ક્યાં બાત: ફરીથી હિમેશનું ‘ઝલક દિખલા જા’ WWE સ્ટાઈલમાં વાયરલ, જોઈને બોખા થઈ જાવ એવું હસવું આવશે!

ક્યાં બાત: ફરીથી હિમેશનું ‘ઝલક દિખલા જા’ WWE સ્ટાઈલમાં વાયરલ, જોઈને બોખા થઈ જાવ એવું હસવું આવશે!

ઝલક દિખલા જા… ઝલક દિખલા જા…આ ગીત પર ઇમરાન હાશ્મીનો ધાંસુ ડાન્સ અને અવાજ હિમેશ રેશમિયાનો છે. એ બધું તો ઠીક છે. પરંતુ ઘણા યુવનો અને યુવતીઓના પ્લેલિસ્ટમાં હજી પણ આ ગીત જીવતું હશે. આમ પણ સદાબહાર ગીતો થોડો કંઈ નાશ પામે છે?… તેથી એવું બન્યું છે કે ઇન્ટરનેટ જગતમાં જે લોકો હમેશા એક્ટિવ રહેતા હોય તેણે એક એવું જ કામ કર્યું છે અને વીડિયો ક્યાંકથી શોધી લાવ્યા છે. હિમેશ ભાઈના ગીત સાથે ડબ્લ્યુડબ્લ્યુઇ દ્રશ્યો સેટ કર્યા છે. પછી તો શું… જે પરિણામ આવ્યું છે તે વાયરલ થઈ ગયું છે. શું તમે વિચારી રહ્યા છો… મજા આવશે. ફક્ત એક નજર કરો એટલે મજા જ મજા આવશે.

આ દિવસોમાં શેર કરવામાં આવેલ આ ફન્ની વિડિઓ @_ag_rishabh_ દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવી છે. તેણે કેપ્શનમાં કહ્યું, ‘મારે વધુ જોરથી હસવું ન જોઈએ, પરંતુ….’ લેખ લખાય ત્યાં સુધીમાં વીડિયોને 30,000 થી વધુ વ્યૂ અને 2 હજાર લાઈક્સ મળી ચૂકી છે. ખરેખર વીડિયોને ઇન્સ્ટાગ્રામ યુઝર Jayroy_11 દ્વારા શેર કરવામાં આવ્યો છે. પરંતુ હવે આ વીડિયો સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મ પર ભારે વાયરલ થઈ રહ્યો છે. લોકોને પણ આ વીડિયો પસંદ પડી રહ્યો છે અને મોજ લઈ રહ્યા છે.

આ વીડિયોની મોટી ખુબી એ છે કે આ વાયરલ વીડિયો પર મિશ્રિત નથી પરંતુ લોકોની એક સરખી જ પ્રતિક્રિયા મળી રહી છે. બધી હાસ્યની ઇમોજીઝ ટિપ્પણીઓમાં શેર કરવામાં આવી રહી છે. જ્યારે કેટલાકે રચનાત્મક વ્યક્તિની પ્રશંસામાં શબ્દો પણ લખ્યા છે જે આ વીડિયોનો જનક છે. બાકી લોકોને ભારે આનંદ આવી રહ્યો છે. અને વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે. લોકોએ સ્ટોરી અને સ્ટેટસમાં વીડિયો રાખીને તેના સ્નેહી જનોને પણ આ લાભ આપ્યો હતો.

image source

આમ તો ઝલક દિખલા જા ગીત એ વર્ષ 2006માં આવેલી ફિલ્મ અક્સરનું છે. તે સમયે આ ગીત સુપરહીટ થઈ ગયું હતું. અગાઉ પણ આ ગીત ઈમરાન હાશમી ઉપર જ ફિલ્માવવામાં આવ્યું હતું અને હિમેશ રેશમિયાએ ગાયું હતું. આ નવા ગીતમાં એકવાર ફરીથી આ સુપરહીટ જોડી રિપીટ થઈ હતી. આ જ રીતે હવે ઈમરાન હાશમીની એક્ટિંગ અને હિમેશ રેશમિયાના અવાજમાં ધમાલ મચાવવા માટે જૂનું ગીત નવા સ્વરૂપમાં આવ્યું છે. જે રિલીઝ થયાના ગણતરીના કલાકોમાં લાખો લોકોએ જોઈ નાંખ્યું હતું અને હજુ પણ આ ગીતનો ક્રેઝ એવો જ જોવા મળી રહ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ