ પહેલીવારનું નથી કે બિહારનો કોઈ કન્ટેસ્ટન્ટ કરોડપતિ બન્યો હોય આ પહેલાં 2011માં પણ બિહારના મોતિહારીના સુશિલ કુમારે 5 કરોડના પ્રશ્નનો જવાબ આપીને કરોડપતિ બન્યો હતો. તેમનો પાંચ કરોડનો પ્રશ્ન આ પ્રમાણે હતો – 16 ઓક્ટોબર 1868ના રોજ અંગ્રેજોના હાથે નિકોબાર દ્વીપ સમુહ વેચ્યા બાદ ભારતમાંથી કઈ ઔપનિવેશિક શક્તિનો અંત થઈ ગયો હતો ? તે વખતે સુશિલ કુમાર પાસે બે લાઈફ લાઈન હજુ બાકી હતી. જેમાંથી એકનો ઉપયોગ સાવ જ નક્કામો સાબિત થયો હતો પણ છેવટે તેણે સાચો જવાબ આપી દીધો અને 5 કરોડ જીતી ગયો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ