લોકડાઉનના કારણે દુનિયા આટલી હદે બદલાઈ ગઈ છે – જુઓ રમુજી તસ્વીરો
કોરોના વાયરસની વૈશ્વિક મહામારીના કારણે સમગ્ર વિશ્વમાં લોકડાઉનનો માહોલ છે. આખીએ દુનિયાની જીવનશૈલી જાણે બદલાઈ ગઈ છે. હવે વર્ક ફ્રોમ હોમ, સ્ટડી ફ્રોમ હોમ, શોપિંગ ફ્રોમ હોમની લોકોને ફરજ પડી છે. રસ્તાઓ સુમસામ પડ્યા છે તેની સારી અસર વાતાવરણમાં થઈ છે અને વાતાવણમાં દાયકાઓ બાદ પોલ્યુશનના આંકડાઓમાં જમીન આકાશનો ફરક જોવા મળ્યો છે. જો કે તેના કારણે કંઈ લોકોની આદતોમાં ફેરફાર નથી થયો. આજે પણ ઓનલાઇન ક્લાસમાં વિદ્યાર્થીઓ શાળાના વર્ગ જેવી જ મસ્તી કરે છે. તો ચાલો જોઈએ તેવી જ કેટલીક રમૂજી તસ્વીરો જે તમારો દીવસ સુધારી દેશે.

આવી ગયા છે બજારમાં થ્રીડી માસ્ક. હવે તમારે માત્ર પહેરવા ખાતર જ માસ્ક નથી પહેરવાના પણ તે તમારા વસ્ત્રોનો જ એક હિસ્સો બની ગયો છે. અને હવે લોકો તેમાં પણ પેટર્ન, ફેશન અને ટ્રેન્ડ શોધવા લાગ્યા છે. લગ્ન મંડપમાં પણ દુલ્હન કે દુલ્હા પોતાના ચણિયા ચોળી કે શેરવાનીના મેચિંગના રેશમી માસ્ક પહેરતા જોવા મળશે તો અહીં આ તસ્વીરમાં દર્શાવવામાં આવેલા વ્યક્તિની જેમ કોઈ સેલેબ્રીટી માસ્ક પણ પહેરીને ફરતું જોવા મળશે.

ફ્રિઝમાંનું આ દ્રશ્ય પણ હવે કાયમી બની ગયું છે. લોકડાઉનના કારણે શાકભાજીઓમાં પણ વેરાયટી મળવાની બંધ થઈ ગઈ છે. હરીફરીને દૂધી જ ખાવાનો વારો આવી રહ્યો છે. અને તે પણ કાલે કદાચ ન મળે તો ભયના માર્યા લોકો દ્વારા દૂધીનો પણ ઢગલા બંધ સ્ટોક કરી લેવામા આવે છે.

આ તસ્વીરમાં બાળક ઓનલાઇન અભ્યાસ કરી રહ્યો છે તો તેની પાછળ તેની માતા તે સરખી રીતે ભણે તે માટે લાકડી લઈને બેઠી છે. બાળકની જરા પણ નજર હટી કે તરત જ દુર્ઘટના ઘટી સમજો. શીક્ષક નથી તો શું થયું માતા નજર રાખશે ઘરેથી ભણતા બાળક પર.

પી.એમ મોદીના આત્મનિર્ભર ભારતના નિવેદનને લોકોએ એટલી હદે ગંભીરતાથી લઈ લીધું છે કે હવે તો ભારતમાં સ્વદેશી સુપરમેન પણ આવી ગયો છે. અને તેને રીતસરનો રીક્ષાની પાછલી બારીમાથી નાખીને લઈ જવામાં આવી રહ્યો છે.

લોકડાઉન દરમિયાન આ ઘટના તો લગભગ બધા જ લોકો સાથે થઈ હશે. કામ કરવાનું બંધ થઈ ગયું છે પણ પેટની ચક્કી તો એકધારી ચાલુ જ છે. અરધા અરધા કલાકે લોકો નાશ્તા માટે ફ્રીઝના ચક્કર લગાવતા થઈ ગયા છે. આ તસ્વીરમાં તમે લોકડાઉનના પ્રથમ દિવસથી લઈને 30મા દિવસ સુધી સાઇડ ઇફેક્ટને સ્પષ્ટપણે જોઈ શકો છો. સતત કામ નહીં કરવાથી અને સતત નાશ્તો ખાતા રહેવાથી વજન તો વધવાનું જ હતું.

નવરા બેઠા લોકોના પરાક્રમમાં પણ ભારે નવિનતા આવી છે. આ તસ્વીરમાં તમે જોઈ શકો તેમ બહાર નહીં જવાનું હોવાથી માત્ર તસ્વીર જ પાડવી હોવાથી આ ભાઈ બે અલગ અલગ શર્ટ પહેરીને ફોટો પડાવી રહ્યા છે પણ તેના પાછળ ફરતા જ તેની પોલ ખુલી જાય છે.

હવે તો વાળંદની દુકાનો કહો કે આધુનિક ભાષામાં સલૂન કહો કે પછી મહિલાઓના બ્યુટીપાર્લર. આ દ્રશ્ય દરેક માટે સામાન્ય બની જશે. જો સામાન્ય સંજોગો હોત તો આ દ્રશ્ય જોઈને કોઈ પણ ચિંતામાં પડી જાય. પણ હવે તો આ દ્રશ્ય રોજિંદુ બની જશે. ટુંકમાં ત્યાં સુધી તો ખરું જ્યાં સુધી કોરોના વાયરસ આ પૃથ્વી પરથી વીદાઈ ન લઈ લે.

આ કાકાના માસ્કને જોઈ તમને પણ તમારા માટે આવો જ માસ્ક બનાવડાવાનો કે પછી ઓર્ડર કરવાનું મન થઈ જશે. કારણ કે તમારે સતત માસ્ક પહેરીને ફરતા રહેવાનું હોવાથી કંઈ શરીરની અન્ય જરૂરિયાતો થોડી ભૂલી જઈ શકાય છે. પાણી પીવા તેમજ ખાવા માટે કંઈક તો અવકાશ રહેવો જોઈએને. હવે તમે ક્યારેય માસ્ક ખરીદો તો આ વાતનું ધ્યાન રાખવાનું ન ભુલતા.
Source : Navbharattimes
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ