આ ન્યૂઝ રિપોર્ટર પેન્ટ પહેરવાનું જ ભુલી ગયા, અને ચાલુ થઈ ગયુ બ્રોડકાસ્ટ, જોઇ લો તમે પણ આ વિડીયો

એબીસી ન્યૂઝ ચેનલના રિપોર્ટર પેન્ટ પહેરવાનું ભુલી ગયા અને ચાલુ થઈ ગયું બ્રોડકાસ્ટ – પછી તો થયું જોવા જેવું

કોરોના વાયરસના કારણે સમગ્ર વિશ્વના મોટા ભાગના દેશોમાં લોકડાઉન ચાલી રહ્યું છે અને મોટા ભાગના લોકો ઘરેથી જ કામ કરી રહ્યા છે. પછી તે કોઈ કમ્પ્યુટર ટેકી હોય કે પછી કોઈ ન્યુઝ ચેનલનો પત્રકાર હોય. લોકો પોતાનું કામ લાઈવ વિડિયો કે પછી વિડિયો મિટિંગ દ્વારા કરી રહ્યા છે.

image source

પણ ઘણીવાર એવું બનતું હોય છે કે લાઇવ વિડિયો કરતી વખતે વ્યક્તિથી કેટલીક ચૂક થઈ જતી હોય છે. જેમ કે થોડા સમય પહેલાં કેટરિના કેફનો પણ એક લાઇવ વિડિયો સોશિય મિડિયા પર શેર થયો હતો જેમાં તેણી લાઈવ ગયા પછી તેણીને ખ્યાલ નહોતો રહ્યો કે તેણી ખરેખર લાઈવ દેખાઈ રહી હતી અને ત્યાર બાદ તેણે વિડિયો બંધ કરી દીધો હતો. તેમાં તેણીની નાની બહેન ઇઝાબેલે તેને વિડિયો બંધ કરવામાં મદદ કરી હતી.

તાજેતરમાં અમેરિકાના એક પત્રકાર સાથે લાઈવ બ્રોડકાસ્ટ વખતે ગડબડ થઈ ગઈ હતી. ‘ગુડ મોર્નિંગ અમેરિકા’ના એક સેગમેન્ટ દરમિયાન એબીસી ન્યુઝ ચેનલનો એક રીપોર્ટ જ્યારે પેન્ટ વગર અને માત્ર પોતાની બોક્સરમાં જોવા મળ્યો ત્યારે મચી ગયો હતો હંગામો. આ રીપોર્ટ પોતાની ઘરે જ બનાવેલી ઓફિસમાંથી બોલી રહ્યો હતો. તેનું નામ છે વિલ રીવ, તે ગુડ મોર્નિંગ અમેરિકાના હોસ્ટ એમી રોબેચ સાથે એ બાબત પર ચર્ચા કરી રહ્યો હતો કે ફ્લોરીડાની દવાની દુકાનો ડ્રોન્સ દ્વારા પ્રિસ્ક્રિપ્સન કરેલી દવાઓ વૃદ્ધ ગ્રાહકોને તેમના રીટાયરમેન્ટ વિલેજમાં મોકલી રહ્યા છે. તે વખતે લોકોના ધ્યાન પર આવ્યું હતું કે આ રીપોર્ટ પેન્ટ વગર જ માત્ર પોતાના બોક્સર સાથે રીપોર્ટીંગ કરવા બેસી ગયો હતો.

જો કે રીવ માથાથી કમર સુધી બિલકુલ કોઈ પ્રોફેશનલ જેવો જ લાગતો હતો. પણ કમરથી નીચે તે આપણામાંનો જ એક ઘરેથી કામ કરતા કર્મચારી જેવો જ લાગતો હતો. તેણે પેન્ટ પહેરવાની જગ્યાએ શોર્ટ્સ પહેરવાનું પસંદ કર્યું હતું.

દુરભાગ્યે તેના કેમેરાનો એન્ગલ એવો હતો કે તેના કારણે તેની કમરની નીચેનો ભાગ પણ જોઈ શકાતો હતો. અને અમેરિકાના આ લોકપ્રિય મોર્નિંગ શો જોનારાઓને રીવના પેન્ટ વગરના પગ પણ જોવા મળી ગયા હતા.

થોડી ક જ ક્ષણોમાં રીવની આ ભુલ સમગ્ર ટ્વીટર પર વાયુવેગે ફેલાઈ ગઈ અને ઘણા લોકોએ જો કે રીવના આ વર્તનનું રક્ષણ પણ કર્યું હતું, અને તેને સામાન્ય માણસોમાંનો જ એક ગણાવ્યો હતો. એક વ્યક્તિએ ટ્વીટ કર્યું હતું, ‘પ્રામાણિક પણે કહેવા જઈએ તો આજકાલ આપણે બધા આવા જ છીએ’ તો વળી એક યુઝરે લખ્યું ‘સમય જ વિચિત્ર છે.’

રીવની આ તસ્વીર શોના હોસ્ટ એડમ ગ્રેહામે પોતાના ટ્વીટર હેન્ડલ પર શેર કરી હતી. અને ટ્વીટ કર્યું હતું કે મારા છોકરા જરા પેન્ટ તો પહેરી લે. અને તેની પ્રતિક્રિયામાં ઘણા બધા ટ્વીટર યુઝરે કંઈને કંઈ લખ્યું હતું. તો વળી એક યુઝરે તો એવી પણ મજાક કરી હતી કે પેન્ટના દિવસો હવે જતા રહ્યા છે.

image source

જોકે રીપોર્ટરે પાછળથી સ્પષ્ટ કર્યું હતું કે તેણે કોઈ બોક્ષર નહોતી પહેરી પણ શોર્ટ્સ પહેરી હતી. તેણે પોતે પણ તે તસ્વીરને રી ટ્વીટ કરી હતી. જો કે એટલું તો સ્પષ્ટ હતું કે તે પેન્ટ પહેરવાનું ભુલી નહોતો ગયો પણ તેણે જાણી જોઈને પેન્ટ નહોતું પહેર્યું અને શોર્ટ પહેરવાનું જ પસંદ કર્યુ હતું આખરે તે ઘરેથી કામ કરી રહ્યો હતો આટલી સ્વતંત્રતા તો મળવી જ જોઈએ.

Source : Yahoo

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ