સ્ટેજ પર આ 4 કલાકારોએ એવા ગાંડા કાઢ્યાં કે વીડિયો જોઈને બોખા થઈ જાવ એવું હસવું આવશે

તાજેતરમાં સોશિયલ મીડિયામાં પર આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલા આ વીડિયો વિશે વાત કરીએ તો તેમાં દેખાઈ રહ્યું છે કે, કેટલાક કલાકારો હાર્મોનિયમ, તબલા અને મંજીરા વગાડી રહ્યાં છે.

એક સાથે બેસીને આ કલાકારો સ્ટેજ પર પર્ફોમન્સ આપી રહ્યા હતાં આ સમયે તેમની કરેલી એક્ટિંગ અનોખી હતી જેના કારણે આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. સ્ટેજ પરફોર્મન્સ આપતી વખતે તેઓ ખૂબ જ રમુજી અદા સાથે ગાતાં અને વગાડતાં જોવા મળ્યા હતા. તમે પણ આ વીડિયો જોઈને પેટ પકડીને હસી જરૂર હસી પડશો.

મળતી માહિતી મુજબ આ વીડિયો IAS અધિકારી અવનીશ શરણે શેર કર્યો છે. વીડિયોની શેર કરતી વખતે તેમણે કેપ્શનમાં રમુજી ટિપ્પણી ઉમેરતાં લખ્યું હતું કે, “કર્મચારી માર્ચમાં કેવી રીતે કામ કરે છે”. આ ઉપરાંત તેમણે # માર્કક્લોઝિંગ પણ લખ્યું છે. તેમનું કહેવું હતું કે આ માર્ચ એન્ડીંગ પરફોર્મન્સ છે જેથી આવો જોશ કલાકારોમાં જોવા મળી રહ્યો છે.

આ વીડિયોમાં જોતાં ખબર પડે કે જ્યારે કોઈ પણ કલાકાર સ્ટેજ પરફોર્મન્સ આપતાં હોય છે ત્યારે તે કેવી રીતે પોતે પણ તેની મજા લેતા હોય છે. આ કલાકારો સ્ટેજ પર પર્ફોર્મન્સ આપતાં સમયે ખૂબ જ ઝડપથી ગીત ગાવા લાગે છે અને સંગીતનાં સાધનોનો તાલ પણ જડપી બનાવે છે.

આ સાથે તેઓ તેનો ખુબ આંનદ સાથે ઝૂમતાં હોય તેવું લાગી રહ્યું છે. અહીં માત્ર ગાનાર કલાકાર જ નહીં વગાડનારા કલાકારો પણ ખુબ જોશમાં સાથે ઇન્સ્ટ્રૂમેન્ટ્સ વગાડતા નજરે પડી રહ્યા છે. આ વિડીયો જોવામાં ખૂબ જ હસવાનારો છે. લોકો આ વીડિયોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 48 હજારથી વધુ લોકો જોઈ ચૂક્યાં છે.

આ સાથે લોકો વીડિયો પર મજેદાર ટિપ્પણીઓ પણ કરી રહ્યા છે. એક યુઝરે આ વીડિયો જોયા પછી કૉમેન્ટ ઉમેરી હતી કે, “એપ્રિઝલનો નિર્ણય આ મહિનાના પર્ફોર્મન્સ દ્વારા જ લેવામાં આવે છે, તમને તે કરવું પડશે.” તો બીજાએ લખ્યું – “વગાડવા વાળાને વધુનો ટાર્ગેટ મળ્યો લાગે છે. ત્યારે હવે આ વીડિયો લોકો વચ્ચે ચર્તાનું માધ્યમ બન્યો છે અને ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!