ઘુંઘરુઃ વોર ફિલ્મનું આ ગીત વર્ષનું સૌથી હિટ ગીત સાબિત થશે, ખરું?

વર્ષની કહેવાથી બીગ બજેટ મૂવી વોરનું આ ગીત આજે જ રિલીઝ થયું છે, તમને ગમ્યું કે નહીં? ઘુંઘરુઃ વોર ફિલ્મનું આ ગીત વર્ષનું સૌથી હિટ ગીત સાબિત થશે, ખરું?

આ વર્ષમાં જેની બહુ રાહ જોવાતી હતી હતી એવી ફિલ્મ ‘વોર’નું પહેલું ગીત આજે ગુરુવારે રિલીઝ થઈ રહ્યું છે. અમે જલ્સા કરોને જેંતીલાલના વાચકો માટે અરિજિત સિંઘ અને શિલ્પા રાવ દ્વારા ગાયેલ ‘ઘુંઘરુ’ નામના આ ગીતનું સ્પેશિયલ પોસ્ટર અને મહિતી અમે તમારા માટે લઈને આવ્યા છીએ. આ ગીતની ઝલક જોઈને એવું લાગે છે કે જ્યારે હિન્દી સિનેમાના મોટા પડદા ઉપર બોલિવુડના બેસ્ટ ડાન્સર ગણાતા ઋત્વિક રોશન અને અતિશય સુંદર એવી અભિનેત્રી વાણી કપૂર સાથે આ ગીતની ધૂન પર નાચશે, ત્યારે તો તે દૃશ્ય જોવા લાયક હશે.

આ ફિલ્મ યશ રાજ બેનર હેઠળ બની છે…

વોર વિશે વધુ વાત કરીએ તો યશ રાજ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી ફિલ્મ્સના ગીતો હંમેશા પ્રેક્ષકો માટે ખાસ સૌગાદ જેવા બનેલા હોય છે. આને કારણે, દરેકની નજર ફિલ્મ વોરના આ ગીત પર પણ રહી છે એવું લાગી રહ્યું છે. આ ગીતના શૂટિંગની વાતો પણ રસપ્રદ છે. યશ રાજ ફિલ્મ્સના સૂત્રો તરફથી કહેવાયું છે કે આ ગીત વિશ્વના સૌથી મોંઘા લોકેશન એટલે કે અમલાફી બીચ પર શૂટ કરવામાં આવ્યું છે.

ગીતનું શૂટિંગ થયું છે ખૂબ જ ખર્ચાળ…

આ ગીતના શૂટિંગ માટે દુનિયાનો સૌથી મોંઘો એવો પોસ્ટીઆનો બીચ જાહેર સહેલાણીઓ અને પર્યટકો માટે બંધ રખાયો હતો. એટલું જ નહીં, આ ચોક્કસ ગીતની વિશેષ ખાસિયત છે તેના મહત્વનો અંદાજ એ રીતે પણ લગાવી શકાય છે કે યશ રાજ ફિલ્મ્સે આ ગીત માટે મિલનના ૧૫૦ શ્રેષ્ઠ મોડલ્સ ડાન્સર્સ પહોંચાડવા માટે આખું વિમાન બુક કરાવ્યું હતું.

ઋત્વિક અને વાણીની ગીતમાં દેખાય છે ઓનસ્ક્રીન કેમેસ્ટ્રી…

ફિલ્મ વોરના દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદ કહે છે, “ઋત્વિક અને વાણી કપૂરની જોડી આ ગીત સાથે સ્ક્રીન પર નવી તાજગી લાવી હોય તેવું દેખાશે. આ બંને અભિનેતા વચ્ચે ખૂબ જ નજીક ઓનસ્ક્રીન કેમેસ્ટ્રી એકદમ જોરદાય હોય તેવું વાતાવરણ રચાયું છે અને ‘ઘુંઘરુ’ ગીતની આ બંનેની આ વિશેષ આત્મીયતા ચોક્કસપણે નવું લોહી ચડાવશે. આજે જ રીલિઝ થયેલું આ ‘ઘુંઘરુ’ એક પાર્ટી સોન્ગ છે અને અમે ખૂબ વિચારણા કર્યા પછી ફિલ્મમાં તેનું સ્થાન એ રીતે રાખ્યું છે કે જેથી આખું ગીત દર્શકોને મોહિત કરી જાય, લોકોને તે જરૂર મોહિત કરશે અને આકર્ષિત પણ કરશે. મોટા પડદા પર અમલાફી બીચની સુંદરતા દર્શાવતી વોર એ પહેલી ફિલ્મ હશે.”

ઘુંઘરુ ગીત છે વિશાલ શેખરનું સંગીત…

પ્રખ્યાત સંગીતકાર જોડી વિશાલ શેખર દ્વારા રચિત, આ ગીતને ગુરુવારે રિલીઝ કરવા માટે હિન્દી સિનેમામાં ઘણી ઉત્સુકતા દેખાઈ રહી છે. આજે આવેલું આ પહેલું ગીત ફક્ત ફિલ્મની ભવ્યતાનો અંદાજ લગાવી શકાશે. તેમજ આ ગીત ફિલ્મના રોમેન્ટિક પાસાને પણ પહેલી વખત દર્શકોની સામે રજૂ થશે. ફિલ્મ વોર ૨જી ઓક્ટોબરના રોજ હિન્દી, તમિલ અને તેલુગુમાં એક સાથે રિલીઝ થવા જઈ રહી છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ