સવારે અથવા સાંજે નાસ્તામાં આપી શકાય એવી આ પાલક પૌઆ ટીકી ભૂલ્યા વગર નોંધી લે જો …

કેમછો મિત્રો ? આપણે પલાક નું શાક ,પરાઠા તો ખાધા હશે આજે હું પાલક સાથે પૌઆના કોમ્બિનેશન ની એક રેસિપી લાવી છું જે સાંજના નાસ્તા માટે અથવા સ્ટાટર માં પણ લઈ શકાય એવી રેસિપી છે.જે ટેસ્ટી અને ક્રિશપી છે.

સામગ્રી :-

 • ૩ નંગ બાફી ને છીણેલા બટાકા
 • ૧/૨ કપ ચોપ કરેલી પાલક
 • ૧/૨ કપ પૌઆ
 • ૩ નંગ ચોપ કરેલા લીલામરચાં
 • ૧/૨ ટૂકડો ચોપ કરેલું આદું
 • ૧ ટી.સ્પૂન લાલમરચું
 • ૧/૨ ટી.સ્પૂન આમચૂર પાવડર
 • ૧/૪ ટી સ્પૂન આખા ધાણા
 • ૧/૪ ટી.સ્પૂન જીરું
 • મીઠું
 • ૧/૨ ટી.સ્પૂન કાળા મરી પાવડર
 • ૨ થી ૩ ટી.સ્પૂન ચોખાનો લોટ
 • કોથમીર
 • તળવા માટે તેલ

રીત :

સૌપ્રથમ પૌઆ ને પાંચ મિનિટ પલાળી નીતારીને કોરા કરો.હવે એટ બાઉલમાં પાલક ,બટાકા ,પૌઆ ,ચોખાનો લોટ ,બીજા બધાં મસાલા નાખી મિકસ કરો.હવે મિશ્રણ ના બોલસ બનાવી હાથ થી ચપટા કરી ટીકી નો શેપ આપો.બધી ટીકી તૈયાર કરી તેને તેલમાં મિડિયમ તાપે ક્રિશપી એવા તળી લો.બધી ટીકી આ રીતે તળી ને તૈયાર કરો અને બાળકોને મોટાને સાંજે નાસ્તામાં સવૅ કરો.

* આ ટીકી બાળકોને ટીફીનમાં પણ આપી શકાય.

રસોઈની રાણી : કાજલ શેઠ ( મોડાસા )