નવા લગ્ન કરેલી સુંદર યુવતીની પંખે લટકતી લાશ મળી, 10 દિવસમાં જ થઈ ગયો કાંડ, જાણો સમગ્ર કહાની

આત્મહત્યા અને મર્ડરના કિસ્સા ખુબ જોવા મળી રહ્યા છે. રોજ સવારે ઉઠીને પેપરમાં વાંચવા મળે કે આજે અહીંયા લોકોએ આત્મહત્યા કરી છે. લોકડાઉન પછી આત્મહત્યાના કિસ્સા ખુબ વધી ગયા છે. ત્યારે હવે ફરી એકવાર કંઈક હટકે કિસ્સો સામે આવ્યો છે. જિલ્લાના સિંઘવાલી આહિર પોલીસ સ્ટેશન વિસ્તારમના ગ્રામ બિલાઉચપુરામાં એક નવવિવાહિતા મહિલાનો મૃતદેહ છતનાં પંખા સાથે લટકતો મળી આવ્યો હતો. પરિણીત મહિલાના પરિવારજનો તેને હત્યા કહી રહ્યાં છે તો પોલીસ તેને આત્મહત્યાનો દાવો કરી રહી છે. હવે તેના મોતની સ્થિતિ પોસ્ટ મોર્ટમ રિપોર્ટથી જ સ્પષ્ટ થઈ શકશે.

image source

દહેજ ન આપવાના કારણે કરી હત્યા

ગાઝિયાબાદના નિવાસી પોલીસ સ્ટેશન વિસ્તારના સારા ગામની 22 વર્ષીય બેબીના લગ્ન આશરે ચાર મહિના પહેલા યુવક સમીર સાથે થયા હતા. બુધવારે બેબીનો મૃતદેહ ઘરના બીજા માળે રૂમમાં પંખા સાથે લટકતો મળી આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળે આવી તપાસ કરી બેબીનો મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે મોરચેરી મોકલી આપ્યો હતો.

image source

માતાનું ઘર છોડીને 10 દિવસ પહેલાં જ આવી હતી સાસરે

મૃતકના ભાઈ અયાઝ ખાને જણાવ્યું હતું કે તેની બહેન બેબીને દહેજ માટે સાસરિયાના લોકો ત્રાસ આપતા હતા. લગભગ દસ દિવસ પહેલા બે મહિના તેના માવતરના ઘરમાં રહીને પછી બેબી તેની સાસુના ઘરે આવી હતી. આરોપ છે કે દહેજની માંગ પુરી ન થવાને કારણે બેબીના સાસુ-સસરાનએ બેબીને ફાંસીની જેમ લટકાવીને મારી નાંખી છે.

image source

પોલીસ શું કહે છે આ સમગ્ર મામલે

આ કેસમાં સ્ટેશન પ્રભારી શિવ પ્રકાશસિંહે જણાવ્યું છે કે. પહેલા કારણમાં એવું બહાર આવ્યું છે કે બેબીએ ફાંસી ખાઇને આપઘાત કરી લીધો છે. મહિલાના મોતનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી જ પાક્કું કારણ જાણી શકાશે. આ કેસમાં કેસ નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે જે પણ ગુનેગાર હશે એને સજા આપવામાં આવશે.

image source

આ જ વર્ષે સપ્ટેમ્બરમાં સુરતમાં મળી આવી હતી યુવતીની લાશ

સુરતમાં વિદેશી યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. સુરતના મગદલ્લા ગામના ભૈયાભાઈ સ્ટ્રીટ પર થાઈલેન્ડની મિમ્મી નામની સ્પામાં કામ કરતી યુવતીની સળગેલી હાલતના મહિલાનો મૃતદેહ મળતા ખળભળાટ મચી ગયો હતો. વિદેશી મહિલાનો મૃતદેહ સળગેલી હાલતમાં મળતા સુરત પોલીસ દોડતી થઈ છે.

image source

સમગ્ર કેસમાં યુવતીનું મર્ડર થયું હોય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. મગદલ્લા ગામમાં ભૈયાભાઈ સ્ટ્રીટ આવેલી છે. આ સ્ટ્રીટ પરના એક મકાનના બીજા માળે આવેલ એક રૂમમાં સળગેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ મકાન નાગીનભાઈ પટેલનું છે, જેમાં થાઈલેન્ડની મીમ્મી નામની યુવતી ભાડેથી રહેતી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ