હ્રતિક રોશન અને ટાઈગર શ્રોફની આગામી ફિલ્મ ‘વોર’નું ટીઝર ટ્વીટર ઉપર શેર કર્યા બાદ શરૂ થયો નવો ટ્રેન્ડ…

હ્રતિક રોશન અને ટાઈગર શ્રોફની આગામી ફિલ્મ ‘વોર’નું ટીઝર ટ્વીટર ઉપર શેર કર્યા બાદ શરૂ થયો નવો ટ્રેન્ડ… તેમના ફોટોઝ લઈને લોકો બનાવવા લાગ્યા જોક્સ… ટ્વીટર ટીઝર વોર; ઓનલાઈન નવો ટ્રેન્ડ ચાલુ થયો છે જે સેલિબ્રિટીઝના ફોટોઝને સેટ કરીને બનાવાય છે મીમ્સ અને જોક્સ…

ઓનલાઈન લોકો એટલા બધા ક્રિએટીવ થઈ ગયા છે કે કોઈ રાજનૈતિક ઘટના હોય કે પછી વાવાઝોડું આવવાના સમાચાર હોય ટ્વીટર અને ફેસબુક ઉપર તેને લઈને જોક્સ બનવા લાગે છે અને લોકો તેને ખૂબ મજાથી શેર પણ કરવા લાગે છે. આ ટ્રેન્ડ હવે માત્રા રાજકારણીઓના કાર્ટૂન કે પછી કોઈ ઘટના ઉપરના કટાક્ષ ઉપર માત્ર સિમિત નથી રહ્યો.

હાલમાં, હ્રતિક રોશન અને ટાઈગર શ્રોફની આગામી ફિલ્મ ‘વોર’નું ટીઝર ટ્વીટર ઉપર શેર કરવામાં આવ્યું અને ત્યાર બાદ હ્રતિકના ગ્રીન સ્કીન ફિટ ટી શર્ટમાં એકદમ સ્માર્ટ લૂકને લઈને અનેક જોક ક્રેક થવા લાગ્યા. એ જોઈને ભલભલાને એક મિનિટ તો હસવું આવી જ જાય તેવું છે. આવા જ મીમ્સ, સૂઈ ધાગા ફિલ્મનું પોસ્ટર આવ્યું ત્યારે અનુષ્કાના સામાન્ય ગૃહિણી જેવા લૂક સાથે પણ બન્યા હતા. જેને પણ લોકો ખૂબ જ પસંદ કરીને શેર કરતાં હતાં. આવો જોઈએ લોકો શું લખે છે, વોર ફિલ્મના લૂકને લઈને જુદી જુદી પ્રતિક્રિયાઓ…

અભિનેતા હૃતિક રોશન અને ટાઇગર શ્રોફે સોમવારે તેમની આગામી ફિલ્મ વૉર માટે ટીઝર શેર કર્યું હતું અને તે તેમના ચાહકો વચ્ચે ઇન્શટન્ટ હિટ સાબીત થયું હતું. કેટલાક ટ્વીટર ફોલોઅર્સ ફિલ્મની બનાવવાની પ્રક્રિયા અને તેમના મનપસંદ નાયકો માટેની પ્રશંસા કરીને પોતાની જાતને તે ટીઝર શેર કરી શકતાં રોકી ન શક્યા. જો કે, એવા કેટલાક પણ હતા કે જેઓ તાજો આવેલ આ ટીઝર જોઈને નીતનવીન મીમ્સ પણ બનાવીને શેર કરવા લાગ્યા હતા.

સુપર ૩૦ ફિલ્મમાં બીલકુલ ગ્લેમર વગરનો સાદા પોષાકમાં અને કોઈ જ પ્રકારની ચમકદમક વિનાનો મેકઅપ અને ડાન્સ વિનાના રોલમાં પણ હ્રતિક સૌને પસંદ આવી જ રહ્યા છે ત્યારે આ નવી ફિલ્મ વોરનું ટીઝર જોઈને પણ લોકો તેની પ્રસંશા કરી રહ્યા છે. જેમાં તેઓ એકદમ ફિટ અને હેલ્ધી લાગે છે.

એક આર્મી મેનનું લુક તેને ખૂબ જ શૂટ થાય છે. અહીં આ ફિલ્મની આખી સ્ટોરી કે દ્રશ્યો તો નથી કહેવાઈ પરંતુ હ્રતિકનું લુક જ પૂરતું છે, ફિલ્મ માટે દર્શકોનું ધ્યાન દોરવામાં.


એક મીમમાં તેના બંને લુકને અલગ અલગ રીતે પોસ્ટ કરાયું છે, જેમાં વોર અને સુપર ૩૦નું એક જ વ્યક્તિ એક પહેલી તારીખે અને બીજો મહિનાના અંતે સામાન્ય વ્યક્તિ… એમ જુદા જુદા લુકમાં દેખાય છે. એક પોસ્ટર એવું પણ બનાવાયું છે, જેમાં હોસ્ટેલના રૂમમાં અને ગર્લ્સ હોસ્ટેલની સામે એમ લખાઈને શેર થયેલું છે…

પાપડ બેચને વાલા વર્સિસ પાપડ બનાને વાલા… અને સર્વિસ મેન અને પ્રોડક્ટ સેલ્સ મેન… જેવા મીમ્સ પણ બન્યા છે.

હાલમાં, મોમ્સ બાબુ અને ગર્લ્સ ફ્રેન્ડ સોના બાબુ એમ અલગ અલગ પોઝમાં આર્યન કાર્તિકના પણ બે લુક સાથેની સરખામણીવાળો પોસ્ટર આઉટ થયું હતું જે તેનું નવી ફિલ્મ પતિ પત્ની ઔર વોહના પોસ્ટ આઉટ થયા બાદ બનાવાયું હતું. જેમાં તે એક ફોટોમાં મુછવાળો અને ફોર્મલ સોબર શર્ટ પેંટમાં છે અને બીજા ફોટોમાં ટ્રેન્ડી ટીશર્ટ અને જેકેટ પહેર્યું છે.

આવો મીમ્સ ટ્રેન્ડ આગામી ફિલ્મો અને સેલિબ્રિટીઝ સાથે થઈ રહ્યો છે, જેમાં રડતી આલિયા ભટ, સ્વરા ભાસ્કર અને અન્ય અન્ય અભિનેત્રીઓ સાથેના પોસ્ટર પણ બને છે. જેને લોકોએ ખૂબ પસંદ કરીને શેર કરવાથી તે વાઈરલ થઈ રહ્યા છે.

પીપલ ઇન સોશિયલ મીડિયા અને પીપલ ઇન રિયલ લાઈફ… આ પોસ્ટર તો ખૂબ જ પસંદ કરાઈ રહ્યું છે. જેમાં એક જાતનો વ્યંગ છૂપાયેલો છે કે સોશિયલ મીડિયામાં લોકો ટીપટાપ ફરતા હોય એવા ફોટોઝ મૂકે છે, હકીકતમાં તેઓ સાવ સામાન્ય રીતે જ રહેતાં હોય છે.

હેશ ટેગ વોર અને હેશ ટેગ સુપર ૩૦ સાથે ચાલેલા આ નવા ટ્રેન્ડને લીધે તેમની આગામી ફિલ્મને જરૂર ફાયદો થશે અને દર્શકોમાં તે ફિલ્મને જોવા જવાની ઉત્સુકતા પણ વધશે તેવું લાગે છે.

ફિલ્મ વોરમાં હ્રતિક અને ટાઈગરની સાથે વાની કપૂર પણ છે. આ ફિલ્મ યશ રાજના બેનર હેઠળ આદિય ચોપડા દ્વારા બનાવવામાં આવી છે. જેને સિદ્ધાર્થ આનંદે દિર્ગદર્શિત કરી છે. આ ફિલ્મ ૨ ઓક્ટોબર, ૨૦૧૯ના રીલિઝ થશે. જેમાં એવું માનવામાં આવે છે કે રજાના દિવસો હોવાથી તેને પાંચ દિવસનું લાંબું વીકએન્ડ મળશે. ફિલ્મ સુપર ૩૦ના પણ ખૂબ જ વખાણ થઈ રહ્યા છે. આ ફિલ્મ પહેલા અઠવાડિયે જ ૧૧ કરોડની કમાણી કરી ચૂકી છે. જેથી હવે કહી શકાય કે હ્રતિક રોશનની કિસ્મતનો સિતારો ફરી પહેલાંની જેમ આસમાને ચમકવા માટે તૈયાર છે…

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ