આવા ડિઝાઈનર્સે તો પોતાના કામમાંથી નિવૃત્તિ જ લઈ લેવી જોઈએ, ફોટો જોઈને હસવું રોકી નહિ શકો..

આવા ડિઝાઈનર્સે તો પોતાના કામમાંથી નિવૃત્તિ જ લઈ લેવી જોઈએ – જુઓ લોકો નવરા બેઠા બેઠા કેવી ડિઝાઈન બનાવતા હોય છે

માણસોને હંમેશા ચિત્ર વિચિત્ર આઇડીયાઝ આવતા રહેતા હોય છે અને હદ તો ત્યારે થાય છે જ્યારે તે આઇડિયાને વાસ્તવિક રૂપ આપવામા આવે અને પછી તેની ફજેતી થાય. ખાસ કરીને ડીઝાઈનર્સને આવા ચિત્ર વિચિત્ર ખ્યાલો આવતા જ રહે છે અને તેઓ પોતાના આ ખ્યાલોને હકીકતમાં તબદીલ કરતા હોય છે. તો આજે અમે તમારા માટે આવી જ કેટલીક વિચિત્ર ડિઝાઈન્સની તસ્વીરો લઈ આવ્યા છે કે તમને એકબાજુ હસવાનું મન થશે અને એક બાજુ રડવાનું મન થઈ જશે કે લોકો આવી ડીઝાઈન્સ પણ બનાવી શકે ? !

તો ચાલો જોઈએ આવી જ કેટલીક ફની આઇડિયાઝની તસ્વીરો.

 

View this post on Instagram

 

A post shared by Gab Bois (@gabbois) on

1. કોરોનાની મહામારી દરમિયાન મોટા ભાગના દેશોમા સૌથી વધારે શોર્ટેજ જો કોઈ વસ્તુની સર્જાઈ હોય તો તે હતા ટોઇલેટ પેપર્સ. દર વર્ષે એકલા માત્ર અમેરિકામાં જ સાત બીલીયન ટોઇલેટ પેપર્સ રોલ અમેરિકામાં વેચાય છે. અમેરિકાનો એક નાગરિક દર વર્ષે સરેરાશ 141 ટોઇલેટ પેપર રોલનો ઉપયોગ કરે છે. પણ આ તસ્વીરમાં દેખાતું ટોઇલેટ પેપર તો કોઈ લક્ઝરીયસ ઓપ્શન છે. જેને વાપરી પણ ન શકાય કે ફ્લશ પણ ન કરી શકાય.

image source

2. આ એક એશ ટ્રે છે પણ તમે તેના તળિયે લગાવેલું સ્ટીકર જોઈ શકો છો. તેના પર સીગારેટની તસ્વીર છે અને તેના પર ક્રોસ કરવામા આવ્યું છે એટલે કે સીગારેટ પીવી નહીં. આ તો ખરેખર સીગારેટ પીતી કોઈ વ્યક્તિને મુંઝવણમાં મુકનારી એશટ્રે છે.

 

View this post on Instagram

 

Barbie mood via @_lsk

A post shared by Uglydesign (@uglydesign) on

3. આ તો કોઈ બિહામણા નેકલેસ જેવું લાગી રહ્યુ છે. વાળમાંથી બનેલી વિવિધ વસ્તુઓ અત્યાર સુધીમાં જોઈ છે પણ આવો નેકલેસ પહેલીવાર જોયો છે અને તેમાં પણ ઢીંગલીની લટકતી ડોક તો ભારે બિહામણી છે.

image source

4. આ રિપોર્ટરનું તો બીચારીનું ચાલુ શોમાં જ આવી બન્યું. કોઈ પણ રીપોર્ટર ટીવી પર આવતી વખતે પોતાની જાતને બને તેટલી આકર્ષિત બનાવવા પ્રયાસ કરતી હોય છે. ઘરેથી તો તે સુંદર તૈયાર થઈ જાય છે. પણ જ્યારે તેના ડ્રેસ સાથે તેની પાછળનું બેકગ્રાઉન્ડ મેચ થઈ જાય ત્યારે તેનું સુડોળ શરીર આ રીતે બેડોળ પણ બની શકે છે.

image source

5. ઘણીવાર એવી જોગાનુજોગ ઘટના ઘટી જતી હોય છે જે આપણને આશ્ચર્ય પમાડતી હોય છે. આ બહેન જોડે પણ તેવું જ થયું લાગે છે તેની મોજડીની પ્રિન્ટ અને તેની નીચેના નાનકડા પથ્થરાઓ એકબીજામાં એટલી હદે ભળી ગયા છે કે એવું જ લાગે કે આ પ્રિન્ટની પ્રેરણા ડિઝાઈનરને અહીંથી જ મળી હશે.

image source

6. આ ટોઇલેટમાં તમને ટોઇલેટ પેપરના અનેક વિકલ્પ મળી રહેશે. માંગો તે મળશે. આ ટોઇલેટમાં એક સાથે 11 ટોઇલેટ પેપર સ્ટેન્ડ છે જે બધામાં ટોઇલેટ પેપર ભરાવેલા છે. હવે તેમાં શું વિવિધ સેન્ટના પણ વિકલ્પ ઉપલબ્ધ હશે કે શું ? ખરો આઇડિયા છે.

 

View this post on Instagram

 

Cute toes

A post shared by Uglydesign (@uglydesign) on

7. દુનિયામાં તમને ચિત્ર વિચિત્ર વસ્તુ જોવા મળશે. તેમાંની એક આ પણ છે. ટૂથબ્રશ મુકવા માટે માર્કેટમાં વિવિધ સ્ટેન્ડ અવેલેબલ છે પણ આ જનાબનું મન તો આ સ્ટેન્ડ પર જ આવ્યું છે. પગની આંગળીઓમાં ભરાવો ટૂથબ્રશ, વાહ !

image source

8. આવું મોબાઈલ હોલ્ડર તો તમે ભાગ્યે જ જોયું હશે. તેનાથી બે કામ થઈ શકે એક તો જો ક્યાંય ઝઘડો થયો હોય તો સામે વાળી વ્યક્તિને ડરાવી પણ શકાય અને પછી તેનાથી ફોન કરીને પોલીસને બોલાવી પણ શકાય.

image source

9. જો તમે ઇચ્છતા હોવ કે તમારા ઘરે મહેમાન ન આવે અને મહેમાન તો આવે પણ તે તમારા ઘરે રાત ના રોકાય તો તો તમારે તમારા ઘરના બાથરૂમમાં આ બાથરૂમ કર્ટન તો વસાવવો જ જોઈએ. ભલભલી વ્યક્તિ આ પરદાને જોઈને ઉભી પૂંછડીયે ભાગશે.

 

View this post on Instagram

 

A post shared by Uglydesign (@uglydesign) on

10. અરે આ શું આ બહેનના જેકેટમાંથી આ શું ડોકાયું ? નાનકડું બાળક ? આ કોઈ એલિયનની દુનિયા તો નથી ને! જો તમારા ઘરે પણ નાનકડું બાળક હોય તો તમે પણ તમારા બાળક સાથે આ આઇડિયા અપનાવી શકો છો.

image source

11. જો તમારી પાસે પણ એવા શર્ટ ભેગા થયા હોય કે જે ક્યાંક ક્યાંકથી ફાટી ગયા હોય તો તમે પણ આ ભાઈની જેમ શર્ટના જુદા જુદા ભાગોને એકબીજા સાથે જોડીને નવો શર્ટ તૈયાર કરી શકો છો.

 

View this post on Instagram

 

A post shared by Uglydesign (@uglydesign) on

12. આ તો હદ જ થઈ ગઈ, ખરું કોમોડ ટોઇલેટ છે. જેમાં આર્ટીફીશિયલ બત્રીસી પણ ગોઠવવામા આવી છે. હવે આ ટોઇલેટ વાપરવા માટે તો ખરી હિંમત જોઈએ !

 

View this post on Instagram

 

A post shared by Uglydesign (@uglydesign) on

13. ઘણા લોકોને પોતાની જાતને બીજાથી અલગ તારવવાનો ભારે શોખ હોય છે. પછી ભલે તેના માટે તેમણે ગમે તે કેમ ન કરવું પડે કે પછી બધાની વચ્ચે વિચિત્ર પણ કેમ ન દેખાવું પડે. આ ટોઇલેટ પેપર ઇયરીંગ્સને તમે જોઈ શકો છો. શું તમને પસંદ આવી આ ઇયરીંગ્સ ?

 

View this post on Instagram

 

A post shared by Uglydesign (@uglydesign) on

14. આ ટૂથપેસ્ટ કેપ એટલે કે ટૂથ પેસ્ટની ટ્યૂબ પરનું ઢાકણું તમને વિચિત્ર નથી લાગતું. પહેલી નજરે તો આ ક્યૂટ લાગે પણ જ્યારે તેમાંથી ટૂથપેસ્ટ બહાર આવતી દેખાય ત્યારે તે થોડું વિચિત્ર લાગે છે. ખરીખરી ડીઝાઈનો સુજતી હોય છે લોકોને.

Source: Brightside

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ