“છૂટ્ટા પૈસા નથી? કંઈ વાંધો નહીં અમે મોબાઈલ પેમેન્ટ સ્વીકારીએ છીએ.” આવું કહેતા થયા છે હવે ચીનના ભીક્ષુકો…

ચીનમાં એક ભિખારી ૪૦,૦૦૦ રૂપિયા કમાઈ લે છે. તેઓ ઓનલાઈન ક્યુ.આર કોડથી માગે છે ભીખ…


આપણે કોઈપણ ભિખારી આપણી આગળ આવે તો એમ કહી દેતાં હોઈએ છીએ કે છૂટ્ટા નથી આગળ જાવ. આ બહાનું હવે નહીં ચાલે, એવા દિવસો નજીક આવ્યા છે. ભારત દેશમાં જ્યાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ કહેવાય છે ત્યાં ગરીબીની સપાટી અને માંગીને જીવન ગુજારતા લોકોની સંખ્યા અગણિત છે. એવામાં ગમે તેટલો વિકાસ અને ટેક્નોલોજીની આપણે વાત કરીએ તો પણ આપણે એટલાં તો એડવાન્સ નથી જ થઈ શકતાં કે સંપૂર્ણરીતે આપણે કેસલેસ વ્યવહાર કરીએ.


તેમ છતાં ડિઝિટલ યુગની સાથે તાલ મીલાવીને આજનો સામાન્ય વર્ગ પણ ક્રેડિટ કાર્ટ અને ઓનલાઈન પેમેન્ટની સુવિધાઓનો ઉપયોગ કરતો થઈ ગયો છે. આપણે આપણી બાજુના જ એક દેશની વાત કઈએ તો ચીનમાં હાલ એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે જે છે, ભિખારીઓને કેસલેસ પેમેન્ટ કરવાનું… જી હા, હવે ભિખારીઓને હાથમાં વાસણમાં છૂટ્ટા પૈસા આપવાને બદલે હવે એવી સિસ્ટમ શરૂ થઈ છે, જેમાં તેઓ ક્યુ,આર કોડ દ્વારા મોબાઈલથી જ ભીખ માગે છે. આવો જોઈએ શું છે આ નવો તરીકો ભીખ માગવાનો…


“છૂટ્ટા પૈસા નથી? કંઈ વાંધો નહીં અમે મોબાઈલ પેમેન્ટ સ્વીકારીએ છીએ.” આવું કહેતા થયા છે હવે ચીનના ભીક્ષુકો…

ચાઈનાના દૈનિકમાં આવેલ સમાચાર મુજબ એક માણસ ગળામાં એક કાર્ડ લટકાવીને સામે આવીને ઊભો રહ્યો, અને કહ્યું; “હું માનસિક રીતે બીમાર છું અને મારા પરિવારે મને આ ક્યુ.આર કોડ આપ્યો છે. મને પૈસા આપીને મદદ કરશો?”


ચીનમાં હાલમાં એક નવી જ રીતે ભીખ માગવાનો સિલસિલો શરૂ થયો છે અને તે પણ એટલી હદે વિકસ્યો છે કે બેગર્સ સ્ટાર્ટ અપ તરીકે તેને બહોળા પ્રમાણમાં પ્રોત્સાહન મળી રહ્યું છે. ચીનમાં ભિખારીઓ સિગ્નલ ઉપર કે માર્કેટની સડક ઉપર તમને ભીખ માગતા સામે મળે ત્યારે જો તમે એમ કહી દો કે અમારી પાસે ચેન્જ નથી આગળ જાવ… તો તરત જ તમને તેઓ ઓનલાઈન પેમેન્ટનું ઓપ્શન આપી દે છે. જેમાં તેઓ પાસે સ્વેપ મશીન હોય છે જેમાં તમે કાર્ડ સ્ક્રેચ કરીને રકમ ચૂકવી દઈ શકો છો. આ સિવાય વધુ એક ઓપ્શન પણ તેઓ આપે છે આમાં તેઓના ગળામાં એક ક્યુ.આર કાર્ડ હોય છે.


જેને મોબાઈલથી સ્કેન કરીએ તો આપેલ રકમ જે તે વ્યક્તિના ખાતામાં પોતાની મેળે જતા રહે છે. આ એક સુરક્ષિત નાણાની આપલેની રીત છે. જેમાં બેન્ક એકાઉન્ટ આપવાની જરૂર રહેતી નથી અને વપરાશકારે પણ બેન્કમાં જઈને પૈસા ઉપાડવાની જરૂર રહેતી નથી. વપરાશકાર પણ નજીકના સુપર માર્કેટમાં કે ગ્રોસરી માર્કેટમાં જઈને જરૂરિયાતની વસ્તુઓ ક્યુ.આર કોડ મારફતે જ ખરીદી લઈ શકે છે. આ સિસ્ટમ એટલી તો સરળ છે કે જેમ આપણે આપણો ફોટો મોબાઈલથી પાડી લઈએ અને વ્હોટસેપમાં કોઈને પણ મોકલી દઈએ.

PENTAX DIGITAL CAMERA

શું છે આ ક્યુ.આર કોડ સિસ્ટમ અને તેની સાથે કઈરીતે વધી રહ્યું છે બેગર્સ સ્ટાર્ટ અપ…

ક્યુ.આર કોડ સિસ્ટમ એ બાર કોડ જેવું જ હોય છે પરંતુ તેમાં લીટાં કે આંકડા નથી હોતા તેમાં ડિઝિટલી ચોરસ બોક્સ હોય છે. જેને સ્કેન કરીને જે તે એકાઉન્ટ સાથે જોડાણ કરી શકાય છે. ઝડપથી પાસવર્ડની પણ આપ – લે કર્યા વિના આ રીતે પૈસા ટ્રાન્સફર કરી શકાય છે. જે સુરક્ષિત પણ છે. જેમાં પૈસા ઉપાડવા બેન્ક જવાની પણ જરૂર નથી પડતી જેથી કોઈ પણ નાણાંકીય વ્યવહાર કરવું ખૂબ જ ઝડપથી આ સિસ્ટમને લીધે શક્ય બને છે.


કઈરીતે આ નવો વ્યવસાય બની ગયો છે, ભિખારીઓ માટે તે જાણશો તો ખરેખર નવાઈ પણ લાગશે અને હસવું પણ આવશે. આ એક એવો સ્ટાર્ટ અપ બની ગયો છે કે રસ્તા ઉપર ભીખ માગતા લોકોના ગળામાં એક પ્લેકાર્ડ મૂકી દેવાય છે જે લોકો પોતાના મોબાઈલમાં પે મેન્ટગેટવે સાથે સ્કેન કરી દઈને પૈસા આપી દઈ શકે છે. હવે, આ ક્યુ.આર કોડ હોય છે કોના જાણો છો? તે હોય છે વિવિધ પ્રોડક્ટ્સની જહેરાત માટેના… જી હા, જાહેરાતો એ સૌથી મોટો વ્યવસાય છે આ દુનિયાનો તેમાં બેમત નથી. ઓનલાઈન વેબસાઈટ કે બ્લોગ અને એપ્લિકેશનમાં પણ નાના નાના બોક્સમાં સાઈડમાં આપણે જાહેરાતોના કાર્ડ અને વીડિયોઝ જોઈએ જ છીએ એમ આ પણ એક પ્રકારની જાહેરાતોનું માર્કેટિંગ સ્ટેટજીકલ સ્ટાર્ટ અપ થઈ ગયું છે.


જે તે વિજ્ઞાપનવાળા પોતાની પ્રોડક્ટ્સના ક્યુ.આર કોડ આપે છે આ ભિખારીઓને જેને સ્કેન કરીને લોકો જે પણ રકમ કોઈન થાય તે ભિખારીના ખાતામાં જાય. એટલે કે હવે મોટાં મોટાં બેનરો અને મોંઘાં મોડલો નહીં પણ કોઈ વસ્તુનું માર્કેટિંગ કરી રહ્યા છે રસ્તે ચાલતા ઘર વિનાના આ બેગર્સ…
બેગર્સ એડવર્ટાઈઝમેન્ટ વીધ ક્યુ.આર કોડ, એક મોટું એડવર્ટાઈઝ સ્ટાર્ટ અપ થઈ ગયું છે. આ વસ્તુનો લાભ હવે કોઈપણ લઈ શકે છે. જે તમને જાણીને નવાઈ લાગશે કે ચીનના મેટ્રો સીટીના બેગર્સ અઠવાડિયે ૪૦,૦૦૦ જેટલી કમાણી કરી શકે છે અને દિવસના તેમને ૪૦૦૦ રૂપિયા જેટલી કમાણી પણ કરી શક્વાની તક મળે છે.

કોણ કોણ કરે છે આ રીતે કમાણી?


રસ્તે ચાલતા લોકોને ગરીબ બાળકો, વૃદ્ધા કે અપંગ લોકો આ રીતે ગળામાં કે છાતીએ સ્વેપ કાર્ડ કે ક્યુ.આર કોડ લગાવીને ફરતાં ચીનના શહેરોમાં જોવું એ હવે નવાઈ ભર્યું નથી. વળી, ચીનમાં હોટલ્સના વેઈટર્સ પણ આ રીતે ટીપ્સ પણ માંગતાં થઈ ગયાં છે. જેથી તેમને કોઈ પૈસા લેતાં પણ જુએ અને તેમની કમાણીને તેઓ ક્યારેય પણ ગમેતે રીતે વટાવી લઈ શકે…


તો ભવિષ્યમાં છૂટ્ટા નથી એમ કહેવાને બદલે, સોરી ફોનમાં બેટરી કે બેલેન્સ નથી એવું કહી દેવાની ટેવ પાડવાનો સમય નજીક છે. આપણે કલ્પના પણ ન કરી શકીએ પરંતુ વિચારી જુઓ કે ભારત દેશમાં પણ આવા ઓનલાઈન બેગર્સ સ્ટાર્ટ અપ્સ શરૂ થાય તો?

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ