હોમમેડ ચોકલેટ સોસ – કોલ્ડ કોફી, કોકો, કેક મિલ્કશેક બધામાં તમે વાપરી શકશો આ ચોકલેટ સોસ…

કેમછો મિત્રો? આજે હું ચોકલેટ સોસ કે સીરપ ની રેસિપી લાવી છું. આપણે આ સોસ બજાર માંથી લાવીએ છીયે આજે આ સોસ ઓછા પૈસા માં અને ઓછી સામગ્રી જે આપણા ઘરમાં હોયજ છે એમાં થી પાંચ થી સાત મીનીટ માં બનાવીશું .જેનો ટેસ્ટ બીલકુલ બજારમાં મળતા સોસ જેવો જ હશે. આ ચોકલેટ સોસ આપણે આઈસ્ક્રીમ, કોલ્ડ કોફી ,દૂધ ,કેક વગેરે માં યુઝ કરી શકો છો. આ ફ્રીઝમાં ૨ થી ૩ અઠવાડિયા સારો રે છે. તો ચાલો બનાવીએ.
હોમમેડ ચોકલેટ સોસ

સામગ્રી :-


૫ ટે.સ્પૂન ખાંડ

૩ ટે.સ્પૂન કોકોપાવડર

૧/૨ ટી.સ્પૂન વેનીલા એસેન્સ

૧ ટે.સ્પૂન બટર

૧૫૦ ml દૂધ

૧ ટે.સ્પૂન મેદો

રીત. :- એક બાઉલમાં મેદો ,ખાંડ અને કોકોપાવડર મિકસ કરો. હવે ગેસ પર એક નોનસ્ટિક પાન મૂકવુ. ગેસને ધીમા તાપે રાખવું. હવે પાન માં દૂધ અને બટર નાખવું. બટર મેલ્ટ થાય એટલે તેમાં વેનીલા એસેન્સ નાખવું. દૂધ ઉકળવા આવે એટલે મિકસ કરેલી સામગ્રી ને ધીરે ધીરે નાખવુ અને જોડે જોડે બીજા હાથ થી વીસ્કરની મદદથી મિકસ કરતા જવું ગાઠો ના પડવી જોઈએ. હવે ગેસની ફ્રલેમ ને મિડિયમ કરી સોસને હલાવતા જવુ જ્યાં સુધી એક ઉકાળો આવે ત્યાં સુધી પછી ગેસ બંધ કરી દેવો. સોસને બહું ઉકાળવું નહી સોસ ઠંડી થશે એટલે જાતેજ ધટ્ટ થઇ જશે.તો તૈયાર છે ચોકલેટ સોસ. આ સોસને ગરમ પણ યુઝ કરી શકો છો આઈસ્ક્રીમ પર ,બ્રાઉની પર અથવા ઠંડી કરી મિલ્ક શેક માં , કોલ્ડ કોફી વગેરેમાં યુઝ કરો.
નોંધ :- બટર ન નાખવુ હોય તો એની જગ્યાએ છેલ્લે જ્યારે સોસ તૈયાર થાય ત્યારે ચપટી મીઠું નાખી દો. બટર નાખવાથી સોસમાં ક્રીમી ટેકચર આવે છે.

રસોઈની રાણી : કાજલ શેઠ (મોડાસા)