ફરી એકવાર પ્રિયંકાને લોકોએ મનફાવે તેવા શબ્દો કહ્યાં, આવો ડ્રેસ પહેરીને બહાર ફરવા નીકળતાં જ નિશાને ચડી ગઈ

પ્રિયંકા ચોપડા હવે ગ્લોબલ સ્ટાર બની ગઈ છે. તે જ સમયે તેની સ્ટાઈલમાં પણ ઘણો ફેરફાર થયો છે. જો કે, સ્ટાઇલિશ બનવાના સમયમાં તે હંમેશાં એવા ડ્રેસ પહેરે છે કે જે જોઈને લોકો ટ્રોલ કરવાનું શરૂ કરે છે. પ્રિયંકા ચોપડા સાથે તો આવું ઘણી વખત બન્યું છે. પરંતુ હદ ત્યારે ગઈ જ્યારે યુઝરે તેના ડ્રેસને કચરાપેટી સાથે સરખાવ્યો. જો કે બીજા લોકોએ પણ અવનવી કોમેન્ટ કરી છે અને પ્રિયંકાને ટ્રોલ કરી રહ્યા છે.

ચાહકોને ડ્રેસ બિલકુલ ન ગમ્યો અને લતાડી નાંખી હતી

image source

વર્ષ 2018માં પ્રિયંકા ન્યુ યોર્કના રસ્તાઓ પર ફરવા ગઈ હતી. જ્યાં તેનો સ્ટાઇલિશ લુક ચાહકોને બિલકુલ ન ગમ્યો અને લતાડી નાંખી હતી. પ્રિયંકા ચોપડાએ ત્યારે પ્રખ્યાત ફ્રેન્ચ બ્રાન્ડ મોંક્લરનું બ્લેક જેકેટ પહેર્યું હતું. જોકે પ્રિયંકાનો એકંદરે લુક સરસ જ હતો. બ્લેક પફી જેકેટ બ્લેક ડેનિમ સાથે પીળા હીલ્સ પમ્પ્સ અને મોતીના ઇયરિંગ્સ સાથે સરસ લાગતો હતો. મેકઅપની વાત કરીએ તો તે વખતે પ્રિયંકાએ બેઝ મેકઅપને પણ ન્યૂડ ટોનમાં રાખ્યો હતો. તે જ સમયે ખુલ્લા વાળ અને સાથે કૈટ આઈ શેપ શેડ્ય તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યો હતો.

જેકેટની કિંમત 3 લાખથી પણ વધારે

image source

પરંતુ પ્રિયંકાની આ તસવીરો જોયા પછી ચાહકોએ તેના જેકેટની મજાક ઉડાવવાનું શરૂ કર્યું અને તેની તુલના કચરાપેટી સાથે કરી હતી. જો કે પ્રિયંકાના જેકેટને મનફાવે તેવું જેકેટ માનનારા લોકોની આંખો ત્યારે પહોળી રહી ગઈ કે જ્યારે તેણે આ જેકેટની કિંમત સાંભળી. જે જેકેટની લોકો ખૂબ મજા કરી રહ્યા હતા. તે જેકેટની કિંમત 3 લાખથી પણ વધારે હતી. તે જાણ્યા પછી બધાને આશ્ચર્ય થયું. પ્રિયંકાને ફેશન ક્વીન અમથી નથી કહેવાતી. તે ઘણી વખત ચાહકોને આવા સરપ્રાઈઝ આપતી રહે છે.

image source

આ પહેલાં પ્રિયંકા પતિ નિક જોનસ સાથે ગ્રેમી એવોર્ડ્સમાં પહોંચી હતી. આ દરમિયાન પ્રિયંકા બોલ્ડ અંદાજમાં જોવા મળી હતી. જેમાં પ્રિયંકાએ ઓપન ડીપ કટ ગાઉન પહેર્યો હતો. પ્રિયંકાના આ આઉટફિટ પર લોકોની મિશ્ર પ્રતિક્રિયા સામે આવી હતી. કોઈને તેનો લૂક હોટ લાગ્યો, તો કોઈને પ્રિયંકાનો અંદાજ પસંદ જ ના પડ્યો. અનેક લોકોએ પ્રિયંકાના આઉટફિટને લઈને તેને ટ્રોલ કરી કે, આવા કપડા ના પહેરવા જોઈએ. જો કે પ્રિયંકા ચોપરા જ્યારે 62મા ગ્રેમી અવોર્ડ્સમાં રેડ કાર્પેટ અપીયરન્સને કારણે સોશિયલ મીડિયામાં ખાસ્સી ટ્રોલ થઈ હતી તેના બચાવમાં પણ અનેક લોકો આવ્યા હતા અને સપોર્ટ કર્યો હતો. ત્યારે હવે ફરી એકવાર પ્રિયંકા ટ્રોલરોના નિશાવે આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ